Pages

Sunday, 21 January 2024

રામલલાની મૂર્તિનો રંગ કાળો કેમ? જાણો તેની પાછળનું કારણ.


અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી પૂરી થઈ ગઈ છે અને 22 જાન્યુઆરીએ શુભ મુર્હૂતમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા ભગાવાન રામની મૂર્તિની તસવીર સામે આવી જેમાં તેઓ બાળ સ્વરુપમાં શ્યામ પથ્થરમાંથી તૈયાર થઈ છે. એવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે રામલલાની મૂર્તિ કાળી કે શ્યામ કેમ છે?

રામલલાની મૂર્તિ શ્યામ કેમ?
રામલલાની મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરથી થયું છે. આ કાળા પથ્થરને કૃષ્ણ શિલા પણ કહેવાય છે. આ કારણે જ રામલલાની મૂર્તિ શ્યામ રંગની છે. જે પથ્થરની રામલલાની મૂર્તિનું નિર્માણ થયું છે તેમાં અનેક ગુણ છે. તે પથ્થર અનેક રીતે ઘણો જ ખાસ છે.

કેમ ખાસ છે રામલલાની મૂર્તિમાં ઉપયોગ થયેલો પથ્થર?
રામલલાની મૂર્તિના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવાનું પાછળ એક કારણ પણ છે કે જ્યાર રામલલાનો દૂધથી અભિષેક થસે તો દૂધના ગુણમાં પથ્થરના કારણે કોઈ જ બદલાવ નહીં આવે. તે દૂધનો ઉપભોગ કરવાથી સ્વાસ્થય પર કોઈ અસર પણ નહીં પડે. સાથે જ આ પથ્થરની પસંદગી એટલા માટે કરાઈ કે તેના પર કોઈ પણ પ્રકારના એસિડ, આગ કે પાણીનું કોઈ રિએક્શન નથી આવતું. એટલે કે આ હજારોથી પણ વધુ વર્ષો સુધી આમ જ રહેશે. એટલે કે તેમાં કોઈ જ બદલાવ નહીં થાય.

વાલ્મીકિ રામાયણમાં પણ વર્ણન.
વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામના સ્વરુપને શ્યામ વર્ણમાં જ વર્ણિત કરાયો છે. તેથી આ પણ એક કારણ છે કે રામલલાની મૂર્તિનો રંગ શ્યામ છે. સાથે જ રામલલાની પૂજા શ્યામલ રુપમાં જ થાય છે.

મૂર્તિ બનાવતી વખતે અરુણ એક ઋષિની જેમ રહ્યા.
મૂર્તિકાર અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે- મૂર્તિ તૈયાર કરતી વખતે સંપૂર્ણ સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ભોજન, ફળ અને અંકુરિત અનાજ જેવા સીમિત આહારની સાથે છ મહિનાનો સમય વિતાવ્યો. અરુણ યોગીરાજે બનાવેલી રામલલાની મૂર્તિને અયોધ્યામાં રામ મંદિરના ગર્ભ ગૃહમાં સ્થાપના માટે પસંદ કરાઈ તેના પર ખુશી વ્યક્ત કરતા વિજેતાએ કહ્યું કે- અમે આ અંગે ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ અરુણમાં ઘણી જ પ્રતિભા છે. તેમની કળાને દુનિયાભરમાં ઓળખ અને પ્રશંસા મળવી જોઈએ.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

No comments:

Post a Comment