અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલા વિરાજમાન થશે. અયોધ્યામં થનારા આ ભવ્ય કાર્યક્રમ માટે તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ-વિદેશના લોકો ઉત્સાહિત છે, કોઈ પ્રભુ શ્રીરામને સોનાની ચાખડી ભેટ કરે છે તો કોઈ સોનાના ધનુષ-બાણ. જી.. હાં ભગવાન રામને 23 કેરેટના સોનાના ધનુષ ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલા ભગવાન રામને 23 કેરેટના સોનાના ધનુષ-બાણ ભેટ કરવામાં આવશે. અઢી કિલોગ્રામના વજનના આ ધનુષના નિર્માણમાં લગભગ 700 ગ્રામ સોનાનો ઉપયોગ કરાયો છે. આ ધનુષ અયોધ્યા સ્થિત અમાવા રામ મંદિર દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવશે. અયોધ્યાના અમાવા રામ મંદિરના ટ્ર્સ્ટી શાયન કૃણાલે કહ્યું- 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમે તેમણે ભેટ કરવા માટે સોનાના ધનુષ-બાણ બનડાવી રહ્યાં છીએ. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને 19 જાન્યુઆરીએ આ ભેટ આપવામાં આવશે.
2.5 KG વજનના હશે ધનુષ-બાણ.
શાયન કૃણાલે કહ્યું- ધનુષને તે પ્રકારે જ બનડાવવામાં આવ્યા છે જેવા વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ છે. જેમાં વિભિન્ન તીરના પણ વર્ણન છે. છેલ્લા 200 વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત ચેન્નાઈના કુશળ કારીગર સમુદાય દ્વારા આ ધનુષને તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું કે- આ ધનુષને બનાવવામાં 23 કેરેટ સોનાનો ઉપયોગ કરાયો છે અને 2.5 કિલોગ્રામ વજનના ધનુષને બનાવવામાં લગભગ 600-700 ગ્રામ સોનાનો ઉપયોગ કરાયો છે. તેમણે કહ્યું કે ધનુષ બનાવવામાં લગભગ બે મહિનાનો સમય લાગ્યો છે.
ભેટ કરવામાં આવ્યા સોનાના ખડાઉ.
આ ઉપરાંત ભગવાન રામને સોનાના ખડાઉ ભેટ કરવા માટે 64 વર્ષની એક વ્યક્તિ હૈદરાબાદથી અયોધ્યા માટે હજારો કિલોમીટરની પદયાત્રા શરુ કરી છે. ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી અયોધ્યા-રામેશ્વરમ માર્ગથી યાત્રા કરી રહ્યાં છે, જે માર્ગને ભગવાન રામે વનવાસ દરમિયાન અપનાવ્યો હતો. તેમણે કહ્યું કે- તે રસ્તામાં ભગવાન દ્વારા સ્થાપિત તમામ શિવલિંગના દર્શન કરતા ઊંધા ક્રમમાં આ યાત્રા કરવા માગતા હતા. જે અંતર્ગત 20 જુલાઈએ તેમણે પોતાની યાત્રા શરુ કરી હતી.
8000 કિમીનું અંતર કાપશે.
શાસ્ત્રી પહેલા જ ઓડિશામાં પુરી, મહારાષ્ટ્રમાં ત્ર્યંબક અને ગુજરાતના દ્વારકા જેવા અનેક સ્થળોએ દર્શન કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે- તેઓ પોતાના માથા પર જૂતાં લઈને લગભગ 8000 કિલોમીટરનું અંતર પગપાળા કાપશે. જેણે તેઓ પવિત્ર શહેર પહોંચ્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી દેશે. શાસ્ત્રીએ કહ્યું કે- તેઓ આવકવેરા વિભાગના સેવાનિવૃત્ત અધિકારી ડૉ. રામઅવતાર દ્વારા તૈયાર કરવામાં આવેલા માનચિત્રનું અનુસરણ કરી રહ્યાં છે, જેમણે તે માર્ગ પર 15 વર્ષ સુધી શોધ કર્યું જેનું અનુસરણ ભગવાન રામે વનવાસ દરમિયાન કર્યું હતું.
પોતાની યાત્રાને લઈને શાસ્ત્રીએ કહ્યું- મારા પિતાએ અયોધ્યામાં કારસેવામાં ભાગ લીધો હતો. તેઓ ભગવાન હનુમાનના મોટા ભક્ત હતા. તેમની ઈચ્છા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને જોવાની હતી. હવે તેઓ તો નથી રહ્યાં તેથી તેમની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો છે. શાસ્ત્રીએ કહ્યું કે 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિરમાં પોતાના યોગદાન અંતર્ગત તેમણે અત્યાર સુધીમાં ચાંદીની પાંચ ઈંટ દાન કરી છે.
✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)
Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital
No comments:
Post a Comment