International Day of Innocent Children Victims of Aggression
દુનિયાભરમાં લગભગ 2,50,000 બાળસૈનિક છે જે ભણવાના બદલે યુદ્ધમાં જોડાયેલા છે. અસંખ્ય બાળકોનું અપહરણ કરીને તેને લડવા મોકલી દેવામાં આવે છે. અમુક બાળકોને ભૂખ અને ગરીબીને લીધે બળવાખોર બનાવી પોતાના જ દેશની સરકાર સામે અથવા પાડોશી દેશ સામે લડાઈમાં જોડી દેવામાં આવે છે. લાખો બાળકો બાળમજૂરી, શારીરિક યૌન શોષણ, મનુષ્ય તસ્કરી - માણસની હેરા ફેરી વગેરેમાં સપડાઈ જાય છે.
ક્લહ - ગૃહ યુદ્ધ કે એવી કોઈ પણ લડાઈમાં કુદરતી આફત ઉમેરો કરે છે, જેનું એક ઉદાહરણ છે કે, સન 2009ની સાલમાં ગૃહ યુદ્ધથી ગ્રસિત સોમાલિયા નામના આફ્રિકાના દેશમાં પાંચ વર્ષથી નાના 13,000 બાળકો દુકાળને લીધે મૃત્યુ પામ્યા. સમગ્ર વિશ્વમાં યુદ્ધ કે લડાઈમાં એક અંદાજ મુજબ 18 વર્ષથી નાની 15,00,00,000 છોકરીઓ જાતીય સતામણીનો ભોગ બને છે. આ બધા દુરાચાર અને શોષણને લીધે બાળકો સામાન્ય રીતે સમાજમાં પોતાનું યોગદાન આપી શકતા નથી અને અંતે એ બધા ગરીબીના વિષ ચક્રમાં પેઢી દર પેઢી કાયમને માટે ફસાય જાય છે.
ચોંકાવનારી હકીકત : દુનિયાભરમાં લગભગ 5,00,00,000 લોકો વિસ્થાપિત છે જેમાંથી 2,50,00,000 તો બાળકો છે. મોટા ભાગના લોકો યુદ્ધના કારણે ઘર છોડી નાસી જાય છે. સાંપ્રત સમયમાં યુદ્ધ પીડિત લોકોમાં સૈનિકો કરતા સામાન્ય નાગરીકો વધારે પરેશાન થયા છે જે આંક 5% થી વધીને 90% જેટલો થઇ ગયો છે. વિશ્વમાં 87 દેશોમાં 6,00,00,000 ભૂમીગત સુરંગ બિછાવેલી છે, જેનાથી 10,000 લોકો ભોગ બનીને પગ કે હાથ ગુમાવી દે છે. આમાં ખુલ્લામાં રમતા નિર્દોષ બાળકો જ વધુ ભોગ બને છે. વાર્ષિક 1,00,000 પૂર્વ યુરોપિયન બાળકો ખોવાઈ જાય છે જેમના 2000 જેટલા અમેરિકા કે કેનેડામાં આશ્રય મેળવે છે. વિશ્વમાં લગભગ 1,20,00,00,000 લોકો રોજના 60 રૂપીયા પર જીવે છે, જેમાંથી 60,00,00,000 તો ફક્ત બાળકો છે.
એશિયાઈ દેશોમાં બાળકો પ્રતિ થતી નીચેની અક્ષમ્ય બાબતો સામે ભારે વિરોધ થવો જ જોઈએ. બાળકોની ગુલામી કે બંધવા બાળકો, બાળ સૈનિકો, બાળ અશ્લીલ ચલચિત્રો - પોર્નોગ્રાફી, બેધર બાળકો, હિંસામાં પીડિત બાળકો, પર્યાવરણની ભયાનક અસર - ખુબ ગરમી કે ઠંડીમાં કામ કરતા બાળકો - જેવા કે વેલ્ડીંગ, કાચ ફુલાવવાના કારખાના, દરિયામાં માછલી પકડવી, ઝેરી રસાયણનો ખતરો વગેરે. નેપાળ, બાંગ્લાદેશ અને ભારતમાં થતા બાળ લગ્નો, બાળ મજુરી - એમાં બાળ વેશ્યા, બાળ કુલી કે વજન ઊંચકનારા બાળ મજૂરો, કારખાનામાં કામ કરતા બાળ મજૂરો, સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળકોની ચોરી કે ઉઠાવી જવા, વેશ્યાવૃતિમાં ધકેલી દેવા કે પછી એમના શરીરના અંગો કાઢી લેવા, ભીખ મંગાવવાના મોટા દેશ વ્યાપી અનૈતિક ધંધામાં હોમી દેવા, બાળકોનું કુપોષણ, બાળકોને થતો એઇડ્સ કે એવી જાતીય ગંભીર બીમારી. એઇડ્સથી 38,00,000 બાળકો મરણ શરણ થયા છે અને 1,30,00,000 બાળકો અનાથ બની ગયા છે કે જેમના મા-બાપ એઇડ્સમાં મરી ગયા છે. છેલ્લા 20 વર્ષમાં 20,00,000થી વધારે બાળકો આ રીતે વિવીધ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. વિશ્વસમૂહના દેશોની શરણાગતિ સમિતિ યુદ્ધમાં ફસાયેલ આવા 1,00,00,000 બાળકોની સંભાળ લઈ રહી છે.
