Pages

Showing posts with label Sports. Show all posts
Showing posts with label Sports. Show all posts

Sunday, 24 November 2024

👩🏻‍⚖️ Live Updates :- IPL Auction - 2025 🏏


સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2 દિવસ ચાલેલું IPL મેગા ઓક્શન પૂર્ણ થઈ ગયું છે. હરાજીમાં 182 ખેલાડીઓ વેચાયા હતા, જેમાંથી 62 વિદેશી ખેલાડીઓ છે. રાઈટ ટુ મેચનો 8 વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. 10 ફ્રેન્ચાઇઝીએ રૂ. 639.15 કરોડનો ખર્ચ કર્યો હતો.

ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, તેને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો. 13 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે U-19માં સદી ફટકારનાર બિહારનો લેફ્ટ હેન્ડ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી IPLનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવને રાજસ્થાન રોયલ્સ (RR)એ ખરીદ્યો હતો.

---------------------------------------

🗓️ 25 November, 2024
⌛ 03:00 PM To 08:00 PM

👨🏻‍⚖️ છેલ્લા રાઉન્ડમાં અર્જુન તેંડુલકરને મુંબઈએ ખરીદ્યો.
છેલ્લારાઉન્ડમાં અનસોલ્ડ રહેલા ખેલાડીઓના નામ પાછા આવ્યા. અર્જુન તેંડુલકરને મુંબઈએ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈએ 75 લાખ રૂપિયામાં લિઝાર્ડ વિલિયમ્સનો સમાવેશ કર્યો હતો. રાજસ્થાને કુણાલ રાઠોડને 30 લાખમાં ખરીદ્યો હતો.

બેંગલુરુએ લુંગી એનગિડીને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અભિનંદન સિંહ 30 લાખ રૂપિયામાં બેંગલુરુનો ભાગ બન્યો. કુલવંત ખેજરોલિયાને ગુજરાતે 30 લાખમાં ખરીદ્યો હતો. અશોક શર્માને રાજસ્થાને 30 લાખમાં ખરીદ્યો હતો. વિવેશ પુથુરને મુંબઈએ અને મોહિત રાઠીને બેંગ્લોરે 30-30 લાખમાં ખરીદ્યો હતો.


👨🏻‍⚖️ રાજસ્થાને ક્વેના મફાકાને ખરીદ્યો.
દક્ષિણ આફ્રિકાનો યુવા લેફ્ટ આર્મ પેસર ક્વેના માફાકાને રાજસ્થાને ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી, બેંગલુરુએ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો. જોકે આખરે રાજસ્થાને તેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પ્રવીણ દુબેને પંજાબે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


👨🏻‍⚖️ પ્રવીણ દુબેને પંજાબે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીએ અજય મંડલ અને માનવંત કુમારને 30-30 લાખ રૂપિયામાં ખરીદ્યા. ગુજરાતે કરીમ જનાતને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈએ બેવન જેકોબ્સને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


👨🏻‍⚖️ લખનૌએ બ્રિટ્ઝકીને ખરીદ્યો.
લખનૌ સુપરજાયન્ટ્સે મેથ્યુ બ્રિટ્ઝકીને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમે રાજવર્ધન હંગરગેકર અને અરશિન કુલકર્ણીને પણ 30-30 લાખ રૂપિયામાં ખરીદ્યા.

👨🏻‍⚖️ મોઈન અલી KKRનો ભાગ બન્યો.
ઈંગ્લેન્ડનો લેફ્ટ હેન્ડ ઓલરાઉન્ડર મોઈન અલી બેઝ પ્રાઇસ પર જ વેચાયો હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં તે ચેન્નાઈ તરફથી રમ્યો હતો. KKR એ ઉમરાન મલિકને પણ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હૈદરાબાદે સચિન બેબીને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આન્દ્રે સિદ્ધાર્થને ચેન્નાઈએ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો.


👨🏻‍⚖️ છેલ્લા રાઉન્ડમાં અર્જુન તેંડુલકર વેચાયો.
સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. મુંબઈએ તેને છેલ્લા રાઉન્ડમાં ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સે ડોનોવન ફરેરાને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બેંગલુરુએ સ્વસ્તિક ચિકારાને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો. અનુકુલ રોયને કોલકાતાએ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો. વંશ બેદીને ચેન્નાઈએ 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


👨🏻‍⚖️ ગુજરાતે ફિલિપ્સને ખરીદ્યો.
હરાજીના બીજા રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સે ગ્લેન ફિલિપ્સને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેના પછી અજિંક્ય રહાણેને કોલકાતાએ 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


👨🏻‍⚖️ RCBએ પડિક્કલને ખરીદ્યો.
યુવા લેફ્ટ હેન્ડ બેટ્સમેન દેવદત્ત પડિક્કલ પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો હતો. તેને બેંગલુરુએ બીજા રાઉન્ડમાં રૂ. 2 કરોડની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. તેના પછી લવનીત સિસોદિયાને કોલકાતાએ અને શ્રેયસ ગોપાલને ચેન્નાઈએ 30-30 લાખ રૂપિયામાં ખરીદ્યા.


👨🏻‍⚖️ 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી IPL ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી બન્યો.
રાજસ્થાને 13 વર્ષના લેફ્ટ હેન્ડેડ બેટર વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે.

બિહારનો ખેલાડી આ સિઝનમાં IPLમાં ડેબ્યૂ કરશે, વૈભવે અંડર-19માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. બિહારના વૈભવે 12 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

તેના પિતા સંજીવ સૂર્યવંશી એક ખેડૂત છે. જ્યારે વૈભવ 9 વર્ષનો થયો ત્યારે પિતા સંજીવે તેને નજીકના સમસ્તીપુર શહેરની ક્રિકેટ એકેડમીમાં દાખલ કરાવ્યો.


👨🏻‍⚖️ પંજાબે નાથન એલિસ પર RTMનો ઉપયોગ કર્યો, પરંતુ અંતે ચેન્નઈમાં અંતે
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસને ચેન્નઈએ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1.25 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે તે પંજાબ તરફથી રમ્યો હતો.


👨🏻‍⚖️ ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેથેલ બેંગલુરુ કેમ્પમાં જોડાશે.
ઇંગ્લિશ ઓલરાઉન્ડર જેકબ બેથેલને બેંગલુરુએ રૂ. 2.60 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1.25 કરોડ રૂપિયા હતી. આ તેનું IPL ડેબ્યુ હશે.


👨🏻‍⚖️ પંજાબે પ્રિયાંશ આર્યને 13 ગણી કિંમતે ખરીદ્યો ખરીદ્યો.
દિલ્હીના બેટર પ્રિયાંશ આર્યને પંજાબે બેઝ પ્રાઇસથી લગભગ 13 ગણી એટલે કે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. આ તેનું IPL ડેબ્યુ હશે. પ્રિયાંશે દિલ્હી પ્રીમિયર લીગમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી.


👨🏻‍⚖️ મુંબઈએ વિલ જેક્સને 5.25 કરોડમાં ખરીદ્યો.
ઓલરાઉન્ડર વિલ જેક્સને મુંબઈએ 5.25 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. બેંગલુરુએ તેમના માટે તેના RTM કાર્ડનો ઉપયોગ કર્યો નથી.

