Pages

Sunday, 21 January 2024

496 વર્ષના સિમાચિહ્નોની કહાની - ઈસ. 1528 થી વર્ષ 2024 સુધીની સફર...

496 વર્ષના સિમાચિહ્નોની કહાની - 
ઈસ. 1528 થી વર્ષ 2024 સુધીની સફર...

9 નવેમ્બર 1989ના દિવસે પણ રામમંદિર શિલાન્યાસ થયો હતો, દલિત સમુદાયના કામેશ્વર ચૌપાલે પહેલી ઈંટ મૂકી હતી 1528માં બાબરના સુબેદાર મીર બાકીએ બાબરી મસ્જિદ બનાવી હતી, પૂરાતત્વ વિભાગના અહેવાલમાં અહીં મૂળભૂત રીતે મંદિર હોવાના પૂરાવા મળ્યા હતા.

આખરે 492 વર્ષ પછી અયોધ્યામાં ફરીથી રામમંદિરના નિર્માણનો શુભારંભ થઈ રહ્યો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કરી તેનો આરંભ કર્યો. જોકે, 30 વર્ષ 8 મહિના 27 દિવસ અગાઉ પણ રામમંદિરનો શિલાન્યાસ થયો હતો. એ પછી આ બીજો શિલાન્યાસ હતો.

વિતેલા 492 વર્ષોમાં અયોધ્યાએ અનેક રંગ બદલાતા જોયા છે. મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી. મસ્જિદ પણ તૂટી, ફરીથી બની. 167 વર્ષ પહેલાં મંદિર-મસ્જિદ વિવાદને લીધે પહેલી વાર હિંસા પ્રસરી અને 162 વર્ષ પહેલાં આ વિવાદ સંદર્ભે પહેલી FIR દાખલ થઈ અને મામલો અદાલતમાં પહોંચ્યો. એ પછી લાંબી કાનૂની લડાઈ બાદ 8 મહિના 27 દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતે રામલલ્લાને યથાસ્થાને પુનઃ વિરાજમાન કરવાનો આદેશ આપ્યો. આ દરેક આંકડાઓ પોતે જ હવે એક ઈતિહાસ ગણાવાના છે.

એક લાંબી કાનૂની લડાઈની કહાની.. દેશના સૌથી લાંબા વિવાદની કહાની... શ્રદ્ધા અને વિશ્વાસની કહાની... સંઘર્ષની કહાની... સંયોગની કહાની અને ન્યાયની જીતની કહાની... આ અહેવાલમાં આંકડાઓના માધ્યમથી અમે એ દરેક કહાનીને જણાવી રહ્યા છીએ.

🔶1526માં બાબર ઈબ્રાહિમ લોદી સામે યુદ્ધ કરવા ભારત આવ્યો હતો. પાણીપતના યુદ્ધમાં લોદીને હરાવ્યા પછી બાબર હિન્દનો શહેનશાહ બન્યો. તેનાં બે વર્ષ બાદ 1528માં બાબરના સુબેદાર મીરબાકીએ 1528માં અયોધ્યામાં એક મસ્જિદ બનાવી અને શહેનશાહ બાબરના નામે તેને બાબરી મસ્જિદ તરીકે ઓળખાવી. 330 વર્ષ પછી 1558માં આ મસ્જિદને મૂળ રામજન્મસ્થાને રહેલું મંદિર ગણાવીને હિન્દુઓએ ત્યાં પૂજા-અર્ચના કરવાનો પ્રયાસ કર્યો એ સાથે વિવાદનો આરંભ થયો. મંદિરમાં પૂજા-આરતીના હિન્દુઓએ એકથી વધુ પ્રયાસો કર્યા પછી વિવાદિત સ્થાન અંગે સત્તાવાર સૌપ્રથમ FIR થઈ.

