Pages

Monday, 20 January 2025

શપથ લીધા પછી બાઇડન ટ્રમ્પને બ્રીફકેસ આપશે, એમાં શું હોય છે?; પાવર ટ્રાન્સફર વિશે એ બધું, જે જાણવું જરૂરી...


આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પના શપથ, સત્તા હસ્તાંતરણ અને બાઇડનની વિદાય... આખો સમારોહ લગભગ 6 કલાક ચાલશે. આ સમય દરમિયાન ન્યૂક્લિયર ફૂટબોલ ટ્રમ્પને સોંપવામાં આવશે અને વ્હાઇટ હાઉસમાંથી બાઇડનની બધી નિશાનીઓ પણ દૂર કરવામાં આવશે.

ટ્રમ્પ સરકારના શપથગ્રહણના દિવસ વિશેની બધી રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ બાબતો; 

સેન્ટ જોન્સ એપિસ્કોપલ ચર્ચ, જેને 'ચર્ચ ઓફ ધ પ્રેસિડન્ટ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

🛑 સવાલ 1: 20 જાન્યુઆરીએ શપથ લેતાં પહેલાં ટ્રમ્પ શું-શું કરશે?
જવાબ: 20 જાન્યુઆરીના રોજ શપથગ્રહણના દિવસની શરૂઆત સેન્ટ જોન્સ એપિસ્કોપલ ચર્ચથી થશે. એને ચર્ચ ઓફ ધ પ્રેસિડન્ટ્સ પણ કહેવામાં આવે છે.

👉🏻 ટ્રમ્પ પહેલાં તેમના ઘરેથી આ ચર્ચમાં પ્રાર્થના કરવા જશે. આ ચર્ચ 1816માં શરૂ થયું હતું. શપથ પહેલાં ચર્ચમાં પ્રાર્થના કરવાની આ પરંપરા 1933માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
👉🏻 આ પછી ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં વર્તમાન રાષ્ટ્રપતિ બાઇડનને મળવા જશે, જ્યાં ચા પીતી વખતે બંને વચ્ચે ઔપચારિક વાતચીત થશે, જોકે જ્યારે બાઇડન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના શપથગ્રહણ સમારોહ દરમિયાન રજા પર ગયા હતા.
👉🏻 વ્હાઇટ હાઉસમાં ચા પાર્ટી પછી ટ્રમ્પ અને જે.ડી. વાન્સ શપથગ્રહણ માટે કેપિટોલ બિલ્ડિંગ જશે. અહીં કોંગ્રેસના સભ્યો સહિત ઘણા મહેમાનો રાષ્ટ્રપતિના શપથગ્રહણની રાહ જોશે.

1 જૂન, 2020ના રોજ ટ્રમ્પ બાઇબલ લઈને સેન્ટ જોન્સ ચર્ચની સામે ઊભા હતા.


🛑 સવાલ 2: ટ્રમ્પના શપથગ્રહણ દરમિયાન શું-શું થશે?
જવાબ: શપથ હંમેશાં કેપિટોલ હોલ બિલ્ડિંગનાં પગથિયાં પર લેવામાં આવે છે, પરંતુ આ વર્ષે અમેરિકામાં 1789 પછીનું સૌથી ઓછું તાપમાન રહેવાનું છે. રોનાલ્ડ રીગન -13°C તાપમાને શપથગ્રહણ કર્યા હતા, આ વખતે તાપમાન -7°Cની આસપાસ રહેશે, તેથી ટ્રમ્પ યુએસ કેપિટોલ હોલની અંદર આવેલા ગુંબજ આકારના 'કેપિટોલ રોટુન્ડા'માં શપથ લેશે. બહાર ભેગા થયેલા લગભગ 20 હજાર લોકો તેમને જોઈ શકશે નહીં.

ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા વાન્સ પ્રથમ વ્યક્તિ હશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બ્રેટ કેવનો દ્વારા વેન્સને શપથ લેવડાવવામાં આવશે. શપથમાં વેન્સે અંગ્રેજીમાં કહેવું પડશે-
“હું સત્યનિષ્ઠાથી શપથ લઉં છું કે, હું બધા વિદેશી અને સ્થાનિક દુશ્મનો સામે યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણનું રક્ષણ કરીશ કે હું તેના પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ; કે હું આ જવાબદારી મુક્તપણે સ્વીકારું છું; અને હું જે પદ પર બેસવાનો છું એની ફરજો હું નિષ્ઠાપૂર્વક અને સંપૂર્ણ રીતે નિભાવીશ. અંતમાં, હે ભગવાન... મને મદદ કરો.”