ગત સિઝનમાં, તે બેંગલુરુ તરફથી રમ્યો હતો, તેણે 8 મેચમાં 230 રન બનાવ્યા હતા. તેણે ગુજરાત સામે સદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 175 છે. આ ડીલ બાદ MI ફ્રેન્ચાઈઝીના આકાશ અંબાણીએ RCB ડેસ્ક પર જઈને હાથ મિલાવ્યા હતા.


👨🏻‍⚖️ તમિલનાડુના ફાસ્ટ બોલર ગુર્જનપ્રીત CSK સાથે IPL ડેબ્યૂ કરી શકે.
ડાબા હાથના ફાસ્ટ બોલર ગુર્જનપ્રીત સિંહને ચેન્નઈએ 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. ગુર્જનપ્રીતનું આ IPL ડેબ્યૂ હશે.


👨🏻‍⚖️ કોલકાતાની ટીમમાં સ્પેન્સર જોનસન સામેલ.
ડાબા હાથના ઝડપી બોલર સ્પેન્સર જોન્સનને કોલકાતાએ 2.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તે ગુજરાત તરફથી રમ્યો હતો.


👨🏻‍⚖️ સાઈ કિશોર માટે ગુજરાતે RTMનો ઉપયોગ કર્યો.
RTM કાર્ડનો ઉપયોગ કરીને ગુજરાતે સાઈ કિશોરને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી. ગત સિઝનમાં તે માત્ર ગુજરાત માટે જ રમ્યો હતો.


👨🏻‍⚖️ અફઘાન ઓલરાઉન્ડર ઓમરઝાઈ પંજાબ તરફથી રમશે.
અઝમતુલ્લા ઓમરઝાઈને પંજાબે 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તે બેંગલુરુ તરફથી રમ્યો હતો.


👨🏻‍⚖️ ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ટિમ ડેવિડ હવે RCBમાં સામેલ.
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ટિમ ડેવિડને બેંગ્લોરે 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તે મુંબઈ તરફથી રમ્યો હતો, તેણે 13 મેચમાં 241 રન બનાવ્યા હતા.


👨🏻‍⚖️ હૈદરાબાદનો ઓલરાઉન્ડર શાહબાઝ હવે લખનઉ તરફથી રમશે.
ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને લખનઉએ 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તે હૈદરાબાદ તરફથી રમ્યો હતો.


👨🏻‍⚖️ RCB તરફથી રમી ચૂકેલા ઓલરાઉન્ડર રધરફોર્ડને ગુજરાતે ખરીદ્યો.
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર શેરફેન રધરફોર્ડને ગુજરાતે રૂ. 2.60 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા હતી. તે 2022 સિઝનમાં RCB માટે રમ્યો હતો.


👨🏻‍⚖️ કંબોજને 11 ગણી કિંમત મળી, ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યો હતો.
ઝડપી બોલર અંશુલ કંબોજને ચેન્નઈએ બેઝ પ્રાઇસ કરતાં 11 ગણી વધુ એટલે કે 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. ગયા વર્ષે તે મુંબઈ તરફથી રમ્યો હતો.


👨🏻‍⚖️ અલ્લાહ ગઝનફર મુંબઈની ટીમમાં; 4.80 કરોડ મળ્યા.
અફઘાનિસ્તાનના 18 વર્ષના મિસ્ટ્રી સ્પિનર અલ્લાહ ગઝનફરને મુંબઈએ બેઝ પ્રાઇસ કરતાં 6 ગણી વધુ એટલે કે 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી. IPLમાં ગઝનફરની આ પ્રથમ સિઝન હશે. અફઘાનિસ્તાન તરફથી 8 વન-ડે રમીને તેણે 12 વિકેટ લીધી છે.


👨🏻‍⚖️ RCBએ આકાશદીપ પર RTMનો ઉપયોગ કર્યો નહીં.
ફાસ્ટ બોલર આકાશ દીપને લખનઉએ 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. બેંગલુરુએ તેના માટે તેના RTM કાર્ડનો ઉપયોગ કર્યો નથી. તે ગત સિઝનમાં બેંગલુરુ તરફથી રમ્યો હતો. તેની IPL કારકિર્દીમાં તેણે 8 મેચમાં 7 વિકેટ ઝડપી છે.


👨🏻‍⚖️ ચેન્નાઈ તરફથી રમનાર દીપક ચહર હવે MI તરફથી રમશે.
ફાસ્ટ બોલર દીપક ચહરને મુંબઈએ 9.25 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ, 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે ચેન્નઈ માટે 8 મેચમાં 5 વિકેટ લીધી હતી.


👨🏻‍⚖️ દિલ્હીએ RTMનો ઉપયોગ કરીને મુકેશને સામેલ કર્યો.
દિલ્હીએ ફાસ્ટ બોલર મુકેશ કુમારને RTM કાર્ડનો ઉપયોગ કરીને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી પહેલા પંજાબે મુકેશ પર 6.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ દિલ્હીએ તેના RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ પછી પંજાબને તેની અંતિમ બિડ માટે કહેવામાં આવ્યું, જેના પર ટીમે 8 કરોડ રૂપિયાની બોલી લગાવી અને દિલ્હીએ હા પાડી. ગત સિઝનમાં તેણે દિલ્હી માટે 10 મેચમાં 17 વિકેટ લીધી હતી. 2023માં ભારત માટે ડેબ્યૂ કરનાર મુકેશે ત્રણેય ફોર્મેટમાં 26 મેચમાં 32 વિકેટ ઝડપી છે.


👨🏻‍⚖️ સ્વિંગનો કિંગ ભુવનેશ્વર હવે હૈદરાબાદમાંથી નહીં, RCB તરફથી રમશે.
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને બેંગલુરુએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે હૈદરાબાદ માટે 16 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વરે તેની IPL કરિયરની 176 મેચમાં 181 વિકેટ લીધી છે.


👨🏻‍⚖️ સા. આફ્રિકાનો પેસર કોત્ઝી ગુજરાતમાં સામેલ.
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોત્ઝીને ગુજરાતે 2.40 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 1.25 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે મુંબઈ માટે 10 મેચમાં 13 વિકેટ લીધી હતી.


👨🏻‍⚖️ પેસર તુષાર દેશપાંડે હવે રાજસ્થાન તરફથી રમશે.
તુષાર દેશપાંડેને રાજસ્થાને 6.50 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે ચેન્નઈ માટે 13 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. તુષારે આ વર્ષે ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું.


👨🏻‍⚖️ મોટા ચહેરાની બોલી પણ ન લાગી, વિલિયમસન-અજિંક્ય અનસોલ્ડ રહ્યા.
મેગા ઓક્શનના બીજા દિવસે ઘણા મોટા નામો વેચાયા ન હતા. જેમાં શાર્દૂલ ઠાકુર, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, કેએસ ભરત, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિચેલ, શાઈ હોપ, એલેક્સ કેરી અને ડોનોવન ફરેરા અનસોલ્ડ રહ્યા હતા.