અયોધ્યા રિવિઝેટેડ નામના પુસ્તકના દાવા પ્રમાણે, 1 ડિસેમ્બર 1858માં અવધના થાણેદાર શીતળ દુબેએ પોતાના તપાસ અહેવાલમાં લખ્યું કે પરિસરમાં ચબૂતરો બનાવેલો છે. સમગ્ર વિવાદમાં આ અહેવાલ એ સૌથી પહેલો કાનૂની દસ્તાવેજ છે જે વિવાદિત સ્થાને રામમંદિરના પ્રતીક હોવાનું જણાવે છે.

આ ઘટનાના 27 વર્ષ પછી મામલો અદાલતમાં પહોંચ્યો. મહંત રઘુબરદાસે ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રામ જન્મસ્થાન પર મંદિર બનાવવાની પહેલી અરજી દાખલ કરી. જોકે કોર્ટે તેમની અરજી રદ કરી દીધી હતી. કોર્ટના એ ફેંસલા સામે 1886માં ફરી પુનઃવિચાર અરજી થઈ. એ અરજી પણ રદ કરી દેવામાં આવી.

1949માં 22-23 ડિસેમ્બરે વિવાદિત સ્થળે મુખ્ય ઘુમ્મટ નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપવામાં આવી. આ મૂર્તિ સ્થાપન ગેરકાયદે હોવા અંગે 23 ડિસેમ્બરે ફરિયાદ દાખલ થઈ. એ પછી પરિસરના દરવાજે તાળુ મારી દેવામાં આવ્યું. તત્કાલિન પાલિકા અધ્યક્ષને વિવાદિત સ્થાનના રિસિવર બનાવવામાં આવ્યા. 5 જાન્યુઆરી 1950ના રોજ પાલિકા અધ્યક્ષ પ્રિયદત્તરામ પ્રથમ રિસિવર બન્યા હતા. 1950થી શરૂ થયેલી કાનૂની લડાઈ છેક 2019 સુધી ચાલતી રહી. આખરે 69 વર્ષ પછી તેનો ચૂકાદો આવ્યો.