👉🏻 વાન્સના શપથગ્રહણ પછી અમેરિકન ગાયિકા કેરી અંડરવૂડ અમેરિકાનું પ્રખ્યાત દેશભક્તિ ગીત 'અમેરિકા ઇઝ બ્યૂટિફુલ...' ગાશે. આ સમય દરમિયાન યુએસ સશસ્ત્ર દળોના સૈનિકો સંગીત પ્રદાન કરશે. એ જ સમયે અમેરિકાનો 'નેવલ એકેડેમી ગ્લી' નામનો ક્લબ પણ કેરી સાથે મળીને ગીત ગાશે.
👉🏻 એના થોડા સમય પછી યુએસ સમય મુજબ બરાબર બપોરે 12 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે), ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ તેમને શપથ લેવડાવશે.
👉🏻 ટ્રમ્પ પોતાનો જમણો હાથ ઊંચો કરશે અને ડાબો હાથ બાઇબલ પર રાખશે. એ સામાન્ય રીતે રાષ્ટ્રપતિની પત્ની પાસે હોય છે. ટ્રમ્પ એ જ એક લાઇનના શપથ લેશે, જે પહેલાં રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન દ્વારા લેવામાં આવ્યા હતા.

“હું સત્યનિષ્ઠાથી શપથ લઉં છું કે હું સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ પદનું ઈમાનદારીથી પાલન કરીશ અને હું મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણનું જતન, રક્ષણ અને બચાવ કરીશ.”

🎙️ શપથગ્રહણ સમારોહના અંતે અમેરિકન શાસ્ત્રીય ગાયક ક્રિસ્ટોફર મેકિયો અમેરિકન રાષ્ટ્રગીત ગાશે.

20 જાન્યુઆરી, 2017ના રોજ પ્રથમ વખત શપથ લેતી વખતે ટ્રમ્પ અને તેમનાં પત્ની મિલાનિયા તેમની સાથે.


🛑 સવાલ 3: ટ્રમ્પના શપથગ્રહણ પછી શું-શું થશે?
જવાબ: શપથ લીધા પછી ટ્રમ્પ અમેરિકાના લોકોને તેમના બીજા કાર્યકાળનું પહેલું ભાષણ આપશે. 2017માં તેમના પાછલા કાર્યકાળ માટે શપથ લીધા પછી તેમણે લગભગ 17 મિનિટનું ભાષણ આપ્યું હતું.