👨🏻‍⚖️ ઓલરાઉન્જર્સને સારી કિંમત ન મળી.
ઓલરાઉન્ડર કેટેગરીમાં માર્કો યાન્સેનને પંજાબે 7 કરોડ રૂપિયામાં અને કૃણાલ પંડ્યાને બેંગલુરુએ 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બે સિવાય આ કેટેગરીના મોટા નામ સેમ કરન, વોશિંગ્ટન સુંદર અને રોવમેન પોવેલ સસ્તામાં વેચાયા હતા. ઇંગ્લિશ ઓલરાઉન્ડર કરનને CSKએ રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો હતો. સુંદરને GTએ રૂ. 3.20 કરોડમાં ખરીદ્યો હતો અને પોવેલને KKRએ રૂ. 1.50 કરોડમાં ખરીદ્યો હતો.


👨🏻‍⚖️ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઇંગ્લિસ પંજાબ કિંગ્સમાં સામેલ.
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર જોશ ઇંગ્લિસને પંજાબે 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.


👨🏻‍⚖️ નીતિશ રાણા પર 4.20 રૂપિયામાં બોલી લાગી, રાજસ્થાને તેને ખરીદ્યો.
ઓલરાઉન્ડર નીતિશ રાણાને રાજસ્થાને 4.20 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે કોલકાતા માટે 2 મેચમાં 42 રન બનાવ્યા હતા. તેણે 2023માં કોલકાતાની કેપ્ટનશિપ પણ કરી હતી, જેમાં તેણે 14 મેચમાં 413 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ લીધી હતી.


👨🏻‍⚖️ LSG ઓલરાઉન્ડર કૃણાલ હવે RCB તરફથી રમશે.
ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને બેંગલુરુએ 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. લખનૌએ તેમના માટે તેના RTM કાર્ડનો ઉપયોગ કર્યો નથી. ગત સિઝનમાં તેણે લખનઉ માટે 14 મેચમાં 6 વિકેટ અને 133 રન બનાવ્યા હતા.


👨🏻‍⚖️ પંજાબની ટીમમાં યાન્સેન, 7 કરોડની બોલી.
સા. આફ્રિકન ઓલરાઉન્ડર માર્કો યાન્સેનને પંજાબ કિંગ્સે 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.


👨🏻‍⚖️ સેમ કરન ફરી યેલો જર્સીમાં જોવા મળશે, CSKએ ખરીદ્યો.
ચેન્નઈએ સેમ કરનને 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે, તે પંજાબનો કેપ્ટન હતો અને તેણે 13 મેચમાં 270 રન બનાવ્યા હતા અને 16 વિકેટ લીધી હતી.


👨🏻‍⚖️ ગુજરાતે વોશિંગ્ટન સુંદરને ખરીદ્યો.
વોશિંગ્ટન સુંદરને ગુજરાતે 3.20 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે તેણે હૈદરાબાદ માટે માત્ર 2 મેચ રમી હતી અને 1 વિકેટ લીધી હતી.


👨🏻‍⚖️ પ્રથમ દિવસે ઓક્શનમાં ટોચના 5 ખેલાડીઓ.
ઓક્શનના પ્રથમ દિવસે તમામ પાંચ ટોચના ખેલાડીઓ ભારતીય હતા. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને LSGએ દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન પંત પર ભારે બોલી લગાવી. છેલ્લે, દિલ્હીને પૂછવામાં આવ્યું કે શું તે રાઈટ ટુ મેચ વિકલ્પ સાથે પંતને ખરીદવા માગે છે, દિલ્હીએ હા પાડી. પરંતુ લખનઉએ રૂ. 27 કરોડની બોલી લગાવી અને આ પછી દિલ્હી પાછળ હટી ગયું.

ગઈ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શ્રેયસે 23 નવેમ્બરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 57 બોલમાં 130 રનની ઇનિંગ રમી હતી.

કોલકાતાએ વેંકટેશ અય્યરને ફરીથી ટીમમાં સામેલ કર્યો. છે. KKRએ તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે તે IPL ઈતિહાસનો ત્રીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે. પંજાબે યુઝવેન્દ્ર ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પિનર બની ગયો. ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી લઈને 2024 સુધી તેણે 160 મેચમાં 205 વિકેટ લીધી હતી.

🏏 ઓપનર વોર્નર, બેયરસ્ટો અને પેડિકલ અનસોલ્ડ રહ્યા.
ત્રીજા સેટમાં બે કેપ્ડ બેટર્સ અનસોલ્ડ રહ્યા હતા. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો બેટર ડેવિડ વોર્નર અને ભારતીય બેટર દેવદત્ત પડિકલ માટે કોઈ ટીમે બોલી લગાવી નથી. પંજાબે આફ્રિકન કેપ્ટન એડન માર્કરમને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે. ઇંગ્લેન્ડના ઓપનર જોની બેયરસ્ટોને કોઈએ ખરીદ્યો નથી. છેલ્લી સિઝનમાં ડેવિડ વોર્નર દિલ્હી માટે, પડિકલલ લખનઉ તરફથી અને બેયરસ્ટો પંજાબ તરફથી રમ્યો હતો.

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
🗓️ 24 November, 2024
⌛ 03:00 PM To 08:00 PM
👩🏻‍⚖️ મોહિત શર્મા હવે દિલ્હી તરફથી રમશે...
મોહિત શર્માને દિલ્હીએ 2.20 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. ગયા વર્ષે મોહિતે ગુજરાત માટે 12 મેચમાં 13 વિકેટ ઝડપી હતી.


👩🏻‍⚖️ રાસિખ ડાર સલામ સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી
રાસિખ ડારને બેંગલુરુએ 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 30 લાખ હતી. ગત સિઝનમાં તેણે કોલકાતા માટે 8 મેચમાં 9 વિકેટ લીધી હતી. ડાર આ સિઝનનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે.


👩🏻‍⚖️ 167 સ્ટ્રાઈક રેટ સાથે આશુતોષ રૂ. 3.80 કરોડમાં વેચાયો.
દિલ્હીએ આશુતોષ શર્માને 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. ગત સિઝનમાં તે પંજાબ તરફથી રમ્યો હતો અને તેણે 11 મેચમાં 189 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 167 હતો


👩🏻‍⚖️ 30 લાખની કિંમતનો સમદ 4.20 કરોડમાં વેચાયો.
અબ્દુલ સમદને લખનઉએ 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. હૈદરાબાદે સમદ માટે તેના RTM કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. ગત સિઝનમાં જ્યારે તે હૈદરાબાદ તરફથી રમ્યો હતો ત્યારે તેણે 16 મેચમાં 182 રન બનાવ્યા હતા.


👩🏻‍⚖️ નમન ધીર માટે મુંબઈએ RTMનો ઉપયોગ કર્યો.
નમન ધીરને મુંબઈએ 5.25 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. ગયા વર્ષે પણ તે મુંબઈ તરફથી રમ્યો હતો. તેને રાજસ્થાને ખરીદ્યો હતો, પરંતુ મુંબઈએ તેને RTM કાર્ડનો ઉપયોગ કરીને પરત લીધો હતો.