🔶496 વર્ષના સીમાચિહ્નોની કહાની:-
👉1528 :- બાબરના સુબેદાર મીરબાકીએ અયોધ્યામાં મસ્જિદ બનાવી અને તેને બાબરી મસ્જિદ નામ આપ્યું.
👉1853 :- અવધના નવાબ વાજિદ અલીશાહના સમયમાં પહેલી વાર અયોધ્યામાં કોમી તોફાનો થયા. હિન્દુ સમુદાયે પહેલી વાર દાવો કર્યો કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.
👉1885 :- મહંત રઘુબર દાસે ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રામ જન્મસ્થાન પર મંદિર બનાવવા અંગે અરજી કરી, જે અદાલતે ખારિજ કરી દીધી.
👉1949 :- વિવાદિત સ્થાને મુખ્ય ઘુમ્મટ નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. આ અંગે ફરિયાદ થયા પછી પરિસરના દરવાજે તાળુ મારી દેવામાં આવ્યું.
👉1950 :- હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદ અને પરમહંસ રામચંદ્ર દાસે ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરીને રામલલ્લાની મૂર્તિની નિયમિત પૂજા-અર્ચના કરવાની માંગણી કરી.
👉1959 :- નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થાને માલિકી હકનો દાવો કર્યો.
👉1961:- સુન્ની વકફ બોર્ડે મૂર્તિ સ્થાપિત કરવા અંગે અદાલતમાં અરજી કરી અને મસ્જિદ તેમજ આસપાસના સ્થળે માલિકી હકનો દાવો કર્યો.
👉1981:- ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે જમીનની માલિકીના હક માટે વધુ એક દાવો કરી કાનૂની ગૂંચ વધારી.
👉8 એપ્રિલ 1984 :- દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે રામમંદિર નિર્માણ અંગે વિશાળ ધર્મસંસદ બોલાવવામાં આવી અને ઠરાવ પસાર કરવામાં આવ્યો.
👉1986: સ્થાનિક અદાલતે પૂજા માટે પરિસરના દરવાજા ખોલવાની મંજૂરી આપે એ સાથે વિવાદ વધુ વકર્યો.
👉1989 :- 1 જુલાઈએ નિવૃત્ત જજ દેવકીનંદન અગ્રવાલે ફૈઝાબાદ અદાલતમાં એમિકસ ક્યુરી તરીકે અરજી દાખલ કરી.
1989 :- અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થાને યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો. 
9 નવેમ્બર 1989 :- દલિત સમુદાયના કામેશ્વર ચૌપાલના હસ્તે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. કામેશ્વર આજે પણ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી છે.
👉1990 :- લાલકૃષ્ણ અડવાણીએ દેશભરમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો આરંભ કર્યો.
👉1992 :- 6 ડિસેમ્બરે કારસેવા દરમિયાન અયોધ્યામાં વિવાદાસ્પદ ઈમારત તોડી પાડવામાં આવી.
👉1993 :- કેન્દ્ર સરકારે વિવાદિત વિસ્તાર આસપાસની 67.7 એકર જમીન હસ્તગત કરી.
👉1994 :- કેન્દ્રના નિર્ણયની વિરુદ્ધમાં દાખલ થયેલી અરજી સંદર્ભે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈસ્લામના આદેશ અનુસાર નમાજ પઢવા માટે મસ્જિદની આવશ્યકતા નથી.
👉2002 :- અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થળની જમીનના માલિકી હક અંગેના દાવાઓની સુનાવણી શરૂ કરી.
👉2003 :- સર્વોચ્ચ અદાલતે વિવાદિત સ્થળમાં કોઈપણ પ્રકારની ધાર્મિક ગતિવિધિ પર રોક લગાવી. પૂરાતત્વ વિભાગ દ્વારા પોતાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો જેમાં વિવાદિત સ્થાન પર કોઈ જૂની ઈમારત હોવાના સબૂત રજૂ કરવામાં આવ્યા.
👉2009 :- જસ્ટિસ લિબ્રાહન પંચે પોતાના અહેવાલમાં 68 લોકો પર કાર્યવાહીની ભલામણ કરી. જેમાં અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા ટોચના નેતાઓના નામ હતા.
👉2010 :- અલ્હાબાદ હાઈકોર્ટે 2 વિ. 1થી ચૂકાદો આપ્યો અને વિવાદિત સ્થળને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા તેમજ રામલલ્લા બિરાજમાન વચ્ચે સમાન હિસ્સે વહેંચી આપ્યો.
👉2011 :- સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા સામે સ્ટે આપ્યો.
👉2016 :- સુબ્રહ્મણ્યમ સ્વામીએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને વિવાદિત સ્થળે રામમંદિર નિર્માણની માંગણી કરી.
👉2017 :- સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધિશ જે.એસ. ખેરે કોર્ટની બહાર સમાધાનનું સુચન કર્યું.
👉2018 :- સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદ અંગેની તમામ અરજીઓ પર સૂનાવણી શરૂ કરી.
👉2019 :- સર્વોચ્ચ અદાલતે કેસની સૂનાવણી માટે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ 5 જજોની બેન્ચ બનાવી.
👉 6 ઓગસ્ટ 2019 :- સર્વોચ્ચ અદાલતની બંધારણિય બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા સામે દાખલ થયેલી બંને પક્ષોની અરજીની સૂનાવણી શરૂ કરી.
👉 16 ઓક્ટોબર 2019 :- સર્વોચ્ચ અદાલતે તમામ પાસાંઓની સૂનાવણી પૂરી કરી.
👉 9 નવેમ્બર 2019: સર્વોચ્ચ અદાલતે વિવાદિત સ્થાન પર રામલલ્લા બિરાજમાનનો જ અધિકાર હોવાનું સ્વીકાર્યું અને મંદિર નિર્માણ માટે આદેશ કર્યો.
👉 22 જાન્યુઆરી, 2024 :- પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન અયોધ્યા નગરીમાં રામલીલાની મુર્તિની સ્થાપના.

Read More Aarticles:-












✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)
Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

No comments:

Post a Comment