👉🏻 અમેરિકામાં રાષ્ટ્રપતિના શપથગ્રહણ પછી જૂના રાષ્ટ્રપતિ અને નવા રાષ્ટ્રપતિ તેમની ખુરસીઓ બદલી નાખે છે. એનો અર્થ એ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પોતાની ખુરસી નવા રાષ્ટ્રપતિને સોંપે છે. આ શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ સૂચવે છે.
👉🏻 જોકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી ન હતી. આ કારણે ખુરસીઓ આ રીતે બદલવામાં આવી ન હતી. આ ઉપરાંત જૂના રાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિને અભિનંદન પત્ર પણ લખે છે. રોનાલ્ડ રીગને તેમના અનુગામી જ્યોર્જ બુશને મૈત્રીપૂર્ણ પત્ર આપીને આ પરંપરા શરૂ કરી હતી.
👉🏻 જ્યોર્જ બુશને રોનાલ્ડ રીગનની નોટ, જેમાં તેમણે કહ્યું છે કે એવો સમય આવશે, જ્યારે તમને એની જરૂર પડશે. આ પછી રાષ્ટ્રપતિનો હસ્તાક્ષર સમારોહ સેનેટ ચેમ્બર પાસે રાષ્ટ્રપતિ ખંડમાં થશે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ નામાંકન અને પદ સંભાળ્યા પછી તેમના પ્રથમ આદેશો પર હસ્તાક્ષર કરે છે. આ પરંપરા 1981માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા શરૂ કરવામાં આવી હતી.
👉🏻 હસ્તાક્ષર સમારોહ પછી અમેરિકાની સંયુક્ત કોંગ્રેસનલ કમિટી, એટલે કે JCCIC યુએસ કેપિટોલ બિલ્ડિંગના સેટરડે હોલમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને તેમના પરિવારો માટે લંચ પાર્ટીનું આયોજન કરશે. અન્ય સેનેટ નેતાઓ અને કાર્યક્રમના મહેમાનો હાજરી આપે છે. આ સમય દરમિયાન નવા રાષ્ટ્રપતિને ભેટ વગેરે આપવામાં આવે છે.
👉🏻 13 જૂન, 2017ના રોજ વ્હાઇટ હાઉસ ખાતે કોંગ્રેસના સભ્યો સાથે ટ્રમ્પની લંચ પાર્ટી. લંચ પછી તેઓ બપોરે 3 વાગ્યે (21 જાન્યુઆરીના રોજ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે) ઉદ્ઘાટન દિવસ પરેડમાં ભાગ લેશે. અમેરિકાની ત્રણેય સેના ઉપરાંત એમાં મરીન કોર્પ્સ, સ્પેસ ફોર્સ અને કોસ્ટ ગાર્ડનો સમાવેશ થાય છે. 23 રાજ્યની શાળાઓ અને યુનિવર્સિટીઓ વગેરેના બાળકોના માર્ચિંગ બેન્ડ વગેરે પણ છે.
👉🏻 અમેરિકન દળો વ્હાઇટ હાઉસની સામે પરેડ માટે રિહર્સલ કરી રહ્યાં છે. (ફોટો સંદર્ભ- એપી) રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુએસ કેપિટોલથી વ્હાઇટ હાઉસ સુધીની શોભાયાત્રાનું નેતૃત્વ કરશે. ખાસ વાત એ છે કે આ સરઘસમાં તેઓ સૌથી આગળ હશે, જેમણે 13 જુલાઈ, 2024ના રોજ એક રેલી દરમિયાન ટ્રમ્પ પર થયેલા હુમલા દરમિયાન તેમનો જીવ બચાવ્યો હતો. આ ઉપરાંત ટ્રમ્પે રેલી દરમિયાન જે કચરાની ટ્રક ચલાવી હતી એ પણ આ પરેડમાં સામેલ કરવામાં આવશે.
👉🏻 આ ટ્રકને શપથગ્રહણના દિવસની પરેડમાં સામેલ કરાશે. (ફોટો સંદર્ભ- રોઇટર્સ) 1809માં યુએસ પ્રમુખ જેમ્સ મેડિસનના શપથગ્રહણ સાથે પરેડની સત્તાવાર શરૂઆત થઈ હતી. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. આ કાર્યક્રમના સમાપન પછી નવા રાષ્ટ્રપતિ તેમના પરિવાર સાથે વ્હાઇટ હાઉસ શિફ્ટ થશે. વ્હાઇટ હાઉસના સ્ટાફ પાસે આ માટે તૈયારી કરવા માટે ફક્ત 6 કલાકનો સમય છે.


🛑 સવાલ 4: શપથગ્રહણ સમારોહ પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિને એક બ્રીફકેસ આપે છે, એમાં શું હોય છે?
જવાબ: શપથગ્રહણ સમારોહ પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અમેરિકાના નવા રાષ્ટ્રપતિને એક બ્રીફકેસ સોંપે છે. આને ન્યૂક્લિયર ફૂટબોલ કહેવાય છે. આ કાળી બ્રીફકેસ અમેરિકન રાષ્ટ્રપતિને ન્યૂક્લિયર બોમ્બ નિયંત્રિત કરવાની શક્તિ આપે છે.

આ બ્રીફકેસમાં પરમાણુ યુદ્ધની યોજના અને મિસાઇલોના વેરિફિકેશન કોડ હોય છે. પરમાણુ હુમલાનો આદેશ આપવા માટે રાષ્ટ્રપતિએ પોતાની ઓળખ જાહેર કરવી પડે છે. આ ઓળખ ફક્ત તેમનું નામ કે તેમનો અવાજ ન હોઈ શકે, તેમણે આ બોક્સમાં રાખેલો તેમનો વેરિફિકેશન કોડ જણાવવો પડશે.