🗞️ હૈદરાબાદે અભિનવ મનોહરને ખરીદ્યો
અનકેપ્ડ બેટર અભિનવ મનોહરને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 3.20 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. તે ગુજરાત તરફથી છેલ્લી સિઝન રમ્યો હતો. તેના પછી નિશાંત સિંધુને ગુજરાતે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


👩🏻‍⚖️ અંગક્રિશ રઘુવંશી ફરીથી KKR સાથે જોડાયો.
અનકેપ્ડ બેટર અંગક્રિશ રઘુવંશીને ફરી એકવાર કોલકાતાએ ખરીદ્યો હતો. KKRએ તેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસથી 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેના પછી કરુણ નાયરને દિલ્હીએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. યશ ધુલ આ સેટમાં અનસોલ્ડ રહ્યો હતો.


👩🏻‍⚖️ નેહલ વાઢેરા 4.20 કરોડમાં વેચાયો.
સેટ-8માં નેહલ વાઢેરાને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાત અને ચેન્નઈએ પણ તેના માટે બોલી લગાવી હતી. આ સેટમાં અથર્વ તાયડેને હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે અનમોલપ્રીત સિંહ અનસોલ્ડ રહ્યો હતો.


👩🏻‍⚖️ ચેન્નઈએ RTMમાં બોલી લગાવીને નૂર અહેમદને ખરીદ્યો.
અફઘાનિસ્તાનના ચાઈનામેન બોલર નૂર અહેમદને ચેન્નઈએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે ગુજરાત માટે 10 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઇટન્સે RTMનો ઉપયોગ કર્યો, પરંતુ ચેન્નઈએ રૂ. 10 કરોડની બોલી લગાવી. આ પછી ગુજરાતે નૂરને ખરીદવાની ના પાડી.


👩🏻‍⚖️ રાજસ્થાને બેંગલુરુના સ્પિનર હસરંગાને ખરીદ્યો.
શ્રીલંકાના લેગ સ્પિનર વાનિન્દુ હસરાંગાને રાજસ્થાને 5.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2023 સીઝનમાં, તેણે બેંગલુરુ માટે 8 મેચમાં 9 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ SRH પાસે 2 ક્વોલિટી સ્પિનર્સ, ઝામ્પાને પણ ખરીદ્યો.
લેગ સ્પિનર એડમ ઝામ્પાને હૈદરાબાદે 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2020ની સિઝનમાં તેણે રાજસ્થાન માટે 3 મેચમાં 2 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ સ્પિનર રાહુલ ચહર SRH તરફથી રમશે.
સ્પિનર રાહુલ ચહરને હૈદરાબાદે 3.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે પંજાબ માટે 9 મેચમાં 10 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ શ્રીલંકાનો સ્પિનર થિક્સાના 4.40 કરોડમાં વેચાયો.
સ્પિનર મહિશ થિક્સાનાને રાજસ્થાને 4.40 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે ચેન્નઈ માટે 5 મેચમાં 2 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર બોલ્ટ મુંબઈમાં સામેલ
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને મુંબઈએ 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. શરૂઆતમાં રાજસ્થાન અને લખનઉએ ટ્રેન્ટ બોલ્ટ પર બોલી લગાવી, પછી મુંબઈ પ્રવેશ્યું અને જીત્યું. ગત સિઝનમાં તેણે રાજસ્થાન માટે 16 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.


👩🏻‍⚖️ યોર્કર સ્પેશિયાલિસ્ટ દિલ્હીની ટીમમાં સામેલ
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટી નટરાજનને દિલ્હીએ 10.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે હૈદરાબાદ માટે 14 મેચમાં 19 વિકેટ ઝડપી હતી.


👩🏻‍⚖️ ખલીલ અહેમદ ચેન્નઈ ફ્રેન્ચાઈઝીનો ભાગ બન્યો.
ફાસ્ટ બોલર ખલીલ અહેમદને ચેન્નઈએ 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે દિલ્હી માટે 14 મેચમાં 17 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ રાજસ્થાને આર્ચર માટે મુંબઈ તરફથી બોલી જીતી.
ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને રાજસ્થાને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2020ની સિઝનમાં તેણે રાજસ્થાન માટે 14 મેચમાં 20 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ ગુજરાતે ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ખરીદ્યો.
રાઇટ આર્મ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ગુજરાતે 9.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2022ની IPL સિઝનમાં તેણે રાજસ્થાન માટે 17 મેચમાં 19 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ કોલકાતાએ નોર્કિયાને 6.50 રૂપિયામાં ખરીદ્યો.
ફાસ્ટ બોલર એનરિક નોર્કિયાને કોલકાતાએ 6.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે દિલ્હી માટે 6 મેચમાં 7 વિકેટ ઝડપી હતી.


👩🏻‍⚖️ રાજસ્થાનનો ફાસ્ટ બોલર હવે લખનઉની ટીમમાં સામેલ.
લખનઉએ ઝડપી બોલર આવેશ ખાનને 9.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે રાજસ્થાન માટે 16 મેચમાં 19 વિકેટ ઝડપી હતી.


👩🏻‍⚖️ જોશ હેઝલવુડને બેંગલુરુએ 12.50 કરોડમાં ખરીદ્યો.
ઓસ્ટ્રેલિયાના રાઇટ આર્મ ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને બેંગલુરુએ 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. બેંગલુરુએ હેઝલવુડને ફરીથી ટીમમાં સામેલ કર્યો છે. 2021 સિઝનમાં, તેણે બેંગલુરુ માટે 9 મેચમાં 11 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ બેંગલુરુએ વિકેટકીપર બેટર જીતેશ શર્માને ખરીદ્યો.
વિકેટકીપર બેટર જીતેશ શર્માને બેંગલુરુએ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. પંજાબે તેના માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અંતિમ બિડમાં તેને ખરીદવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે બેંગલુરુએ તેના માટે 11 કરોડ રૂપિયાની કિંમત દર્શાવી હતી. પંજાબ તેની સાથે મેળ ખાતું ન હતું. 2024ની IPL સિઝનમાં તેણે પંજાબ માટે 14 મેચમાં 187 રન બનાવ્યા હતા.


👩🏻‍⚖️ હૈદરાબાદે ઈશાનને 11.25 કરોડમાં ખરીદ્યો.
વિકેટકીપર બેટર ઈશાન કિશનને હૈદરાબાદે 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે મુંબઈ માટે 14 મેચમાં 320 રન બનાવ્યા હતા જેમાં એક અડધી સદી સામેલ હતી.


👩🏻‍⚖️ RCBમાં સામેલ થયો ફિલ સોલ્ટ
ઇંગ્લેન્ડનો વિકેટકીપર બેટરન ફિલ સોલ્ટને બેંગલુરુએ 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે કોલકાતા માટે 12 મેચમાં 435 રન બનાવ્યા હતા જેમાં ચાર અડધી સદી સામેલ હતી.


👩🏻‍⚖️ ડી કોક KKR ટીમ સાથે જોડાયો.
પાંચમા સેટમાં સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટર ક્વિન્ટન ડી કોકને કોલકાતાએ 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. લખનઉએ તેના માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. ગત સિઝનમાં લખનઉ તરફથી રમતા તેણે 11 મેચમાં 250 રન બનાવ્યા હતા જેમાં 3 અડધી સદી સામેલ હતી.


