Pages

Showing posts with label Shree Ram Mandir - Ayodhya Inaugration. Show all posts
Showing posts with label Shree Ram Mandir - Ayodhya Inaugration. Show all posts

Sunday, 21 January 2024

496 વર્ષના સિમાચિહ્નોની કહાની - ઈસ. 1528 થી વર્ષ 2024 સુધીની સફર...

496 વર્ષના સિમાચિહ્નોની કહાની - 
ઈસ. 1528 થી વર્ષ 2024 સુધીની સફર...

9 નવેમ્બર 1989ના દિવસે પણ રામમંદિર શિલાન્યાસ થયો હતો, દલિત સમુદાયના કામેશ્વર ચૌપાલે પહેલી ઈંટ મૂકી હતી 1528માં બાબરના સુબેદાર મીર બાકીએ બાબરી મસ્જિદ બનાવી હતી, પૂરાતત્વ વિભાગના અહેવાલમાં અહીં મૂળભૂત રીતે મંદિર હોવાના પૂરાવા મળ્યા હતા.

આખરે 492 વર્ષ પછી અયોધ્યામાં ફરીથી રામમંદિરના નિર્માણનો શુભારંભ થઈ રહ્યો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કરી તેનો આરંભ કર્યો. જોકે, 30 વર્ષ 8 મહિના 27 દિવસ અગાઉ પણ રામમંદિરનો શિલાન્યાસ થયો હતો. એ પછી આ બીજો શિલાન્યાસ હતો.

વિતેલા 492 વર્ષોમાં અયોધ્યાએ અનેક રંગ બદલાતા જોયા છે. મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી. મસ્જિદ પણ તૂટી, ફરીથી બની. 167 વર્ષ પહેલાં મંદિર-મસ્જિદ વિવાદને લીધે પહેલી વાર હિંસા પ્રસરી અને 162 વર્ષ પહેલાં આ વિવાદ સંદર્ભે પહેલી FIR દાખલ થઈ અને મામલો અદાલતમાં પહોંચ્યો. એ પછી લાંબી કાનૂની લડાઈ બાદ 8 મહિના 27 દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતે રામલલ્લાને યથાસ્થાને પુનઃ વિરાજમાન કરવાનો આદેશ આપ્યો. આ દરેક આંકડાઓ પોતે જ હવે એક ઈતિહાસ ગણાવાના છે.

એક લાંબી કાનૂની લડાઈની કહાની.. દેશના સૌથી લાંબા વિવાદની કહાની... શ્રદ્ધા અને વિશ્વાસની કહાની... સંઘર્ષની કહાની... સંયોગની કહાની અને ન્યાયની જીતની કહાની... આ અહેવાલમાં આંકડાઓના માધ્યમથી અમે એ દરેક કહાનીને જણાવી રહ્યા છીએ.

🔶1526માં બાબર ઈબ્રાહિમ લોદી સામે યુદ્ધ કરવા ભારત આવ્યો હતો. પાણીપતના યુદ્ધમાં લોદીને હરાવ્યા પછી બાબર હિન્દનો શહેનશાહ બન્યો. તેનાં બે વર્ષ બાદ 1528માં બાબરના સુબેદાર મીરબાકીએ 1528માં અયોધ્યામાં એક મસ્જિદ બનાવી અને શહેનશાહ બાબરના નામે તેને બાબરી મસ્જિદ તરીકે ઓળખાવી. 330 વર્ષ પછી 1558માં આ મસ્જિદને મૂળ રામજન્મસ્થાને રહેલું મંદિર ગણાવીને હિન્દુઓએ ત્યાં પૂજા-અર્ચના કરવાનો પ્રયાસ કર્યો એ સાથે વિવાદનો આરંભ થયો. મંદિરમાં પૂજા-આરતીના હિન્દુઓએ એકથી વધુ પ્રયાસો કર્યા પછી વિવાદિત સ્થાન અંગે સત્તાવાર સૌપ્રથમ FIR થઈ.

અયોધ્યા રિવિઝેટેડ નામના પુસ્તકના દાવા પ્રમાણે, 1 ડિસેમ્બર 1858માં અવધના થાણેદાર શીતળ દુબેએ પોતાના તપાસ અહેવાલમાં લખ્યું કે પરિસરમાં ચબૂતરો બનાવેલો છે. સમગ્ર વિવાદમાં આ અહેવાલ એ સૌથી પહેલો કાનૂની દસ્તાવેજ છે જે વિવાદિત સ્થાને રામમંદિરના પ્રતીક હોવાનું જણાવે છે.

આ ઘટનાના 27 વર્ષ પછી મામલો અદાલતમાં પહોંચ્યો. મહંત રઘુબરદાસે ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રામ જન્મસ્થાન પર મંદિર બનાવવાની પહેલી અરજી દાખલ કરી. જોકે કોર્ટે તેમની અરજી રદ કરી દીધી હતી. કોર્ટના એ ફેંસલા સામે 1886માં ફરી પુનઃવિચાર અરજી થઈ. એ અરજી પણ રદ કરી દેવામાં આવી.

1949માં 22-23 ડિસેમ્બરે વિવાદિત સ્થળે મુખ્ય ઘુમ્મટ નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપવામાં આવી. આ મૂર્તિ સ્થાપન ગેરકાયદે હોવા અંગે 23 ડિસેમ્બરે ફરિયાદ દાખલ થઈ. એ પછી પરિસરના દરવાજે તાળુ મારી દેવામાં આવ્યું. તત્કાલિન પાલિકા અધ્યક્ષને વિવાદિત સ્થાનના રિસિવર બનાવવામાં આવ્યા. 5 જાન્યુઆરી 1950ના રોજ પાલિકા અધ્યક્ષ પ્રિયદત્તરામ પ્રથમ રિસિવર બન્યા હતા. 1950થી શરૂ થયેલી કાનૂની લડાઈ છેક 2019 સુધી ચાલતી રહી. આખરે 69 વર્ષ પછી તેનો ચૂકાદો આવ્યો.