આ બોક્સ હંમેશાં રાષ્ટ્રપતિ પાસે રહે છે. આ બોક્સ બાઇડન ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે ત્યારે પણ તેમની પાસે રહેશે. ટ્રમ્પ શપથ લેતાંની સાથે જ પરમાણુ બોલ ધરાવતો બાઇડનનો લશ્કરી અધિકારી તેને ટ્રમ્પના લશ્કરી અધિકારીને સોંપી દેશે. દરમિયાન ટ્રમ્પની પાછળ એક પિલર પાસે ઊભા રહેલા બે વધુ અધિકારી બોલની આ આપલે પોતાની પાછળ છુપાવશે.

રશિયાનો જૂનો પરમાણુ બોલ, એનું નામ 'ચેજેટ' છે.

આનો અર્થ એ થયો કે કોઈપણ વ્યક્તિ એક અધિકારીના હાથમાંથી બીજા અધિકારીના હાથે જતા પરમાણુ બોલને જોઈ શકશે નહીં. આ બધું એટલી ઝડપથી કરવામાં આવે છે કે એક ક્ષણ માટે પણ એવું થઈ શકતું નથી કે કોઈપણ નવા કે જૂના રાષ્ટ્રપતિનું પરમાણુ બોલ પર નિયંત્રણ ન હોય. આ એ વાતનું પ્રતીક છે કે અમેરિકા જરૂર પડ્યે પરમાણુ હુમલા માટે હંમેશાં તૈયાર રહે છે.


🛑 સવાલ 5: જૂના રાષ્ટ્રપતિનો સામાન દૂર કરવા અને નવા રાષ્ટ્રપતિનો સામાન લાવવા માટે માત્ર 6 કલાક જ કેમ છે?
જવાબ: હકીકતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, એટલે કે બાઇડન શપથગ્રહણના દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ વ્હાઇટ હાઉસ છોડશે. સમગ્ર સ્ટાફ એકત્ર થાય છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને વિદાય આપે છે. આ સમય દરમિયાન ચીફ અશર, બાઇડનને વ્હાઇટ હાઉસની લાકડાંની વર્કશોપમાં હાથથી બનાવેલી ભેટનું બોક્સ આપશે. એમાં બે અમેરિકન ધ્વજ હશે, જે બાઇડને તેમના પહેલા દિવસે અને છેલ્લા દિવસે ઓવલ ઓફિસમાં મૂક્યા હતા.

જ્યાં સુધી બાઇડન વ્હાઇટ હાઉસ છોડે નહીં ત્યાં સુધી અહીં કોઈ મોટા ફેરફારો થઈ શકશે નહીં. આ પછી નવા રાષ્ટ્રપતિ લગભગ 4 વાગ્યા સુધીમાં વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરે છે, તેથી સમગ્ર એક્ઝિક્યુટિવ નિવાસસ્થાનમાંથી જૂની વસ્તુઓ દૂર કરવા, નવી વસ્તુઓ મૂકવા, સાફ કરવા વગેરે માટે ફક્ત 6 કલાકનો સમય લાગે છે.

બાયડન વ્હાઇટ હાઉસમાં તેમની ઓફિસમાં બેઠા છે.

વ્હાઇટ હાઉસના સ્ટાફના 100 લોકો સવારે 4 વાગ્યે ઊઠે છે અને તૈયારીઓ શરૂ કરે છે, નાની ભૂલ માટે પણ કોઈ અવકાશ નથી. સુરક્ષાનાં કારણોસર કોઈપણ બહારની વ્યક્તિને પેકિંગ અને સામાન ખસેડવા માટે બોલાવવામાં આવતી નથી.

રાષ્ટ્રપતિ તરીકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ભેટ તરીકે મળેલી વસ્તુઓ તેમની સાથે જતી નથી. એ રાષ્ટ્રીય આર્કાઇવ્સમાં રાખવામાં આવે છે. જો બાઇડન આવી ભેટ લેવા માગે છે તો તેમણે બજાર ભાવ મુજબ સરકારને એની યોગ્ય કિંમત ચૂકવવી પડશે.