👩🏻‍⚖️ મેક્સવેલ ત્રીજી વખત પંજાબમાં સામેલ
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને પંજાબે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. બેંગલુરુએ તેના માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. છેલ્લી સિઝનમાં, બેંગલુરુ તરફથી રમતા, તેણે 10 મેચમાં 52 રન બનાવ્યા અને 6 વિકેટ લીધી. મેક્સવેલ ત્રીજી વખત પંજાબમાં ગયો છે.


👩🏻‍⚖️ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્શ લખનઉની ટીમનો ભાગ.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શને લખનઉએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. દિલ્હીએ તેના માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. ગત સિઝનમાં દિલ્હી તરફથી રમતા તેણે 4 મેચમાં 48 રન બનાવ્યા હતા. ઈજાના કારણે તે બાકીની મેચ રમી શક્યો નહોતો.


👩🏻‍⚖️ પંજાબે સ્ટોઇનિસને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને પંજાબે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં લખનઉ તરફથી રમતા સ્ટોઇનિસે 14 મેચમાં 388 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પણ લીધી હતી.


👩🏻‍⚖️ વેંકટેશ અય્યર IPL ઇતિહાસમાં ત્રીજો સૌથી મોંઘો ભારતીય
ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવનાર વેંકટેશ અય્યરને ફ્રેન્ચાઈઝીએ ફરીથી ટીમમાં સામેલ કર્યો છે. KKRએ તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે તે IPL ઈતિહાસનો ત્રીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે.

બેંગલુરુએ બિડિંગમાં અય્યર પર 23.50 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2024ની IPL સિઝનમાં, અય્યરે કોલકાતા તરફથી રમતા 14 મેચમાં 370 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ લીધી હતી.


👩🏻‍⚖️ અશ્વિન ચેન્નઈમાં પરત ફર્યો.
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનની IPLની પ્રથમ ટીમમાં વાપસી થઈ છે. ચેન્નાઈએ તેને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2024 IPL સિઝનમાં, રવિચંદ્રન અશ્વિને રાજસ્થાન તરફથી રમતા 15 મેચમાં 9 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ ચેન્નઈએ તેના ઓપનર રચિન રવીન્દ્રને ખરીદ્યો.
કિવી બેટર રચિન રવીન્દ્રને ચેન્નઈએ ફરી ટીમમાં સામેલ કર્યો છે. ચેન્નઈએ RTM કાર્ડનો ઉપયોગ કરીને રવીન્દ્રને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં રચિન રવીન્દ્રએ ચેન્નઈ તરફથી રમતા 10 મેચમાં 222 રન બનાવ્યા હતા.


👩🏻‍⚖️ પંજાબે હર્ષલ પર RTMનો ઉપયોગ કર્યો નહીં, હૈદરાબાદે તેને ખરીદ્યો.
હૈદરાબાદે ઓક્શનના ચોથા સેટના ખેલાડી હર્ષલ પટેલને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પંજાબે હર્ષલ માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં, પટેલ પર્પલ કેપ હોલ્ડર હતો. તેણે પંજાબ તરફથી રમતી વખતે 14 મેચમાં 24 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ જેક ફ્રેઝર બીજી વખત દિલ્હીમાં જોડાયો.
ઓપનિંગ બેટર જેક ફ્રેઝર-મેકગર્કને IPLના ઓક્શનમાં દિલ્હીએ બીજી વખત ખરીદ્યો છે. દિલ્હીએ RTM કાર્ડનો ઉપયોગ કરીને 9 કરોડ રૂપિયાની બોલી લગાવીને જેકને ટીમમાં સામેલ કર્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં દિલ્હી તરફથી રમતા જેકે 9 મેચમાં 330 રન બનાવ્યા હતા જેમાં ચાર ફિફ્ટી સામેલ હતી.


👩🏻‍⚖️ વોર્નર અનસોલ્ડ રહ્યો.
ડેવિડ વોર્નર...અનસોલ્ડ રહ્યો... આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર વોર્નર પર કોઈએ બોલી લગાવી નથી.


👩🏻‍⚖️ દેવદત્ત પડિકલ અનસોલ્ડ રહ્યો, માર્કરમ LSGમાં સામેલ.
દેવદત્ત પડિકલ પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો છે. તેને કોઈ ખરીદનાર ન મળ્યો. આવતીકાલે પડિકલને બીજી તક મળી શકે છે. બીજી તરફ એડન માર્કરમને લખનઉ સુપર જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


👩🏻‍⚖️ ચેન્નઈએ રાહુલ ત્રિપાઠીને 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
કેપ્ડ બેટર રાહુલ ત્રિપાઠીને ચેન્નઈએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી. ગત સિઝનમાં ત્રિપાઠીએ હૈદરાબાદ તરફથી રમતા 6 મેચમાં 165 રન બનાવ્યા હતા.


👩🏻‍⚖️ ચેન્નઈએ કોનવેને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
કેપ્ડ બેટર ડેવોન કોનવેને ચેન્નઈએ 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2023ની સિઝનમાં ચેન્નઈ તરફથી રમતા કોનવેએ 16 મેચમાં 672 રન બનાવ્યા હતા.


👩🏻‍⚖️ હેરી બ્રુક દિલ્હી તરફથી રમશે, 6.25 કરોડમાં વેચાયો.
માર્કી લિસ્ટના અંત પછી, દિલ્હીએ કેપ્ડ બેટર હેરી બ્રૂકને ત્રીજા સેટમાંથી રૂ. 6.25 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2023 IPL સિઝનમાં હૈદરાબાદ માટે રમતા, બ્રુકે 11 મેચમાં 190 રન બનાવ્યા હતા, જેમાં એક સદી સામેલ હતી.


👩🏻‍⚖️ 6 ટીમે 12 ખેલાડીઓ પર 180.50 કરોડ રૂપિયા ખર્ચ્યા
ઓક્શનના બીજા રાઉન્ડ સુધી 12 ખેલાડીઓ પર 180.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 7 ભારતીય ખેલાડીઓ રૂ. 126 કરોડમાં અને પાંચ વિદેશી ખેલાડીઓ રૂ. 54.50 કરોડમાં વેચાયા છે. દિલ્હીએ 2-2 ખેલાડીઓને 25.75 કરોડ રૂપિયામાં અને લખનઉએ 34.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. બેંગલુરુએ 1-1 ખેલાડીને 8.75 કરોડ રૂપિયામાં અને હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે કોલકાતા, ચેન્નઈ, રાજસ્થાન અને મુંબઈએ અત્યાર સુધી કોઈ ખેલાડી પર બોલી લગાવી નથી.


👩🏻‍⚖️ દિલ્હીએ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
લખનઉના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલને દિલ્હીએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી રાહુલને પણ પોતાનો કેપ્ટન બનાવી શકે છે. બોલી લગાવ્યા બાદ લખનઉએ રાહુલ માટે તેના RTM કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ગત સિઝનમાં લખનઉ તરફથી રમતા રાહુલે 14 મેચમાં 520 રન બનાવ્યા હતા જેમાં 4 ફિફ્ટી સામેલ હતી.