🔶496 વર્ષના સીમાચિહ્નોની કહાની:-
👉1528 :- બાબરના સુબેદાર મીરબાકીએ અયોધ્યામાં મસ્જિદ બનાવી અને તેને બાબરી મસ્જિદ નામ આપ્યું.
👉1853 :- અવધના નવાબ વાજિદ અલીશાહના સમયમાં પહેલી વાર અયોધ્યામાં કોમી તોફાનો થયા. હિન્દુ સમુદાયે પહેલી વાર દાવો કર્યો કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.
👉1885 :- મહંત રઘુબર દાસે ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રામ જન્મસ્થાન પર મંદિર બનાવવા અંગે અરજી કરી, જે અદાલતે ખારિજ કરી દીધી.
👉1949 :- વિવાદિત સ્થાને મુખ્ય ઘુમ્મટ નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. આ અંગે ફરિયાદ થયા પછી પરિસરના દરવાજે તાળુ મારી દેવામાં આવ્યું.
👉1950 :- હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદ અને પરમહંસ રામચંદ્ર દાસે ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરીને રામલલ્લાની મૂર્તિની નિયમિત પૂજા-અર્ચના કરવાની માંગણી કરી.
👉1959 :- નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થાને માલિકી હકનો દાવો કર્યો.
👉1961:- સુન્ની વકફ બોર્ડે મૂર્તિ સ્થાપિત કરવા અંગે અદાલતમાં અરજી કરી અને મસ્જિદ તેમજ આસપાસના સ્થળે માલિકી હકનો દાવો કર્યો.
👉1981:- ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે જમીનની માલિકીના હક માટે વધુ એક દાવો કરી કાનૂની ગૂંચ વધારી.
👉8 એપ્રિલ 1984 :- દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે રામમંદિર નિર્માણ અંગે વિશાળ ધર્મસંસદ બોલાવવામાં આવી અને ઠરાવ પસાર કરવામાં આવ્યો.
👉1986: સ્થાનિક અદાલતે પૂજા માટે પરિસરના દરવાજા ખોલવાની મંજૂરી આપે એ સાથે વિવાદ વધુ વકર્યો.
👉1989 :- 1 જુલાઈએ નિવૃત્ત જજ દેવકીનંદન અગ્રવાલે ફૈઝાબાદ અદાલતમાં એમિકસ ક્યુરી તરીકે અરજી દાખલ કરી.
1989 :- અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થાને યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો. 
9 નવેમ્બર 1989 :- દલિત સમુદાયના કામેશ્વર ચૌપાલના હસ્તે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. કામેશ્વર આજે પણ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી છે.
👉1990 :- લાલકૃષ્ણ અડવાણીએ દેશભરમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો આરંભ કર્યો.
👉1992 :- 6 ડિસેમ્બરે કારસેવા દરમિયાન અયોધ્યામાં વિવાદાસ્પદ ઈમારત તોડી પાડવામાં આવી.
👉1993 :- કેન્દ્ર સરકારે વિવાદિત વિસ્તાર આસપાસની 67.7 એકર જમીન હસ્તગત કરી.
👉1994 :- કેન્દ્રના નિર્ણયની વિરુદ્ધમાં દાખલ થયેલી અરજી સંદર્ભે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈસ્લામના આદેશ અનુસાર નમાજ પઢવા માટે મસ્જિદની આવશ્યકતા નથી.
👉2002 :- અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થળની જમીનના માલિકી હક અંગેના દાવાઓની સુનાવણી શરૂ કરી.
👉2003 :- સર્વોચ્ચ અદાલતે વિવાદિત સ્થળમાં કોઈપણ પ્રકારની ધાર્મિક ગતિવિધિ પર રોક લગાવી. પૂરાતત્વ વિભાગ દ્વારા પોતાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો જેમાં વિવાદિત સ્થાન પર કોઈ જૂની ઈમારત હોવાના સબૂત રજૂ કરવામાં આવ્યા.
👉2009 :- જસ્ટિસ લિબ્રાહન પંચે પોતાના અહેવાલમાં 68 લોકો પર કાર્યવાહીની ભલામણ કરી. જેમાં અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા ટોચના નેતાઓના નામ હતા.
👉2010 :- અલ્હાબાદ હાઈકોર્ટે 2 વિ. 1થી ચૂકાદો આપ્યો અને વિવાદિત સ્થળને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા તેમજ રામલલ્લા બિરાજમાન વચ્ચે સમાન હિસ્સે વહેંચી આપ્યો.
👉2011 :- સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા સામે સ્ટે આપ્યો.
👉2016 :- સુબ્રહ્મણ્યમ સ્વામીએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને વિવાદિત સ્થળે રામમંદિર નિર્માણની માંગણી કરી.
👉2017 :- સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધિશ જે.એસ. ખેરે કોર્ટની બહાર સમાધાનનું સુચન કર્યું.
👉2018 :- સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદ અંગેની તમામ અરજીઓ પર સૂનાવણી શરૂ કરી.
👉2019 :- સર્વોચ્ચ અદાલતે કેસની સૂનાવણી માટે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ 5 જજોની બેન્ચ બનાવી.
👉 6 ઓગસ્ટ 2019 :- સર્વોચ્ચ અદાલતની બંધારણિય બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા સામે દાખલ થયેલી બંને પક્ષોની અરજીની સૂનાવણી શરૂ કરી.
👉 16 ઓક્ટોબર 2019 :- સર્વોચ્ચ અદાલતે તમામ પાસાંઓની સૂનાવણી પૂરી કરી.
👉 9 નવેમ્બર 2019: સર્વોચ્ચ અદાલતે વિવાદિત સ્થાન પર રામલલ્લા બિરાજમાનનો જ અધિકાર હોવાનું સ્વીકાર્યું અને મંદિર નિર્માણ માટે આદેશ કર્યો.
👉 22 જાન્યુઆરી, 2024 :- પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન અયોધ્યા નગરીમાં રામલીલાની મુર્તિની સ્થાપના.

Read More Aarticles:-












✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)
Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

મુઘલ સ્મારક' જેમ હજારો વર્ષ અડીખમ ઊભું રહેશે રામ મંદિર, કંઈ જ નહીં થાય.


ભગવાન રામ માટે અયોધ્યામાં તૈયાર થઈ રહેલું ભવ્ય રામ મંદિર ખરેખર તો પરંપરાગત ભારતીય વાસ્તુકલાનું મિશ્રણ છે અને આ કારણે તે સદીઓ સુધી આમ જ ઊભું રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, આ મંદિર એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલવા માટે બનાવવામાં આવ્યું છે.

દેશના ટોચના વૈજ્ઞાનિકોએ તેને એક આઇકોનિક સ્ટ્રક્ચર બનાવવામાં ફાળો આપ્યો છે. આવું પહેલાં ક્યારેય નથી બન્યું અને તેના નિર્માણમાં ઈસરોની પણ મહત્વની ભૂમિકા છે.

કેવી રીતે બનાવાયું છે મંદિર :-
રામ મંદિરની ડિઝાઇન ચંદ્રકાંત સોમપુરાએ નગારા સ્ટાઇલ અથવા ઉત્તર ભારતના મંદિરોની ડિઝાઇન અનુસાર તૈયાર કરી છે. આ પરિવાર લગભગ 15 પેઢીઓથી આ કામ કરી રહ્યો છે. આ પરિવારે 100 વધુ મંદિરોની રચના કરી છે. સોમપુરા કહે છે, "શ્રી રામ મંદિર સ્થાપત્યના ઇતિહાસમાં શ્રેષ્ઠ છે. આવું ભવ્ય સર્જન પૃથ્વીના કોઈ ખૂણે પહેલાં ભાગ્યે જ થયું હશે. નૃપેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે મંદિરનું કુલ ક્ષેત્રફળ 2.7 એકર છે. તેનો બિલ્ટ-અપ એરિયા લગભગ 57,000 ચોરસ ફૂટનો છે. તે ત્રણ માળનું માળખું છે. તેઓ કહે છે કે મંદિરમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ નથી કરાયો. લોખંડ બહુ બહુ તો 100 વર્ષ કે તેનાથી પણ ઓછું ટકી છે. મંદિરની ઊંચાઈ 161 ફૂટ એટલે કે કુતુબ મિનારની ઊંચાઈના લગભગ 70 ટકા હશે.તેમાં શ્રેષ્ઠ ગુણવત્તાના ગ્રેનાઇટ, સેન્ડસ્ટોન અને માર્બલનો ઉપયોગ થયેલો છે. સાંધામાં સિમેન્ટ કે ચૂનાના મોર્ટારનો ઉપયોગ નથી કરાયો. સમગ્ર માળખાના નિર્માણમાં વૃક્ષો અને પટ્ટાઓનો ઉપયોગ કરીને ફક્ત લોક અને કી મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સરયુ નદીએ પડકાર ઊભો કર્યો હતો પરંતુ ઉકેલ શોધી કઢાયો -નૃપેન્દ્ર મિશ્રા
નૃપેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે મંદિરની નીચેની જમીન રેતાળ અને અસ્થિર હતી, કારણ કે સરયુ નદી એક તબક્કે સ્થળની નજીક વહી રહી હતી. તેણે એક ખાસ પડકાર ઊભો કર્યો. પરંતુ વૈજ્ઞાનિકોએ આ સમસ્યાનો એક અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. સૌ પ્રથમ સમગ્ર મંદિર વિસ્તારની માટી 15 મીટરની ઊંડાઈ સુધી ખોદવામાં આવી હતી. "આ વિસ્તારમાં 12-14 મીટરની ઊંડાઈએ એન્જિનિયર્ડ માટી નાખવામાં આવી હતી. 47-સ્તરના પાયાને સંકુચિત કરવામાં આવ્યા હતા જેથી તે નક્કર ખડક જેવા દેખાય. તેની ટોચ પર મજબૂતીકરણ તરીકે 1.5 મીટર જાડી એમ-35 ગ્રેડની ધાતુ-મુક્ત કોંક્રિટનો તરાપો પાથરવામાં આવ્યો હતો. આ પાયાને વધુ મજબૂત બનાવવા માટે દક્ષિણ ભારતમાંથી દૂર કરવામાં આવેલા 6.3 મીટર જાડા ઘન ગ્રેનાઇટ પથ્થરનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું હતું. મંદિરનો જે ભાગ મુલાકાતીઓ જોશે તે રાજસ્થાનથી કાઢવામાં આવેલા ગુલાબી રેતીના પત્થર 'બંસી પહાડપુર' પથ્થરથી બનેલો છે.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

અયોધ્યા રામ મંદિર: આજે ટેન્ટથી ભવ્ય મંદિરમાં આવી જશે રામલલા, 500 વર્ષની આતુરતાનો અંત.


રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે અને દરેક લોકો તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજે એટલે કે 20 જાન્યુઆરી શનિવારના રોજ લોકોની 500 વર્ષની રાહનો અંત આવશે.

હા, આજે રામલલા તેમના અસ્થાયી ટેન્ટમાંથી મુખ્ય મંદિરમાં પ્રવેશ કરવાના છે.

એ વાત તો જાણીતી જ છે કે ગુરુવારે સાંજે રામલલાની નવી મૂર્તિને આંખે પાટા બાંધીને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી અને આજે શ્રી રામની એ મૂર્તિ મંદિરમાં સ્થાપિત થશે જે પહેલા મંદિરમાં હતી પરંતુ મંદિર તૂટયા બાદ કેટલાય વર્ષોથી એક અસ્થાયી ટેન્ટમાં રાખવામાં આવી હતી અને ત્યાં જ એમની પૂજા કરવામાં આવતી હતી.

વાત કઇંક આજથી 500 વર્ષ પહેલાની છે જ્યારે મીર બાંકી તેની સેના સાથે અયોધ્યા પહોંચ્યો અને રામ મંદિર તોડી પાડ્યું હતું. આ પછી મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવામાં આવી. આ રીતે નકશામાંથી ન માત્ર હિંદુ તીર્થસ્થાનોને ભૂંસી નાખવામાં આવ્યા પરંતુ ભગવાન રામ સાથે સંબંધિત પુરાવાઓને પણ ભૂંસી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. એ સમયથી શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરના પુનઃનિર્માણનો સંઘર્ષ આજે પૂર્ણ થયો છે.

500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આજે શ્રી રામ તેમના અસ્થાયી ટેન્ટમાંથી એમના દિવ્ય અને ભવ્ય મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સમગ્ર દેશ આ ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

અત્યાર સુધી દરેક લોકોના મનમાં એવો સવાલ છે કે જો મંદિરમાં નવી મૂર્તિના દર્શન કરવામાં આવશે તો જૂની મૂર્તિનું શું થશે? લોકોના મનમાં ઉઠતાં આ સવાલને દૂર કરતાં રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આ અંગે લોકોની દરેક શંકા દૂર કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે અત્યાર સુધી રામલલાએ પોતાનું જીવન વનવાસીની જેમ જીવ્યું છે. હવે એમની પૂજા રાજાની જેમ કરવામાં આવશે.

નવી મૂર્તિ અંગે તેમણે કહ્યું કે, "માત્ર તફાવત બંનેના કદમાં છે. તેને દૂરથી જોવી મુશ્કેલ છે. નવા મંદિર માટે નવી મૂર્તિની જરૂર છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યારે દર્શન માટે લોકો આવશે ત્યારે બંને મૂર્તિઓના દર્શન કરી શકશે." જૂની પ્રતિમા વિશે તેમણે કહ્યું કે, ' જેમને આ મૂર્તિ પ્રત્યે વધુ લગાવ હશે તેઓ ગર્ભગૃહમાં એ મૂર્તિ જોઇને વધુ ખુશ થશે. લોકો બંનેનો લાભ ઉઠાવશે.'

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

રામ મંદિર પર ફરકાવવામાં આવશે આવો ખાસ ધજા, જાણો તેના પર બનેલા સૂર્ય અને ઝાડનું મહત્વ.


અયોધ્યામાં ભવ્ય રામ મંદિર લગભગ બનીને તૈયાર થઈ ગયું છે. મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તો રામ મંદિર પર ફરકાવવામાં આવનારી ખાસ ધજાને મધ્યપ્રદેશના રીવામાં તૈયાર કરાઈ છે. આ ધજા પર સૂર્ય અને ખાસ કોવિદાર વૃક્ષને અંકિત કરાયા છે.

આવો જાણીએ કે સૂર્ય અને કોવિદાર વૃક્ષને અંતે કેમ આ ધજા પર સ્થાન અપાયું છે?

આ કઈ વસ્તુનું પ્રતીક છે?
હકિકતમાં સૂર્ય ભગવાન રામના વંશ સૂર્યવંશીને દર્શાવે છે. તો માનવામાં આવે છે કે કોઈ એક સમયે કોવિદાર વૃક્ષ અયોધ્યા સામ્રાજ્યની શક્તિ અને સંપ્રભુતાનું પ્રતીક હતું. જે પ્રકારે વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે, તેવી જ રીતે કોવિદાર વૃક્ષ અયોધ્યાનું રાજવૃક્ષ હતું.

ઉત્તરપ્રદેશ સંસ્કૃતિ વિભાગના અયોધ્યા શોધ સંસ્થાનના ડાયરેક્ટર ડૉ.લવકુશ દ્વિવેદીએ કોવિદાર વૃક્ષને લઈને શોધકર્તા લલિત મિશ્રાને દેશભરમાં વાલ્મીકિ રામાયણ પર બનેલા ચિત્રોના અધ્યયન કરવાના નિર્દેશ આપ્યા. આ સાથે જ શ્લોકને પણ સારી રીતે જાણવાનું કહ્યું. આ શોધમાં તે વાત સામે આવી કે ત્રેતા યુગમાં અયોધ્યા સામ્રાજ્યના ધજા પર કોવિદાર વૃક્ષ હતું.

મહારાજા પ્રતાપના વંશજ રાણા જગત સિંહે પોતાના સમયમાં સંપૂર્ણ વાલ્મીકિ રામાયણ પર ચિત્ર બનાવ્યા હતા. જેમાં ભરતને સેના સહિત ચિત્રકૂટ આવીને શ્રીરામને અયોધ્યા પરત આવવાનો આગ્રહ કર્યો હતો. ભારદ્વાજ આશ્રમમાં વિશ્રામ કરી રહેલા ભગવાન રામ અવાજ સાંભળીને લક્ષ્‍મણને જોવાનું કહે છે. ઉત્તરથી આવી રહેલી સેનાના રથ પર લાગેલી ધજાઓને જોઈને લક્ષ્‍મણ સમજી જાય છે કે સેના અયોધ્યાની છે. આ ધ્વજ પર કોવિદાર વૃક્ષ બનેલું હતું. આ પ્રસંગને લઈને વાલ્મીકિ રામાયણના 96માં સર્ગના 18માં શ્લોકમાં જણાવ્યું છે. તો 21મા શ્લોકમાં લક્ષ્‍મણ કહે છે, ભરતને આવવા દો. અમે તેમણે હરાવીને ધજાને અધીન કરી લઈશું. આ શ્લોકથી ખ્યાલ આવે છે કે તે સમયે અયોધ્યાનું રાજવૃક્ષ કોવિદારનું ઝાડ હતું, જેણે ધજા પર અંકિત કરાયું હતું.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

9,999 હીરાનો ઉપયોગ કરીને સુરતના આ કલાકારે બનાવ્યું ભવ્ય રામ મંદિર, તો સુરતના આ દાનવીરે રામ મંદિરને ભેટ કર્યું 101 કિલો સોનું.