સંસ્કૃતિક ગેરલાભ જેનાથી બાળક પ્રત્યે અત્યાચાર અને અવગણના વધે છે તેવી બાબતો :- વહેલા બાળ લગ્નો, ભારતની જ્ઞાતિ પ્રથા, કિશોરીઓ પ્રત્યે ભેદભાવ - છોકરીઓને તબીબી સારવાર ન મળવી, કુપોષણ, અધુરું કે ન મળતું શિક્ષણ, ખેતી આધારિત જિંદગીમાં નાનપણમાં જ બાળકોને જોતરી દેવાની સામાજિક રૂઢી જેથી બાળકોનો વિકાસ જ અટકી જાય, ભારત અને નેપાળના અમુક જીલ્લાની ‘દેવદાસીની કુટિલ સમાજિક નીતિ’ જેમાં છોકરીઓને નાનપણમાં ધર્મના નામે વેશ્યા બનાવી દેવામાં આવે છે. ગામડાઓ ભાંગી જવા અને રોજી રોટી માટે શહેર તરફ દોટ મુકવામાં સૌથી વધું સહન બાળકોને કરવું પડે છે, જેમાંથી કુટુંબ વેરવિખેર થઇ જાય છે, પરિવાર જમીન વિહોણો બની જાય છે, બાળકો રોડ પર રખડતા અને અંતે કોઈ એમનું ધ્યાન રાખનાર ન હોય બાળ મનુષ્ય હેરા ફેરીમાં સપડાઈ જાય છે.
રોકવાના ઉપાયો :- સર્વગ્રાહી યોજના બનાવી સરકાર, વકીલ, તબીબ, શિક્ષણશાસ્ત્રી, પોલીસ, સામાજિક સંસ્થા, મહિલા મંડળ આમ બધા ભેગા મળી કામ કરે તો જ આનો અંત આવશે.
કેનેડાની પહેલ :-
01) સન 2013 ની સાલથી અમેરિકાની ઉત્તરે આવેલા કેનેડા દેશે પહેલ કરી છે અને એશીયાઇ દેશોના “સ્ત્રી અને બાળકોના કમીશન” બાળક અને સ્ત્રીઓના માનવ અધિકારોના રક્ષણ અને જાતીય સમાનતા માટે માટે પુરતી મદદ કરે છે.
02) શાળાઓને હિંસા અને દુરાચારથી મુક્ત રાખવાની યોજના છે. જ્યાં બાળકો મુક્ત રીતે ભણી શકે શાળાની બહાર પણ સહાધ્યાયીઓમાં ભાઈચારો વધે અને બાળકો અને કિશોરો એકબીજાને મદદરૂપ નીવડે અને સ્વરક્ષણ કરતા શીખે તે જોવાનું છે. દક્ષિણ અમેરિકાના કોલંબીયા દેશમાં ચાલતા ‘UNISEF’ - “બાળકોના અભ્યાસનું વૈશ્વિક મંડલ” ને મજબૂત કરવાનું કાર્ય કરે છે.
3) યુદ્ધગ્રસ્ત વિસ્તારના બાળકો અને જુવાનોને વૈકલ્પિક તાલીમ આપવી જેથી તેઓ લડાઈ અને ગુનામય જિંદગી છોડી દે. આ યોજનાથી આફ્રિકાના સુદાન નામના દેશમાં 58,000 બાળકોને રક્ષણ, આરોગ્ય અને શિક્ષણ પ્રદાન થયું છે. યુદ્ધના ક્લુષિત વાતાવરણમાં સપડાયેલા 1,60,000 બાળકો અને જુવાનોને માનસિક ઉપચાર મળ્યો છે, અને 800 જેટલા લશ્કરી અધિકારીઓને બાળકોના માનવ અધિકાર અંગે તાલીમ મળી છે.
આફ્રિકાના રાષ્ટ્રપિતા નેલ્સન મંડેલા અને ગ્રેસા મેશલ તરફથી શરૂ કરાયેલ “Sey Yes For Children” ઝુંબેશ એ બાળકો માટેની વૈશ્વિક ચળવળ છે. જેમાં 9,00,00,000 કરતા પણ વધુ લોકો જોડાયેલા છે .
ઈરાક અને સીરિયાના આંતકવાદીઓ દ્વારા હજારો જુવાન સ્ત્રીઓને બંદીવાન બનાવીને સામૂહિક બળાત્કરની ઘટના ખુબ નિંદનીય છે. તેવી જ રીતે આફ્રિકાના નાઇજીરીયા દેશમાં બોકો હરેમ નામના આંતકવાદીઓ દ્વારા એક શાળામાંથી બધી જ છોકરીઓને ઉઠાવી જઈ એમને બંદીવાન બનાવીને, જાતીય ગુલામ બનાવી સામૂહિક બળાત્કારની અમાનવીય ઘટના બનેલ છે. આથી જ ભારતીય મહિલા સમાજે પણ ગાંધારીના પાટા છોડીને આપણી આસપાસ થતા બાળકો અને સ્ત્રીઓ પરના અત્યાચાર સામે જોરદાર અવાજ ઉઠાવવો જ રહ્યો.
✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)
Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya
Instagram :- @vats_asodariya
YouTube :- @va_digital
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Ignore Tags 🤫
#vats_asodariya #va_blog #va_digital #Internationaldayofinnocentchildrenvictimsofaggression #child #savechild #lovelife #કટ્ટારની_કલમે
No comments:
Post a Comment