👩🏻‍⚖️ પંજાબે અત્યાર સુધીમાં 3 ખેલાડીઓ પર 62.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
પંજાબે અત્યાર સુધીમાં 3 ખેલાડીઓ પર સૌથી વધુ 62.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ટીમ પાસે ઓક્શન માટે કુલ 110.50 કરોડ રૂપિયા હતા. હવે ફ્રેન્ચાઈઝી પાસે 47.75 કરોડ રૂપિયા બચ્યા છે. પંજાબે અય્યરને 26.75 રૂપિયામાં, ચહલ અને અર્શદીપને 18-18 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.


👩🏻‍⚖️ લિવિંગસ્ટન બેંગલુરુ તરફથી રમશે.
ઇંગ્લિશ ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટનને બેંગલુરુએ 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. બોલી લગાવ્યા બાદ પંજાબે તેના RTM કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ગત સિઝનમાં પંજાબ તરફથી રમતા લિયામે 7 મેચમાં 111 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ લીધી હતી.


👩🏻‍⚖️ સિરાજ 12.25 કરોડમાં વેચાયો, ગુજરાતે તેને ખરીદ્યો
ગુજરાતે કેપ્ડ ખેલાડી મોહમ્મદ સિરાજને બીજા સેટમાંથી રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. બોલી લગાવ્યા બાદ RCBએ તેના RTM કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ગત સિઝનમાં સિરાજ બેંગલુરુ તરફથી રમ્યો હતો, તેણે 14 મેચમાં 15 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ ચહલ 18 કરોડમાં પંજાબ ગયો, 9 ગણી કિંમત મળી.
પંજાબે કેપ્ડ ખેલાડી યુઝવેન્દ્ર ચહલને બીજા સેટમાંથી 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બની ગયો. તેની મબેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં ચહલ રાજસ્થાન તરફથી રમ્યો હતો, તેણે 15 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી લઈને 2024 સુધી તેણે 160 મેચમાં 205 વિકેટ ઝડપી છે.


👩🏻‍⚖️ ડેવિડ મિલર હવે લખનઉની ટીમમાંથી રમશે.
બીજા સેટના કેપ્ડ ખેલાડી ડેવિડ મિલરને લખનઉએ 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં સાઉથ આફ્રિકાના બેટર ડેવિડ મિલરે ગુજરાત તરફથી રમતા 9 મેચમાં 210 રન બનાવ્યા હતા.


👩🏻‍⚖️ શમી 10 કરોડમાં વેચાયો, હૈદરાબાદે ખરીદ્યો.
બીજી માર્કી લિસ્ટમાંથી કેપ્ડ ખેલાડી મોહમ્મદ શમીને હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.

ગત સિઝનમાં ભારતીય ઝડપી બોલર શમી ઈજાના કારણે રમ્યો ન હતો. અગાઉ તે 2023માં ગુજરાત માટે રમ્યો હતો. આ સિઝનમાં તેણે 17 મેચમાં 28 વિકેટ લીધી હતી અને તે ટુર્નામેન્ટનો પર્પલ કેપ હોલ્ડર પણ હતો.


👩🏻‍⚖️ પ્રથમ 6 ખેલાડીઓ 110 કરોડમાં વેચાયા.
પ્રથમ સેટમાં 6 ખેલાડીઓ પર બોલી લગાવી હતી. આ ખેલાડીઓ પર 4 ટીમે 110 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. લખનઉ સુપરજાયન્ટ્સે રિષભ પંતને રૂ. 27 કરોડમાં અને પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. અર્શદીપ સિંહને રૂ. 18 કરોડમાં, જોસ બટલરને રૂ. 15.75 કરોડમાં, મિચેલ સ્ટાર્કને રૂ. 11.75માં અને કાગિસો રબાડાને રૂ. 10.75 કરોડમાં ટીમમાં સામેલ થયા હતા.


👩🏻‍⚖️ રિષભ પંતને લખનઉએ 27 કરોડમાં સામેલ કર્યો.
રિષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જ્યારે પંતની બોલી રૂ. 20.75 કરોડ સુધી પહોંચી ત્યારે દિલ્હી કેપિટલ્સે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જોકે, લખનઉ સુપર જાયન્ટ્સે બિડિંગ વધારીને સીધી 27 કરોડ કરી દીધી હતી. દિલ્હી કેપિટલ્સે ફરીથી પંત માટે RTM કરવામાં રસ દાખવ્યો નહીં. અને આવી રીતે લખનઉએ પંતને 27 કરોડમાં ટીમમાં સામેલ કર્યો.

પંતને 2020માં દિલ્હીએ તેનો કેપ્ટન બનાવ્યો હતો. આ પછી, બીજા વર્ષે તે કાર અકસ્માતને કારણે ટીમની બહાર થઈ ગયો. પંત 2024માં ફરીથી દિલ્હીની કેપ્ટનશિપમાં પરત ફર્યો હતો. તેણે 13 મેચમાં 446 રન બનાવ્યા જેમાં 3 અડધી સદી સામેલ છે.


👩🏻‍⚖️ દિલ્હીએ સ્ટાર્કને 11.75 કરોડમાં ખરીદ્યો.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક છેલ્લા મિની ઓક્શન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો, તેને કોલકાતાએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક ગત સિઝનમાં કોલકાતા તરફથી રમ્યો હતો, તેણે 14 મેચમાં 17 વિકેટ લીધી હતી.


👩🏻‍⚖️ જોસ બટલર હવે ગુજરાતમાં, 15.75 કરોડમાં ખરીદ્યો.
માર્કી લિસ્ટમાં નંબર-1 ખેલાડી જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે રૂ. 15.75 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ઇંગ્લેન્ડનો સફેદ બોલનો કેપ્ટન જોસ ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. તેણે 2024માં 11 મેચમાં 359 રન બનાવ્યા હતા જેમાં 2 સદી સામેલ હતી.


🏏 શ્રેયસ અય્યર IPL ઈતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર
માર્કી લિસ્ટમાંથી ત્રીજા કેપ્ડ ખેલાડી શ્રેયસ અય્યરને પંજાબે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. અય્યર પહેલા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતાએ છેલ્લી મિની ઓક્શનમાં 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

એક દિવસ પહેલા, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતી વખતે, અય્યરે ગોવા સામે 57 બોલમાં અણનમ 130 રન બનાવ્યા હતા. અય્યર ગયા વર્ષે કોલકાતા તરફથી રમ્યો હતો અને ટીમની કેપ્ટનશિપ કરી હતી અને IPL-15નો ખિતાબ જીત્યો હતો.