રામ ભક્તો વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહ્યાં હતા તેણે સપનું સાકાર થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. 22 જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. શહેરથી લઈને ગામ સુધી લોકો રામલલાના ઉત્સાહમાં ડૂબી ગયા છે અને દરેક ગલી-ચોકમાં લોકોને ભગવાન રામના ગીત સાંભળવા મળી રહ્યાં છે. દેશભરમાંથી લોકો પોતાના અંદાજમાં રામલલાને ભેટ-ઉપહાર આપી રહ્યાં છે.

આ વચ્ચે સુરતના એક હીરા કલાકારે હીરાનો ઉપયોગ કરીને રામ મંદિર બનાવ્યું છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

સુરતના એક કલાકારે 9,999 હીરાનો ઉપયોગ કરીને અયોધ્યાના રામ મંદિરની કલાકૃતિ બનાવી છે. હીરા કારીગરે હીરાથી જડેલી સુંદર વોલ ફ્રેમ તૈયાર કરી છે. આ વોલ ફ્રેમ પર સુરતના સિગ્નેચર બ્રોકેડ છે જેના પર રામની આકૃતિ અને જયશ્રી રામ લખેલું છે. હીરાથી તૈયાર થયેલા રામ મંદિરને જોવામાં ઘણું જ આકર્ષક લાગી રહ્યું છે.

સુરતના કલાકાર ઉપરાંત અન્ય કલાકારો પણ પોતાના અંદાજમાં રામ મંદિરની કલાકૃતિ તૈયાર કરી છે. પશ્ચિમ બંગાળના એક યુવકે 20 કિલો પારલેજીના બિસ્કિટનો ઉપયોગ કરીને રામ મંદિરની એક શાનદાર રેપ્લિકા બનાવી છે. જ્યારે એક કલાકારે પેન્સિલની અણી પર ભગવાન રામની તસવીર બનાવી છે.

101 કિલો સોનાનું દાન :-
તો સુરતના જ એક હીરા વેપારીએ રામ મંદિર માટે 101 કિલો સોનું મોકલ્યું છે. આ દાનવીર છે દિલીપકુમાર વી. લાખી. જેઓ સુરતની સૌથી મોટી હીરા ફેક્ટરીમાંથી એકના માલિક છે. એક રિપોર્ટ મુજબ, રામ મંદિરમાં લગાડવામાં આવેલા 14 સ્વર્ણ જડિત દ્વાર માટે તેમણે 101 કિલો સોનું મોકલ્યું છે. માનવામાં આવે છે કે રામજન્મભૂમિ ટ્રસ્ટને મળેળું અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન છે.

સોનાનો ઉપયોગ રામ જન્મભૂમિ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂલ, ડમરુ અને સ્તંભોને ચમકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના દ્વારની સાથે સાથે મંદિરના ભૂતળ પર 14 સ્વર્ણ દ્વાર લગાડવામાં આવ્યા છે. બીજું સૌથી મોટું દાન કથાવાચક મોરારી બાપૂના અનુયાયીઓએ આપ્યું છે. તેમણે રામમંદિર માટે 16.3 કરોડ રુપિયા આપ્યા છે. આ ઉપરાંત સુરતના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રુપિયા મંદિરને સમર્પિત કર્યા છે. ધોળકિયા શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટસના સંસ્થાપક છે.

માર્ચ 2023 સુધી રામમંદિરને 3 હજાર કરોડ રુપિયાથી વધુનું દાન મળી ગયું છે. મંદિર નિર્માણમાં અત્યાર સુધીમાં લગભગ 1 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરાયો છે. કામ પુરું થશે ત્યાં સુધીમાં લગભગ 300 કરોડ રુપિયા ખર્ચ થશે તેવું અનુમાન છે.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

રામલલાની મૂર્તિનો રંગ કાળો કેમ? જાણો તેની પાછળનું કારણ.


અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી પૂરી થઈ ગઈ છે અને 22 જાન્યુઆરીએ શુભ મુર્હૂતમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા ભગાવાન રામની મૂર્તિની તસવીર સામે આવી જેમાં તેઓ બાળ સ્વરુપમાં શ્યામ પથ્થરમાંથી તૈયાર થઈ છે. એવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે રામલલાની મૂર્તિ કાળી કે શ્યામ કેમ છે?

રામલલાની મૂર્તિ શ્યામ કેમ?
રામલલાની મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરથી થયું છે. આ કાળા પથ્થરને કૃષ્ણ શિલા પણ કહેવાય છે. આ કારણે જ રામલલાની મૂર્તિ શ્યામ રંગની છે. જે પથ્થરની રામલલાની મૂર્તિનું નિર્માણ થયું છે તેમાં અનેક ગુણ છે. તે પથ્થર અનેક રીતે ઘણો જ ખાસ છે.

કેમ ખાસ છે રામલલાની મૂર્તિમાં ઉપયોગ થયેલો પથ્થર?
રામલલાની મૂર્તિના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવાનું પાછળ એક કારણ પણ છે કે જ્યાર રામલલાનો દૂધથી અભિષેક થસે તો દૂધના ગુણમાં પથ્થરના કારણે કોઈ જ બદલાવ નહીં આવે. તે દૂધનો ઉપભોગ કરવાથી સ્વાસ્થય પર કોઈ અસર પણ નહીં પડે. સાથે જ આ પથ્થરની પસંદગી એટલા માટે કરાઈ કે તેના પર કોઈ પણ પ્રકારના એસિડ, આગ કે પાણીનું કોઈ રિએક્શન નથી આવતું. એટલે કે આ હજારોથી પણ વધુ વર્ષો સુધી આમ જ રહેશે. એટલે કે તેમાં કોઈ જ બદલાવ નહીં થાય.

વાલ્મીકિ રામાયણમાં પણ વર્ણન.
વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામના સ્વરુપને શ્યામ વર્ણમાં જ વર્ણિત કરાયો છે. તેથી આ પણ એક કારણ છે કે રામલલાની મૂર્તિનો રંગ શ્યામ છે. સાથે જ રામલલાની પૂજા શ્યામલ રુપમાં જ થાય છે.

મૂર્તિ બનાવતી વખતે અરુણ એક ઋષિની જેમ રહ્યા.
મૂર્તિકાર અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે- મૂર્તિ તૈયાર કરતી વખતે સંપૂર્ણ સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ભોજન, ફળ અને અંકુરિત અનાજ જેવા સીમિત આહારની સાથે છ મહિનાનો સમય વિતાવ્યો. અરુણ યોગીરાજે બનાવેલી રામલલાની મૂર્તિને અયોધ્યામાં રામ મંદિરના ગર્ભ ગૃહમાં સ્થાપના માટે પસંદ કરાઈ તેના પર ખુશી વ્યક્ત કરતા વિજેતાએ કહ્યું કે- અમે આ અંગે ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ અરુણમાં ઘણી જ પ્રતિભા છે. તેમની કળાને દુનિયાભરમાં ઓળખ અને પ્રશંસા મળવી જોઈએ.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

રામલલાની મૂર્તિમાં વિષ્ણુ ભગવાનના 10 અવતાર, એક તરફ હનુમાન તો બીજી બાજુ ગરુડ; બારીકાઈથી જોયા બાદ નજર આવશે આ વિશેષતાઓ.


રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રામલલાની જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેની પૂરી તસવીર આ સમારંભના ત્રણ દિવસ પહેલા જ સામે આવી છે. કાળા પથ્થરથી બનેલી આ પ્રતિમામાં શ્રીરામની ઘણી જ મનમોહક છબી જોવા મળી રહી છે. આભામંડળ એવી કે જેણે નિહારતા જ રહેવાનું મન થાય. જો કે હાલ આ મનમોહક મૂર્તિની આંખ કપડાથી ઢાંકી રાખી છે.

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાના આંખેથી કપડું હટાવશે, જે બાદ સોનાની સળીથી સુરમા લગાવશે. જે બાદ રામલલાને અરીસો બતાવવામાં આવશે.

