રામ ભક્તો વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહ્યાં હતા તેણે સપનું સાકાર થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. 22 જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. શહેરથી લઈને ગામ સુધી લોકો રામલલાના ઉત્સાહમાં ડૂબી ગયા છે અને દરેક ગલી-ચોકમાં લોકોને ભગવાન રામના ગીત સાંભળવા મળી રહ્યાં છે. દેશભરમાંથી લોકો પોતાના અંદાજમાં રામલલાને ભેટ-ઉપહાર આપી રહ્યાં છે.
આ વચ્ચે સુરતના એક હીરા કલાકારે હીરાનો ઉપયોગ કરીને રામ મંદિર બનાવ્યું છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
સુરતના એક કલાકારે 9,999 હીરાનો ઉપયોગ કરીને અયોધ્યાના રામ મંદિરની કલાકૃતિ બનાવી છે. હીરા કારીગરે હીરાથી જડેલી સુંદર વોલ ફ્રેમ તૈયાર કરી છે. આ વોલ ફ્રેમ પર સુરતના સિગ્નેચર બ્રોકેડ છે જેના પર રામની આકૃતિ અને જયશ્રી રામ લખેલું છે. હીરાથી તૈયાર થયેલા રામ મંદિરને જોવામાં ઘણું જ આકર્ષક લાગી રહ્યું છે.
સુરતના કલાકાર ઉપરાંત અન્ય કલાકારો પણ પોતાના અંદાજમાં રામ મંદિરની કલાકૃતિ તૈયાર કરી છે. પશ્ચિમ બંગાળના એક યુવકે 20 કિલો પારલેજીના બિસ્કિટનો ઉપયોગ કરીને રામ મંદિરની એક શાનદાર રેપ્લિકા બનાવી છે. જ્યારે એક કલાકારે પેન્સિલની અણી પર ભગવાન રામની તસવીર બનાવી છે.
101 કિલો સોનાનું દાન :-
તો સુરતના જ એક હીરા વેપારીએ રામ મંદિર માટે 101 કિલો સોનું મોકલ્યું છે. આ દાનવીર છે દિલીપકુમાર વી. લાખી. જેઓ સુરતની સૌથી મોટી હીરા ફેક્ટરીમાંથી એકના માલિક છે. એક રિપોર્ટ મુજબ, રામ મંદિરમાં લગાડવામાં આવેલા 14 સ્વર્ણ જડિત દ્વાર માટે તેમણે 101 કિલો સોનું મોકલ્યું છે. માનવામાં આવે છે કે રામજન્મભૂમિ ટ્રસ્ટને મળેળું અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન છે.
સોનાનો ઉપયોગ રામ જન્મભૂમિ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂલ, ડમરુ અને સ્તંભોને ચમકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના દ્વારની સાથે સાથે મંદિરના ભૂતળ પર 14 સ્વર્ણ દ્વાર લગાડવામાં આવ્યા છે. બીજું સૌથી મોટું દાન કથાવાચક મોરારી બાપૂના અનુયાયીઓએ આપ્યું છે. તેમણે રામમંદિર માટે 16.3 કરોડ રુપિયા આપ્યા છે. આ ઉપરાંત સુરતના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રુપિયા મંદિરને સમર્પિત કર્યા છે. ધોળકિયા શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટસના સંસ્થાપક છે.
માર્ચ 2023 સુધી રામમંદિરને 3 હજાર કરોડ રુપિયાથી વધુનું દાન મળી ગયું છે. મંદિર નિર્માણમાં અત્યાર સુધીમાં લગભગ 1 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરાયો છે. કામ પુરું થશે ત્યાં સુધીમાં લગભગ 300 કરોડ રુપિયા ખર્ચ થશે તેવું અનુમાન છે.
✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)
Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital
No comments:
Post a Comment