👩🏻‍⚖️ અર્શદીપને 18 કરોડ મળ્યા; રબાડા GTમાં સામેલ
પ્રથમ બે ઓક્શન ઝડપી બોલરો માટે યોજાઈ હતી. અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી સાઉથ આફ્રિકાના કાગિસો રબાડાને ગુજરાત ટાઇટન્સે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


🏏 પોન્ટિંગે કહ્યું- ટાર્ગેટ પંજાબને સૌથી સફળ બનાવવાનું છે.
ઓક્શન પહેલાં પંજાબના હેડ કોચ રિકી પોન્ટિંગે કહ્યું, 'કેટલીક સફળ ટીમ સાથે રહીને હું ભાગ્યશાળી રહ્યો છું. થોડા વર્ષો માટે MI અને પછી DC, જ્યાં અમે તેને પ્લેઓફમાં બનાવવા માટે વધુ સારું પ્રદર્શન કર્યું. મને પંજાબ કિંગ્સ લાઇનઅપમાં કેટલાક યુવા ખેલાડીઓનો પરફોર્મન્સ ગમે છે. મારો હેતુ ફ્રેન્ચાઇઝીને IPLની સૌથી મોટી ટીમમાંની એક બનાવવાનો છે.'


🏏 મેગા ઓક્શન ક્યારે છે, સાંભળ્યું કે તે જેદ્દાહમાં છે, ત્યાં કેમ છે? મેગા ઓક્શન અને સામાન્ય ઓક્શન વચ્ચે શું તફાવત છે? અને તેને ક્યાં જોઈ શકાશે?
જવાબ: હા બિલકુલ સાચું સાંભળ્યું છે. IPLનું મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. ઓક્શન 24 નવેમ્બરે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. બિડિંગ રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે, બાકીના ખેલાડીઓનું બિડિંગ બીજા દિવસે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.

BCCI છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં મેગા ઓક્શનને વૈશ્વિક ઈવેન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લું ઓક્શન પણ દુબઈમાં થયું હતું. આ પહેલાં તમામ ઓક્શન ભારતમાં જ યોજાતું હતું.

મેગા ઓક્શન 3 વર્ષમાં એકવાર થાય છે, છેલ્લું ઓક્શન 2022 IPL પહેલા થયું હતું. મેગા ઓક્શનમાં ટીમ બહુ ઓછા ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ વખતે 6 ખેલાડીઓને રિટેન કરવાની મર્યાદા હતી.

મેગા ઓક્શન વચ્ચે મિની ઓક્શન થાય છે, જેમાં ટીમ વધુ ખેલાડીઓને રિટેન કરી શકે છે. 2023 અને 2024 IPL માટે માત્ર મિની ઓક્શન યોજાયો હતો. તમે ટીવી પર 'સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ' પર અને ઓનલાઈન 'જિયો સિનેમા' પર ઓક્શન જોઈ શકો છો. ઉપરાંત, તમે દિવ્ય ભાસ્કર એપ્લિકેશન પર તેના લાઇવ કવરેજને અનુસરી શકો છો.


🏏 ઓક્શનમાં કોણ ભાગ લઈ રહ્યા છે, કેટલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે?
જવાબ: IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ તેમની મેનેજમેન્ટ ટીમ સાથે ઓક્શનમાં ભાગ લેશે. મેગા ઓક્શનમાં ભાગ લેવા માટે 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 577 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા હતા, ટીમે તેમને ખરીદવામાં રસ દાખવ્યો હતો. જેમાં 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે. જેમાંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશોના છે. 331 ખેલાડીઓ અનકેપ્ડ છે, જેમાં 319 ભારતના અને 12 વિદેશના છે.


🏏 દરેક ટીમે કેટલા પૈસાની બિડ કરવી પડશે, શું દરેક ટીમ માટે રકમ અલગ છે?
જવાબ: IPL કમિટીએ ટીમને 120 કરોડ રૂપિયાની પર્સ લિમિટ આપી છે. એટલે કે ટીમ પોતાના 18 થી 25 ખેલાડીઓને ખરીદવા માટે આટલા પૈસા ખર્ચી શકે છે. આટલા પૈસાથી ટીમે પોતાના ટોચના ખેલાડીઓને પણ રિટેન કરવા પડ્યા હતા. રિટેન્શન સમાપ્ત થયા પછી, પંજાબ કિંગ્સ પાસે મહત્તમ 110.50 કરોડ રૂપિયા બાકી છે. જે ટીમે વધુ ખેલાડીઓને રિટેન કર્યા છે, તેમના પર્સમાં ઓછા પૈસા બચ્યા છે.

પંજાબમાં જ 23 ખેલાડીઓ માટે સૌથી વધુ જગ્યાઓ ખાલી છે. તેમના પછી બેંગલુરુમાં 22 અને દિલ્હીમાં 21 ખેલાડીઓની જગ્યા ભરાશે. રાજસ્થાન પાસે સૌથી ઓછા 41 કરોડ રૂપિયા બાકી છે અને ટીમમાં માત્ર 19 ખેલાડીઓની જગ્યા ખાલી છે.


🏏 આ રાઈટ ટુ મેચ એટલે કે RTM કાર્ડ શું છે, તેના નિયમો શું છે, કોની પાસે કેટલા કાર્ડ છે?
જવાબ: જે ટીમે 6 કરતા ઓછા ખેલાડીઓ રિટેન કર્યા છે તેમને ઓક્શનમાં રાઈટ ટુ મેચ એટલે કે RTM કાર્ડ મળશે. RTM કાર્ડથી, ટીમ અગાઉના ખેલાડીને ટીમમાં સામેલ કરી શકશે.

ચાલો એક ઉદાહરણ સાથે RTMને સમજીએ, ધારો કે ગ્લેન મેક્સવેલ, જે RCBનો છેલ્લી સિઝનમાં ભાગ હતો, તેને MIએ ઓક્શનમાં રૂ. 7 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. હવે જો RCB ઇચ્છે તો RTM કાર્ડનો ઉપયોગ કરીને મેક્સવેલને પોતાની સાથે રાખી શકે છે.

જો કે, આ વખતે MI પાસે મેક્સવેલ માટે બિડ વધારવાનો વિકલ્પ પણ હશે. RTMનો ઉપયોગ કર્યા પછી, MI મેક્સવેલ પર 10 કરોડ રૂપિયાની બિડ પણ કરી શકે છે. હવે જો RCB મેક્સવેલને પોતાની સાથે રાખવા માગે છે તો તેમણે 10 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે, તેમના એક RTM કાર્ડનો ઉપયોગ કરાશે. જો RCB ઇનકાર કરે છે, તો મેક્સવેલ 10 કરોડ રૂપિયામાં MI પાસે જશે.

પંજાબ કિંગ્સે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા હતા, તેથી ટીમ હવે RTM કાર્ડથી ઓક્શનમાં ટીમના 4 ખેલાડીઓ ખરીદી શકશે. ઓક્શનમાં બેંગલુરુ પાસે 3 અને દિલ્હી પાસે 2 RTM કાર્ડ હશે. હૈદરાબાદ અને રાજસ્થાન પાસે એક પણ RTM કાર્ડ નથી, જ્યારે બાકીની 5 ટીમ પાસે 1 RTM કાર્ડ છે.


🏏 શું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ખેલાડીઓ પર એકસાથે બોલી લગાવવામાં આવશે? ઓક્શનમાં 79 સેટનો અર્થ શું થાય છે?
જવાબ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા ખેલાડીઓના નામ પહેલા આવશે. 7 સેટમાં 45 કેપ્ડ પ્લેયર્સ હશે, ત્યારબાદ અનકેપ્ડ પ્લેયર્સ હશે. 577 ખેલાડીઓને 79 અલગ-અલગ સેટમાં વહેંચવામાં આવ્યા છે. એક સેટમાં 5 થી 8 ખેલાડીઓ હોય છે. પ્રથમ 7 સેટમાં 45 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે. ખેલાડીઓની પસંદગી માર્કી પ્લેયર, બેટર, બોલર, વિકેટકીપર, ફાસ્ટ બોલર અને સ્પિનરના ક્રમમાંથી કરવામાં આવશે.