મૂર્તિમાં શું છે વિશેષતા :-
રામલલાની આ મૂર્તિ કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે. આ મૂર્તિની ખાસ વાત એ છે કે તેણે એક જ પથ્થરથી બનાવવામાં આવી છે, એટલે કે પથ્થરમાં કોઈ પણ બીજો પથ્થર નથી જોડવામાં આવ્યો. આ મૂર્તિનું વજન લગભગ 200 કિલોગ્રામ છે. મૂર્તિની ઉંચાઈ 4.24 ફુટ અને પહોળાઈ ત્રણ ફુટ છે. આ મૂર્તિમાં ભગવાન શ્રીરામને પાંચ વર્ષના બાળ સ્વરુપને દર્શાવવામાં આવી છે. મૂર્તિની એક બાજુ હનુમાન અને બીજી બાજુ ગરુડ જોવા મળે છે.

મૂર્તિમાં ભગવાન વિષ્ણુના કયા કયા અવતાર?
1) મતસ્ય
2) કૂર્મ
3) વરાહ
4) નૃસિંહ
5) વામન
6) પરશુરામ
7) રામ
8) કૃષ્ણ
9) બુદ્ધ
10) કલ્કિ
 
સૂર્ય ભગવાન ઉપરાંત આ છે ધર્મ ચિન્હ :-
રામલલાની આ મૂર્તિમાં મુગટની સાઈડમાં સૂર્ય ભગવાન, શંખ, સ્વસ્તિક, ચક્ર અને ગદા જોવા મળશે. મૂર્તિમાં રામલલાના ડાબા હાથને ધનુષ-બાણ પકડવાની મુદ્રામાં દેખાડવામાં આવી છે. જો કે મૂર્તિ પર હજુ ધનુષ-બાણ નથી લગાડવામાં આવ્યા.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

પહેલા માળે બિરાજશે રામલલા, રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું- તમામ લોકોએ આપ્યું છે યોગદાન.


અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિર લઈને ઘણી જ મહત્વની જાણકારી આપી છે. દૈનિક જાગરણના પત્રકાર એકતા જૈન સાથે વાત કરતા ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું કે મંદિરના પહેલા માળે રામલલા બિરાજશે, જ્યારે બીજા માળે રામલલાનો દરબાર હશે.

નાગર શૈલીમાં બન્યું છે રામ મંદિરઃ ચંદ્રકાંત સોમપુરા.
ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું કે અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર નાગર શૈલીમાં બનાવાયું છે. તેમણે જણાવ્યું કે જ્યારે તમે ઉપર મધ્ય ભારતમાં તો ત્યાંથી આખા હિમાલય સુધી નાગર શૈલીના મંદિર બનેલા છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં લગભગ-લગભગ તમામ મંદિર નાગર શૈલીમાં જ બનાવવામાં આવ્યા છે.

મંદિરનો ત્રીજો માળ આ માટે બનાવવામાં આવ્યો.
મંદિરમાં રામલલા કયાં બિરાજશે તેના પર તેમણે કહ્યું કે- પહેલા માળે રામલલા બિરાજશે અને બીજા માળે રામ દરબાર હશે. તેમણે કહ્યું કે- આ માટે મંદિરની લંબાઈ અને પહોળાઈમાં વધારો કરાયો છે. મુખ્ય આર્કિટેક્ટ સોમપુરાએ કહ્યું કે- જ્યારે લંબાઈ-પહોળાઈ વધારવામાં આવે છે તો તેની ઉંચાઈ પણ વધારવામાં આવે છે. આ જ કારણ છે કે મંદિરનો ત્રીજો માળ બનાવવામાં આવ્યો અને શિખર પણ ઉંચુ કરાયું છે.

વાલ્મીકિ રામાયણનું વર્ણન કરાયું.
સોમપુરાએ રામલલા મંદિરને અનોખું ગણાવતા કહ્યું કે- નીચે પરિક્રમાવાળા ભાગમાં ત્રણ-ત્રણ ફુટના પિલર છે, જેના પર થ્રી ડાઈમેન્શનમાં વાલ્મીકિ રામાયણનું વર્ણન કરાયું છે.

મંદિરના માર્બલ અંગે શું કહ્યું સોમપુરાએ?
અલગ-અલગ જગ્યાએથી માર્બલ મંગાવવા અને પ્રાકૃતિક સુંદરતાથી જોડાયેલા એક સવાલના જવાબમાં ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું કે- પહેલાથી જ એવી વાત હતી કે આખું મંદિર માર્બલનું બનશે પરંતુ અશોક સિંઘલજીના સમયમાં જે અમે વંશીપારપુરના પથ્થર રાખ્યા હતા તેનો પણ ઉપયોગ કરવાનો હતો. તેમણે જણાવ્યું કે- આ મંદિરના નિર્માણમાં અનેક લોકોએ યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વર્ષ 1980ના સમયમાં આ મંદિરના નિર્માણમાં અનેક લોકોએ સવા-સવા રુપિયાનું યોગદાન આપ્યું છે અને તેનો પણ ઉપયોગ અમે કર્યો છે.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

PM મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ બહાર પાડી, ભગવાન શ્રી રામ પર જારી કરાયેલ ટપાલ પુસ્તકનું પણ વિમોચન કર્યું


આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન શ્રી રામ પર જારી કરાયેલ ટપાલ પુસ્તકનું વિમોચન કર્યું છે. ડિઝાઇનમાં રામ મંદિર, ચૌપાઈ 'મંગલ ભવન અમંગલ હરિ', સૂર્ય, સરયુ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કુલ 6 ટપાલ ટિકિટ બહાર પાડી છે, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે.

સૂર્યના કિરણોના સોનાના પાન અને ચોપાઈ આ લઘુચિત્ર શીટને એક જાજરમાન ચિહ્ન આપે છે. પાંચ ભૌતિક તત્વો એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને પાણી, જેને 'પંચભૂતો' તરીકે ઓળખવામાં આવે છે, તે વિવિધ રચના તત્વો દ્વારા પ્રતિબિંબિત થાય છે અને તમામ અભિવ્યક્તિઓ માટે જરૂરી પંચમહાભૂતોની સંપૂર્ણ સંવાદિતા સ્થાપિત કરે છે.

ટપાલ બુક વિવિધ સમાજો પર ભગવાન રામની આંતરરાષ્ટ્રીય અપીલ દર્શાવવાનો પ્રયાસ છે. આ 48 પાનાના પુસ્તકમાં યુએસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને યુએન જેવી સંસ્થાઓ સહિત 20થી વધુ દેશો દ્વારા જારી કરાયેલ ટપાલ આવરી લેવામાં આવ્યા છે.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

108 ફૂટ લાંબી અગરબત્તી, અજય બાણ, 1,100 કિલો સ્ટીલનો દીવો સહિત આ વસ્તુઓ વધારશે અયોધ્યાની શોભા, જાણો વિગતે...


ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. 16 જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે. આ કાર્યક્રમને લઈને દેશ-વિદેશમાં હિંદુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. દેશ-વિદેશથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. આ સાથે જ દેશ-વિદેશથી વિવિધ વસ્તુઓ અયોધ્યા પહોંચાડવામાં આવી રહી છે.

ત્યારે ગુજરાતમાંથી પણ ઘણી બધી વસ્તુઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોકલવામાં આવી છે. ત્યારે જાણો તમામ વસ્તુઓ વિશે.

108 ફૂટ લાંબી અગરબત્તી :-
વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં અયોધ્યા મોકલવામાં આવી છે. જેને 16 જાન્યુઆરીના રોજ પ્રગટાવવામાં આવી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ મહારાજની હાજરીમાં આ અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. પર્યાવરણને અનુકૂળ આ અગરબત્તી લગભગ દોઢ મહિના સુધી ચાલશે અને તેની સુગંધ ઘણા કિલોમીટર સુધી ફેલાશે. આ અગરબત્તીની ઉંચાઈ દિલ્હીના કુતુબ મીનારની લગભગ અડધી છે.