🛑 સવાલ 6: ટ્રમ્પના આગમનથી વ્હાઇટ હાઉસમાં શું બદલાવ આવશે?
જવાબ: સમગ્ર આયોજન રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસથી શરૂ થાય છે. વ્હાઇટ હાઉસના ચીફ અશર નવા રાષ્ટ્રપતિની સંક્રમણ ટીમને સવાલોની યાદી મોકલે છે. આમાં રાષ્ટ્રપતિને શું ખાવાનું ગમે છે એનાથી લઈને તેઓ કયા શેમ્પૂનો ઉપયોગ કરે છે એ બધા સવાલો પૂછવામાં આવે છે. ચીફ અશર શરૂઆતથી અંત સુધી રાષ્ટ્રપતિની પત્ની સાથે સંપર્કમાં રહે છે.

મેલાનિયા ટ્રમ્પ દ્વારા પસંદ કરાયેલી વસ્તુઓ મેરીલેન્ડથી લાવવામાં આવશે અને વ્હાઇટ હાઉસમાં શણગારવામાં આવશે. જેમ બાઇડને અમેરિકન સામાજિક કાર્યકર્તા સીઝર ચાવેઝની પ્રતિમા પોતાની ઓફિસમાં રાખી હતી એવી જ રીતે ટ્રમ્પ પણ કેટલીક વસ્તુઓ પસંદ કરીને પોતાની ઓફિસમાં રાખી શકે છે.

રૂમના રંગથી લઈને કાર્પેટના રંગ સુધી બધું જ મિલેનિયા દ્વારા નક્કી કરવામાં આવ્યું હશે. ક્યારેક માગણીઓ વધુપડતી હોઈ શકે છે, જેમ કે રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ શિકારના શોખીન હતા, તેઓ તેમની સાથે દીવાલો પર લટકાવવા માટે પ્રાણીઓની ચામડીમાંથી બનેલા પૂતળાં લાવ્યાં હતાં.

ઘણી બધી કલાકૃતિઓ અને કેટલીક વસ્તુઓ છે, જે દૂર કરી શકાતી નથી. 1865માં અબ્રાહમ લિંકનની હત્યા પહેલાંના બેડરૂમને તેવી જ રીતે સાચવવામાં આવશે.

હિલેરી ક્લિન્ટન એ સમયની આધુનિક કલા અનુસાર, વ્હાઇટ હાઉસને સજાવવા માગતા હતા, પરંતુ વ્હાઇટ હાઉસ હિસ્ટોરિકલ એસોસિયેશને એનો વિરોધ કર્યો. રાષ્ટ્રપતિ રીગન લોન પર સ્વિમિંગ પૂલ બનાવવા માગતા હતા, પરંતુ તેમની સુરક્ષા સેવાએ સુરક્ષા કારણોસર એમ કરવાનો ઇનકાર કર્યો હતો.

અબ્રાહમ લિંકનનો બેડરૂમ.


🛑 સવાલ 7: વ્હાઇટ હાઉસ છોડ્યા પછી બાઇડન ક્યાં રહેશે?
જવાબ: બાઇડન પાસે અમેરિકાના ડેલવેર રાજ્યના વિલ્મિંગ્ટન શહેરમાં એક મોટા તળાવના કિનારે 6,850 ચોરસ ફૂટમાં બનેલું એક વૈભવી ઘર છે. ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તેમણે છેલ્લે 2017માં આ ઘરની મુલાકાત લીધી હતી. તેઓ પોતાની સાથે મોટી સંખ્યામાં કાગળો લઈ ગયા, જેમાં કેટલાક વર્ગીકૃત દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ આ મામલાની તપાસ કરી.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ બાઇડને આ 3 બેડરૂમનું ઘર 3 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. હવે એની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે.

બાઇડન ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે તેમના ડેલાવેરના ઘરે.

બાઇડને તેમનાં સંસ્મરણો "પ્રોમિસ મી ડેડ"માં લખ્યું છે કે તેઓ 2017માં તેમના પુત્ર બ્યુ બાઇડનના કેન્સરને કારણે ઘર પર બીજી લોન લેવાના હતા. જ્યારે તેમણે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આ વિશે કહ્યું, ત્યારે તેમણે કહ્યું, 'આમ ના કરો, હું પૈસા આપીશ.'


🇺🇸 More Articles:-


No comments:

Post a Comment