સેટ નંબર 8 થી 12 સુધી કુલ 38 અનકેપ્ડ ખેલાડીઓ હશે. તેમની સિરીઝ પણ બેટર, બોલર, વિકેટકીપર, પેસર અને સ્પિનર જેવી જ રહેશે. 13મા સેટથી, આગળના ખેલાડીઓના નામ એ જ ક્રમમાં દેખાશે અને જ્યાં સુધી તે કેટેગરીના ખેલાડીઓ નાબૂદ ન થાય ત્યાં સુધી સેટનું પુનરાવર્તન થશે. પ્રથમ સેટમાં માર્કી એટલે કે ટોચના ખેલાડીઓ પર બિડિંગ કરવામાં આવશે અને છેલ્લા સેટમાં અનકેપ્ડ ઓલરાઉન્ડરો પર બિડિંગ કરવામાં આવશે.


🏏 ઓક્શનમાં કયા ખેલાડીઓની પ્રથમ બોલી લગાવવામાં આવશે? ઓક્શનની સ્પીડ ક્યારે વધશે?
સવાલ- 6: ઓક્શનમાં કયા ખેલાડીઓની પ્રથમ બોલી લગાવવામાં આવશે? ઓક્શનની સ્પીડ ક્યારે વધશે?
જવાબઃ જોસ બટલર, શ્રેયસ અયયર, રિષભ પંત, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ અને મિચેલ સ્ટાર્કના નામ સેટ-1માં છે. આમાંથી એક ખેલાડીનું નામ સૌથી પહેલા આવશે.

17 સેટમાં 116 ટોચના ખેલાડીઓ છે. આનો અર્થ એ છે કે ટીમને ખેલાડીઓની ખરીદી વિશે વિચારવા માટે વધુ સમય મળશે. 117 નંબરના ખેલાડીનું નામ આવતા જ ઓક્શનની ઝડપ વધી જશે. એટલે કે ટીમે 117મા ખેલાડી માટે ઝડપથી બોલી લગાવવી પડશે. ઓક્શન કરનાર 117 થી 577 નંબરના ખેલાડીઓ પર વધુ સમય વિતાવશે નહીં.


🏏 ખેલાડીઓની બેઝ પ્રાઇસ કેટલી છે, કયા બેઝ પ્રાઇસમાં કેટલા ખેલાડીઓ છે?
જવાબ: બેઝ પ્રાઇસ એ એક નિશ્ચિત કિંમત છે, ઓક્શનમાં ખેલાડીની બિડિંગ તેની બેઝ પ્રાઇસથી શરૂ થાય છે. 30 લાખ રૂપિયા સૌથી નાની બેઝ પ્રાઇસ છે, જ્યારે 2 કરોડ રૂપિયા સૌથી વધુ બેઝ પ્રાઇસ છે. 2 કરોડની બેઝ પ્રાઇઝમાં 82 ખેલાડીઓના નામ છે. 1.50 કરોડમાં 27 ખેલાડી, 1.25 કરોડમાં 18 ખેલાડી અને 1 કરોડની બેઝ પ્રાઇસમાં 23 ખેલાડીઓ છે. આ સિવાય 75 લાખ, 50 લાખ, 40 લાખ અને 30 લાખની બેઝ પ્રાઇસમાં 427 ખેલાડીઓ છે.


🏏 ઓક્શન કોણ કરશે, ઓક્શનની હથોડી કોણ ચલાવશે?
જવાબ: BCCI અને IPL કમિટી સંયુક્ત રીતે આ ઓક્શન કરશે. ઓક્શનની હોસ્ટ મલ્લિકા સાગર છે, જે હથોડીને સ્વિંગ કરશે. તેણે છેલ્લું ઓક્શન પણ યોજી હતી. તેના પહેલાં હ્યુજીસ એડમની ઓક્શન કરતા હતા.

જ્યારે ટીમ કોઈ ખેલાડી પર બોલી લગાવે છે, ત્યારે ઓક્શન કરનાર ખેલાડીની કિંમતમાં વધારો થતાં તેની જાહેરાત કરે છે. અંતે, જ્યારે સૌથી વધુ બોલી પ્રાપ્ત થાય છે, ત્યારે ઓક્શન કરનાર ડેસ્ક પર હથોડીને સ્લેમ કરે છે અને તેને વેચવામાં આવે છે અને તે ખેલાડીને ટીમને વેચી દે છે. આ રીતે ઓક્શનની પ્રક્રિયા પૂર્ણ થાય છે.




🏏 શું ડોમેસ્ટિક અને વિદેશી ખેલાડીઓને ખરીદવાની કોઈ મર્યાદા છે? કયો વિદેશી સૌથી વધુ ખરીદી શકે છે?
જવાબ: હા, અલબત્ત તે છે. એક ટીમ વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓ જ ખરીદી શકે છે, કારણ કે મેચના પ્લેઇંગ-11માં વધુમાં વધુ 4 વિદેશી જ રમી શકે છે. ટીમમાં 18 થી 25 ખેલાડીઓ છે, જેને ભરવા માટે ટીમે બાકીના ડોમેસ્ટિક ખેલાડીઓની સાથે 8 વિદેશી ખેલાડીઓને ખરીદવા પડશે.

મુંબઈ, પંજાબ અને બેંગલુરુએ એક પણ વિદેશી ખેલાડીને રિટેન કર્યો નથી, તેથી ટીમ 8 વિદેશી ખેલાડીઓને ખરીદી શકે છે. હૈદરાબાદે સૌથી વધુ 3 વિદેશી ખેલાડીઓને રિટેન કર્યા છે, તેથી ટીમ ફક્ત 5 વિદેશી ખેલાડીઓને જ ખરીદી શકે છે. ઓક્શનમાં કુલ 70 વિદેશી ખેલાડીઓને ખરીદવામાં આવશે.


🏏 ઓક્શન પછી શું થશે? IPLની આગામી સિઝન ક્યારે અને ક્યાં થશે?
જવાબ: 204 ખેલાડીઓ વેચાયા પછી ઓક્શન સમાપ્ત થશે, તમામ ફ્રેન્ચાઇઝીઓ તેમની સંબંધિત ટીમને નવા ખેલાડીઓ સાથે તૈયાર કરશે. આગામી જાન્યુઆરી મહિનાથી જે ખેલાડીઓ નેશનલ ડ્યુટી પર નહીં આવે તેમની સાથે તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

2025 IPLમાં 10 ટીમ વચ્ચે કુલ 74 મેચ રમાશે. ટુર્નામેન્ટની 18મી સિઝન 14 માર્ચથી શરૂ થશે અને 25 મે સુધી ચાલશે. 2024 IPL 22 માર્ચથી 26 મે દરમિયાન રમાઈ હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

©️ Vats Asodariya