આ અગરબત્તી વડોદરાના વિહા ભરવાડે તૈયાર કરી છે. તેમણે જણાવ્યું કે, આ અગરબત્તીનું વજન 3,610 કિલોગ્રામ છે અને તે લગભગ 3.5 ફૂટ પહોળી છે. તેને 376 કિલો ગુગ્ગુલુ (ગમ રેઝિન), 376 કિલો નારિયેળના છીપ, 190 કિલો ઘી, 1,470 કિલો ગાયનું છાણ અને 420 કિલો ધૂપની લાકડીઓ મિક્સ કરીને બનાવવામાં આવી છે.

 
1,100 કિલો સ્ટીલનો દીવો :-
વડોદરાના રામભક્તે 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવડાવ્યો છે. રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે. જેની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઇ 8 ફૂટ છે. દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે અને દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે.

રામ મંદિરની પ્રિન્ટવાળી ખાસ સાડીઓ :-
સુરતના કપડાં વેપારી લલિત શર્મા તથા રાકેશ જૈને એક વિશેષ સાડી તૈયાર કરી છે, જે ભારતના તમામ રામ મંદિરોમાં માગના આધારે નિઃશુલ્ક મોકલાશે તથા એક સાડી અયોધ્યા તથા જનકપુરીમાં માતા સીતા માટે મોકલવામાં આવશે.
 
અયોધ્યા શ્રી રામ મંદિરમાં સ્થાપિત થશે 44 ફૂટ લાંબો ધ્વજદંડ
અમદાવાદની શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે. એક મુખ્ય ધ્વજદંડની સાથે સાત ધ્વજદંડ બનાવવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય ધ્વજદંડનું વજન 5500 કિલો અને તેની લંબાઈ 44 ફૂટની છે.

અયોધ્યા શ્રી રામ મંદિર માટે ડબગર સમાજે બનાવ્યું 500 કિલોનું 56 ઈંચ મોટું નગારું :-
અમદાવાદમાં અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા ભવ્ય નગારું રામ મંદિરમાં ભેટમાં આપવામાં આવશે. આ નગારાનું વજન 500 કિલો છે અને તેની પહોળાઈ 56 ઈંચ છે. રામ મંદિર માટે તૈયાર કરવામાં આવેલા નગારામાં સોના અને ચાંદીનો ઢોળ પણ ચઢાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં નકશીકામ પણ કરાયું છે.

આ નગારું અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ કરતા સિંહદ્વાર પર મૂકવામાં આવશે. આ નગારું તૈયાર કરવામાં 8 લાખનો ખર્ચ થયો છે. આ નગારાને તૈયાર કરવામાં માટે 25થી વધુ કારીગરો દ્વારા 24 કલાક કામ કરવામાં આવી રહ્યું હતું. આ નગારાને ઉત્તરપ્રદેશના 10 કારીગરો દ્વારા કલાકૃતિ કામ કરાશે.

નગારાની વિશેષતા :-
• 500 કિલો વજન
• 56 ઇંચ ઊંચું
• 56 ઇંચ પહોળું
• સોના-ચાંદીના વરખની પ્રતિકૃતિથી તૈયાર કરાશે
• 1 હજાર વર્ષ નગારાનું આયુષ્ય
• નગારાની આગળ એક રથ તૈયાર કરવામાં આવશે. જેમાં રામ-સીતા માતા અને લક્ષ્‍મજી બિરાજશે.
• રામ મંદિરમાં કુલ 4 નગારા મૂકાશે.
• 25 કરીગરોએ 3 મહિના અલગ-અલગ શિફ્ટમાં 24 કલાક કામ કરી તૈયાર કર્યું.

અજયબાણ :-
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ - અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ અજયબાણના નિર્માણમાં 5 દિવસનો સમય લાગ્યો છે. 15 કારીગરોએ દિવસ રાત 24 કલાકની મહેનતને અંતે અજયબાણનું નિર્માણ કર્યું છે. 5 ફૂટ ની લંબાઈ અને 11.5 કિલોગ્રામ વજન ધરાવતું પંચધાતુમાંથી નિર્મિત આ અજયબાણ બનાવવામાં અંદાજીત 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ અજયબાણને અંબાજી ખાતે લાવવામાં આવ્યું હતું. જે અજયબાણને ગબ્બર ઉપર લઇ જઈને તેની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.

પાઈનવુડમાંથી બનાવ્યું સૌથી મોટું રામ મંદિર :-
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝમાં પાઈનવુડ પર કામ કરતાં 3 યુવાનોએ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરની 3D ઈમેજ જોયા બાદ આવી જ આબેહુબ પ્રતિકૃતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. આથી તેમણે મંદિરની સમગ્ર ડિઝાઈનનો બારીકાઈથી અભ્યાસ કર્યા બાદ સતત 4 દિવસ સુધી 24 કલાક કામ કરીને આ મંદિર તૈયાર કર્યું છે.

640 સ્ક્વેર ફૂટ પાઈનવુડની મદદથી બનેલા આ મંદિરનું વજન 200 કિલો છે. જેની લંબાઈ 7 ફૂટ, પહોળાઈ 4 ફૂટ અને ઊંચાઈ 5 ફૂટ છે. પૂણેના એક વ્યક્તિ દ્વારા આ મંદિરને ખરીદવામાં આવ્યું છે. જેઓ અયોધ્યા ખાતે આ મંદિરને સમર્પિત કરશે.

રામ મંદિરની થીમ પર નેકલેસ :-
સુરતના જ્વેલર્સે 5 હજાર હીરાથી રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો સુરતના રશેસ જ્વેલર્સના કૌશિક કાકડિયાએ 5000 હીરા અને 2 કિલો ચાંદીની મદદથી રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે. 40 કારીગરોએ 35 દિવસની અંદર બનાવેલો આ હાર અયોધ્યામાં રામ મંદિરને ભેટમાં આપવામાં આવશે.

વડોદરામાં રામ મંદિર માટે બની છે તકતીઓ :-
વડોદરામાં મકરપુરા જીઆઈડીસીમાં બરોડા મેટલ લેબલ વર્કર્સમાં અયોધ્યા શ્રી રામ મંદિર માટે ભગવાન રામની મહિમાઓનું વર્ણન કરતી પિત્તળની તકતીઓ બનાવવામાં આવી છે. 43.54 ઇંચ અને 6 એમએમ જાડી તેમજ બીજી 15.36 ઇંચ બાય 6 એમએમ જાડી એવી રીતે કુલ 8 પિત્તળની તકતીઓ પર રામાયણની ગાથા લખેલી છે.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Ignore Tags 🤫
#vats_asodariya #va_blog #va_digital #india #કટ્ટારની_કલમે

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચર્ચામાં છે શંકરાચાર્ય! જાણો તેમના વિશે, હિન્દુ ધર્મમાં કેટલું મહત્વનું છે આ પદ..?


અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી ઘણા લોકો સામેલ થવાના છે. જો કે, આ કાર્યક્રમમાં સામેલ થવાની કટેલાક શંકરાચાર્યએ ઈનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, આ કાર્યક્રમ સનાતન ધર્મ અનુસાર થઈ રહ્યું નથી. ત્યારે જાણો કોણ હોય છે શંકરાચાર્ય અને હિન્દુ ધર્મમાં કેટલું હોય છે આ પદ મહત્વ.

હિંદુ ધર્મમાં શંકરાચાર્ય સર્વોચ્ચ ગુરૂનું પદ હોય છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય હોય છે. જે પ્રકાર બંધારણની વ્યાખ્યા કરવાને લઈને ફાઈનલ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ પાસે હોય છે, તે પ્રકારે હિંદુ ધર્મમાં અને હિંદુ ધર્મગ્રંથોની વ્યાખ્યા કરવા માટે શંકરાચાર્ય સર્વોચ્ચ ગુરૂ હોય છે.

શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો, તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય એક હિંદુ દાર્શનિક અને ધર્મગુરૂ હતા. તેઓ કેરળના એક ગામમાં જન્મ્યા હતા. તેમણે જગદગુરૂના નામથી પણ ઓળખવામાં આવે છે.

આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મની પ્રતિષ્ઠા માટે ભારતમાં ચાર અલગ-અલગ ક્ષેત્રોમાં ચાર મઠોની સ્થાપના કરી હતી. આ ચાર મઠ જ્યોતિર્મઠ (બદ્રીનાથ), શ્રૃંગેરી મઠ (ચિકમંગલૂર), ગોવર્ધન મઠ (જગન્નાથ પુરી ) અને શારદા મઠ (દ્વારકા) છે. વર્તમાન શંકરાચાર્યો વિધુશેખર ભારતી (શ્રૃંગેરી મઠ), નિશ્ચલાનંદ સરસ્વતી (ગોવર્ધન મઠ), સ્વામી અવિમુક્તેશ્વરાનંદ (જ્યોતિર્મઠ) અને સ્વામી સદાનંદ સરસ્વતી (દ્વારકા પીઠ) છે. ચારો ધામોને આદિ શંકરાચાર્યએ જ સ્થાપિત કર્યા હતા.

શંકરાચાર્યના પદ પર બેસનાર વ્યક્તિને ત્યાગી, દંડી સંન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ઘણું જરૂરી છે. આ સિવાય તે વ્યક્તિ રાજનીતિ સાથે જોડાયેલો હોવો જોઈએ નહીં.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

નાગર શૈલી શું છે? રામ મંદિર આ શૈલીમાં જ કેમ બની રહ્યું છે? જાણો તેની ખાસિયત...


રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, અને જેમ જેમ રામલલાની મૂર્તિની સ્થાપનાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તોના મનમાં ઉમંગ વધી રહ્યો છે. રામલલાની મૂર્તિ જ્યાં પોતાનામાં જ અગણિત વિશેષતાઓ રાખે છે, ત્યારે આ મંદિર સાથે જોડાયેલા અનેક તથ્યો પણ સામે આવે છે. મંદિરનું નિર્માણ જ્યાં કોઈ પણ સ્થાન પર લોખંડની વસ્તુનો ઉપયોગ નથી કરાયો અને તેના પાયામાં નીચે કેટલીક વિશેષ વસ્તુઓ લગાડવામાં આવી છે.

જ્યારે આપણે આ મંદિરની સંરચનાની વાત કરીએ તો આ મંદિર નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. હકિકતમાં આ શૈલી મંદિરની સંરચના માટે વિશેષ માનવામાં આવે છે અને આ શૈલીમાં તૈયાર થયેલ મંદિરોની અલગ વિશેષતાઓ હોય છે. ત્યારે જાણીએ નાગર શૈલી શું છે, શું આ ભારતમાં વિકસિત થઈ છે. આ શૈલીમાં કયા રાજાઓનું શું યોગદાન રહ્યું છે, ભારતના કયા વિસ્તારોમાં આ શૈલીના મંદિર બનાવવામાં આવ્યા છે, રામ મંદિરમાં નાગર શૈલીનો ઉપયોગ કઈ રીતે કરાયો. ખાસ વાત એ છે કે આ શૈલીમાં મહાબોધિ મંદિર અને ખજુરાહોના મંદિર પણ બનેલા છે. આ સવાલોના જવાબોમાં જ નાગર શૈલીની વાસ્તુકલા દેખાઈ રહી છે.

અયોધ્યાનું રામ મંદિર નાગર શૈલીમાં બન્યું છે.
જ્યારે પણ કોઈ મંદિરની સંરચનાની વાત થાય છે તો આ અલગ અલગ શૈલીમાં તૈયાર કરવામાં આવે છે. ભારતમાં અનેક પ્રમુખ મંદિર આ શૈલીમાં બનાવવામાં આવ્યા છે જે ભક્તો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે. એવી જ રીતે રામ મંદિરની ડિઝાઈન ગુજરાતના સોમપુરા ફેમિલીએ તૈયાર કરી છે. મંદિરનો આખો નકશો નાગર શૈલીને દેખાડે છે. હકિકતમાં આ શૈલી ઉત્તર ભારતીય હિન્દુ સ્થાપત્ય કલાની છે અને ત્રણ શૈલીઓમાંથી એક છે. એટલું જ નહીં આ શૈલીની સાથે મંદિરમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રામ મંદિરમાં રામજીના બાળ સ્વરુપની મૂર્તિ રાખવામાં આવી રહી છે.

શું હોય છે નાગર શૈલી..?
5મી શતાબ્દી ઈસ્વીની આસપાસ ઉત્પન્ન આ શૈલીએ ભારતના અનેક ક્ષેત્રોમાં મંદિર વાસ્તુકલાને પ્રભાવિત કરી છે. મંદિર વાસ્તુકલાની નાગર શૈલી ઘણાં વર્ષોથી ઉત્તરી ભારતમાં લોકપ્રિય હતી. ઉત્તરી ભારતમાં મોટા ભાગના મંદિરોના નિર્માણ એક પથ્થરના ચબૂતરા પર કરવામાં આવે છે અને તેમાં ઉપર સુધી જવા માટે સીડીઓ લાગેલી હોય છે. આ શૈલીની એક વિશેષતા વિસ્તૃત સીમા દીવાલો કે દ્વારની ઉણપ હોય છે. આ પ્રકારની શૈલીમાં ગર્ભગૃહ સદૈવ સૌથી ઉંચા ટાવરના નીચે સ્થિત હોય છે. આ રીતે મંદિરના શિખરમાં સ્થાપિત કળશ મંદિર શૈલીની વિશેષતા છે.

નાગર શૈલીના પ્રકાર :-
રેખા પ્રસાદ કે લેટિનાઃ આ મંદિરની વિશેષતા એ છે કે ચૌકોર આધારવાળા સરળ શિખર અને અણીદાર શીર્ષોવાળી અંદરની તરફ ઝુકાવદાર દીવાલ હોય છે. પ્રારંભિક મધ્યયુગના મંદિર જેવા મધ્ય પ્રદેશમાં મનખેરા સૂર્ય મંદિર. ઓડિશમાં શ્રીજગન્નાથ મંદિરનું નિર્માણ રેખા પ્રસાદ શિખર શૈલીમાં કરવામાં આવ્યું છે.

શેખરીઃ લેટિનાનું એક રુપ, શિખરમાં એક મુખ્ય રેખા પ્રસાધ શિખર અને કેન્દ્રીય મીનારના બંને બાજુ તેના નાના ટાવરોની એક કે વધુ પંક્તીઓ હોય છે. આ ઉપરાંત મંદિરના ખૂણે મિની શિખરથી સુસજ્જિત હોય છે. ખજુરાહોને હોકંદારી મહાદેવ મંદિર આ શૈલીનું સૌથી પ્રસિદ્ધ મંદિરમાંથી એક છે.

ભૂમિજાઃ એક અન્ય પ્રકારનું નાગર મંદિર જે લેટિના શૈલીથી વિકસિત થયું, તે પરમાર રાજવંશના શાસનકાળ દરમિયાન માલવામાં વિકસિત ભૂમિજાની વાસ્તુકલાનું હતું. આ મંદિરોમાં સપાટ, ઉપરની અને પાતળું પ્રક્ષેપણ હોય છે જેમાં એક કેન્દ્રીત લેટિન પુચ્છ અને પાતળા શિખરો દ્વારા નિર્મિત ચતુર્ભુજા પર એક લઘુ પુચ્છ હોય છે. આ ક્ષૈતિજ અને ઉર્ધવાકાર નક્કાશીવાળું એક નાનું શિખર છે.

