રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રામલલાની જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેની પૂરી તસવીર આ સમારંભના ત્રણ દિવસ પહેલા જ સામે આવી છે. કાળા પથ્થરથી બનેલી આ પ્રતિમામાં શ્રીરામની ઘણી જ મનમોહક છબી જોવા મળી રહી છે. આભામંડળ એવી કે જેણે નિહારતા જ રહેવાનું મન થાય. જો કે હાલ આ મનમોહક મૂર્તિની આંખ કપડાથી ઢાંકી રાખી છે.
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાના આંખેથી કપડું હટાવશે, જે બાદ સોનાની સળીથી સુરમા લગાવશે. જે બાદ રામલલાને અરીસો બતાવવામાં આવશે.
મૂર્તિમાં શું છે વિશેષતા :-
રામલલાની આ મૂર્તિ કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે. આ મૂર્તિની ખાસ વાત એ છે કે તેણે એક જ પથ્થરથી બનાવવામાં આવી છે, એટલે કે પથ્થરમાં કોઈ પણ બીજો પથ્થર નથી જોડવામાં આવ્યો. આ મૂર્તિનું વજન લગભગ 200 કિલોગ્રામ છે. મૂર્તિની ઉંચાઈ 4.24 ફુટ અને પહોળાઈ ત્રણ ફુટ છે. આ મૂર્તિમાં ભગવાન શ્રીરામને પાંચ વર્ષના બાળ સ્વરુપને દર્શાવવામાં આવી છે. મૂર્તિની એક બાજુ હનુમાન અને બીજી બાજુ ગરુડ જોવા મળે છે.
મૂર્તિમાં ભગવાન વિષ્ણુના કયા કયા અવતાર?
1) મતસ્ય
2) કૂર્મ
3) વરાહ
4) નૃસિંહ
5) વામન
6) પરશુરામ
7) રામ
8) કૃષ્ણ
9) બુદ્ધ
10) કલ્કિ
સૂર્ય ભગવાન ઉપરાંત આ છે ધર્મ ચિન્હ :-
રામલલાની આ મૂર્તિમાં મુગટની સાઈડમાં સૂર્ય ભગવાન, શંખ, સ્વસ્તિક, ચક્ર અને ગદા જોવા મળશે. મૂર્તિમાં રામલલાના ડાબા હાથને ધનુષ-બાણ પકડવાની મુદ્રામાં દેખાડવામાં આવી છે. જો કે મૂર્તિ પર હજુ ધનુષ-બાણ નથી લગાડવામાં આવ્યા.
✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)
Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital
No comments:
Post a Comment