નાગર શબ્દની ઉત્પત્તિ નગરથી થઈ.
નાગર શૈલી ભારતમાં જ વિકસિત થઈ છે. નાગર શૈલી ઉત્તર ભારતીય હિન્દુ સ્થાપત્ય કલાની ત્રણમાંથી એક શૈલી છે. નાગર શબ્દની ઉત્પત્તિ નગરથી થઈ છે. આ શૈલી હિમાલયથી લઈને વિંધ્ય પર્વતમાળા સુધી જોવા મળે છે. નાગર શૈલીના મંદિરોની વિશેષ ઓળખ આધારથી લઈને સર્વોચ્ચ એટલે કે ઉપરથી લઈને નીચે સુધી ચતુષ્કોણ હોય છે. નાગર શૈલીથી બનેલા મંદિરોના ગર્ભગૃહ, મંડપ અને અર્દ્ધમંડપ હોય છે. અયોધ્યા કલિંગ, ગુજરાતમાં લાટ અને હિમાલયી ક્ષેત્રમાં પર્વતીય કહેવાય છે.

નાગર શૈલીમાં કોનું યોગદાન રહ્યું છે?
પરમાર શાસકોએ નાગર શૈલીના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. આ શૈલી ઉત્તર ભારતમાં સાતમી શતાબ્દી પછી વિકસિત થઈ છે. જે બાદ પરમાર શાસકોએ વાસ્તુકલાના ક્ષેત્રમાં નાગર શૈલીને પ્રધાનતા આપતા ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિર બનડાવ્યા. નાગર શૈલીનો ક્ષેત્ર ઉત્તર ભારતમાં નર્મદા નદીના ઉત્તરી ક્ષેત્ર સુધી છે. જો કે તે ક્યાંકને ક્યાંક પોતાની સરહદથી આગળ પર વિસ્તારિત છે. એટલે કે ખજુરાહો, સોમનાથ, આબૂ પર્વત રાજસ્થાન ઉપરાંત આ શૈલીમાં લિંગરાજ મંદિર ઓડિશા અને કોણાર્ક ઓડિશા પણ સામેલ છે.

નાગર શૈલીમાં જ કેમ રામ મંદિર બનાવવામાં આવ્યું?
હિન્દુ ધર્મના મંદિરોના નિર્માણમાં ત્રણ પ્રકારની શૈલીઓનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નાગર, દ્રવિડ અને બેસર શૈલીનો પ્રયોગ કરાય છે. પહેલા અયોધ્યાના રામની કલ્પના જે રીતે કરવામાં આવી હતી તે માટે નાગર શૈલીની વિશેષતાઓ સામેલ હતી. સાથે જ દેશના મોટા હિન્દુ મંદિર આ શૈલીમાં જ બનાવવામાં આવ્યા છે.

નાગર શૈલીમાં બનેલા અન્ય મંદિર :-
• કંદારિયા મહાદેવ મંદિર, ખજુરાહો
• લિંગરાજ મંદિર, ભુવનેશ્વર, ઓડિશા
• જગન્નાથ મંદિર, પુરી, ઓડિશા
• કોણાર્કનું સૂર્ય મંદિર, કોણાર્ક, ઓડિશા
• મુકતેશ્વર મંદિર, ઓડિશા
• ખજુરાહોના મંદિર, મધ્યપ્રદેશ
• દેલવાડાના મંદિર, આબૂ પર્વત, રાજસ્થાન
• સોમનાથ મંદિર, સોમનાથ, ગુજરાત
• મહાબોધિ મંદિર, ગયા, બિહાર

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

રામલલાને ભેટમાં આપવામાં આવશે સોનાના ધનુષ-બાણ, જાણો કેટલું છે વજન..?


અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલા વિરાજમાન થશે. અયોધ્યામં થનારા આ ભવ્ય કાર્યક્રમ માટે તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ-વિદેશના લોકો ઉત્સાહિત છે, કોઈ પ્રભુ શ્રીરામને સોનાની ચાખડી ભેટ કરે છે તો કોઈ સોનાના ધનુષ-બાણ. જી.. હાં ભગવાન રામને 23 કેરેટના સોનાના ધનુષ ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલા ભગવાન રામને 23 કેરેટના સોનાના ધનુષ-બાણ ભેટ કરવામાં આવશે. અઢી કિલોગ્રામના વજનના આ ધનુષના નિર્માણમાં લગભગ 700 ગ્રામ સોનાનો ઉપયોગ કરાયો છે. આ ધનુષ અયોધ્યા સ્થિત અમાવા રામ મંદિર દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવશે. અયોધ્યાના અમાવા રામ મંદિરના ટ્ર્સ્ટી શાયન કૃણાલે કહ્યું- 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમે તેમણે ભેટ કરવા માટે સોનાના ધનુષ-બાણ બનડાવી રહ્યાં છીએ. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને 19 જાન્યુઆરીએ આ ભેટ આપવામાં આવશે.

2.5 KG વજનના હશે ધનુષ-બાણ.
શાયન કૃણાલે કહ્યું- ધનુષને તે પ્રકારે જ બનડાવવામાં આવ્યા છે જેવા વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ છે. જેમાં વિભિન્ન તીરના પણ વર્ણન છે. છેલ્લા 200 વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત ચેન્નાઈના કુશળ કારીગર સમુદાય દ્વારા આ ધનુષને તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું કે- આ ધનુષને બનાવવામાં 23 કેરેટ સોનાનો ઉપયોગ કરાયો છે અને 2.5 કિલોગ્રામ વજનના ધનુષને બનાવવામાં લગભગ 600-700 ગ્રામ સોનાનો ઉપયોગ કરાયો છે. તેમણે કહ્યું કે ધનુષ બનાવવામાં લગભગ બે મહિનાનો સમય લાગ્યો છે.

ભેટ કરવામાં આવ્યા સોનાના ખડાઉ.
આ ઉપરાંત ભગવાન રામને સોનાના ખડાઉ ભેટ કરવા માટે 64 વર્ષની એક વ્યક્તિ હૈદરાબાદથી અયોધ્યા માટે હજારો કિલોમીટરની પદયાત્રા શરુ કરી છે. ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી અયોધ્યા-રામેશ્વરમ માર્ગથી યાત્રા કરી રહ્યાં છે, જે માર્ગને ભગવાન રામે વનવાસ દરમિયાન અપનાવ્યો હતો. તેમણે કહ્યું કે- તે રસ્તામાં ભગવાન દ્વારા સ્થાપિત તમામ શિવલિંગના દર્શન કરતા ઊંધા ક્રમમાં આ યાત્રા કરવા માગતા હતા. જે અંતર્ગત 20 જુલાઈએ તેમણે પોતાની યાત્રા શરુ કરી હતી.

8000 કિમીનું અંતર કાપશે.
શાસ્ત્રી પહેલા જ ઓડિશામાં પુરી, મહારાષ્ટ્રમાં ત્ર્યંબક અને ગુજરાતના દ્વારકા જેવા અનેક સ્થળોએ દર્શન કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે- તેઓ પોતાના માથા પર જૂતાં લઈને લગભગ 8000 કિલોમીટરનું અંતર પગપાળા કાપશે. જેણે તેઓ પવિત્ર શહેર પહોંચ્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી દેશે. શાસ્ત્રીએ કહ્યું કે- તેઓ આવકવેરા વિભાગના સેવાનિવૃત્ત અધિકારી ડૉ. રામઅવતાર દ્વારા તૈયાર કરવામાં આવેલા માનચિત્રનું અનુસરણ કરી રહ્યાં છે, જેમણે તે માર્ગ પર 15 વર્ષ સુધી શોધ કર્યું જેનું અનુસરણ ભગવાન રામે વનવાસ દરમિયાન કર્યું હતું.

પોતાની યાત્રાને લઈને શાસ્ત્રીએ કહ્યું- મારા પિતાએ અયોધ્યામાં કારસેવામાં ભાગ લીધો હતો. તેઓ ભગવાન હનુમાનના મોટા ભક્ત હતા. તેમની ઈચ્છા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને જોવાની હતી. હવે તેઓ તો નથી રહ્યાં તેથી તેમની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો છે. શાસ્ત્રીએ કહ્યું કે 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિરમાં પોતાના યોગદાન અંતર્ગત તેમણે અત્યાર સુધીમાં ચાંદીની પાંચ ઈંટ દાન કરી છે.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital