Pages

Monday, 20 January 2025

ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે:શપથ સમારોહમાં શું થશે? ભારત સહિત દેશ-વિદેશમાંથી કોણ-કોણ હાજરી આપશે? રાતે 10 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે...


1980ની વાત છે. 34 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ એક અમેરિકન મેગેઝિનને ઈન્ટરવ્યૂ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવે છે- તમે રાજકારણ વિશે શું વિચારો છો? ટ્રમ્પે જવાબ આપ્યો, "રાજકીય જીવન ક્રૂર હોય છે, જેઓ કાબેલ હોય છે તે લોકો બિઝનેસ કરે છે."

1980ના 45 વર્ષ બાદ એ જ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેઓ આજે રાત્રે ભારતીય સમય અનુસાર લગભગ 10 વાગે અમેરિકાની સંસદ કેપિટલ હિલમાં શપથ લેશે.

કેવી રીતે લેવામાં આવશે આ શપથ, ટ્રમ્પ બાઈબલ પર હાથ મૂકીને કેમ લેશે બંધારણના શપથ, શું કહેશે ટ્રમ્પનો શપથ સમારોહ અને અમેરિકામાં સત્તા ટ્રાન્સફર સાથે જોડાયેલા 7 મહત્વના સવાલોના જવાબ...

ટ્રમ્પનો કાર્યક્રમ જાણો:-

પ્રશ્ન 1: ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં શું થશે?
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સંસદ કેપિટલ હિલમાં લગભગ 700 અમેરિકનોની સામે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને શપથ લેવડાવશે.

આ દરમિયાન ટ્રમ્પનો ડાબો હાથ બાઈબલ પર રહેશે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિની પત્નીના હાથમાં બાઈબલ હોય છે. ટ્રમ્પના કિસ્સામાં, તેમની પત્ની મેલાનિયા બાઇબલને હાથમાં રાખશે.

બાઇબલ હાથમાં લઈને ટ્રમ્પ કહેશે-
“હું શપથ લઉં છું કે હું યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિના કાર્યાલયની તમામ જવાબદારીઓને પ્રામાણિકપણે નિભાવીશ. હું મારી પુર્ણ ક્ષમતા સાથે અમેરિકાના બંધારણની રક્ષા કરીશ.”

શપથ બાદ ટ્રમ્પનું ભાષણ થશે. ટ્રમ્પે તેમના છેલ્લા કાર્યકાળના શપથ ગ્રહણ દરમિયાન 17 મિનિટ સુધી વાત કરી હતી.

શપથ પછી, કેપિટલ હિલ પર કલાકારો દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ પણ છે. જો કે આ વખતે હોલીવુડના મોટાભાગના કલાકારોએ ચૂંટણીમાં કમલા હેરિસને ટેકો આપ્યો હતો, પરંતુ તે સ્પષ્ટ નથી કે ટ્રમ્પ માટે કોણ પરફોર્મ કરશે.

પર્ફોર્મ બાદ ટ્રમ્પ કેપિટલ હિલના સેચ્યુરી હોલમાં અમેરિકાના ધારાસભ્યો સાથે લંચ લેશે. બપોરના ભોજનમાં પીરસવામાં આવતો ખાવાનું મોટાભાગે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ઘરેથી આવે છે. આ પછી યુએસ કેપિટલથી વ્હાઇટ હાઉસ સુધી રેલી કાઢવામાં આવશે. જેનું નેતૃત્વ ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરશે.

રાત્રે, ટ્રમ્પ તેમના નજીકના લોકો સાથે પાર્ટીમાં હાજરી આપશે, જે ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર મેટા ચીફ માર્ક ઝકરબર્ગ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. ઝકરબર્ગ ચૂંટણીથી ટ્રમ્પ સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, બાઈડનના કાર્યકાળ દરમિયાન તેમણે ટ્રમ્પનો ફેસબુક પર પ્રતિબંધ મૂક્યો હતો.


🛑 પ્રશ્ન 2: અમેરિકન રાષ્ટ્રપતિ બાઇબલ પર હાથ મૂકીને બંધારણની રક્ષા માટે શપથ કેમ લે છે?
જવાબ: બાઇબલ પર હાથ રાખીને શપથ લેવાની પરંપરા 1789માં જ્યોર્જ વોશિંગ્ટનથી શરૂ થઈ હતી. જો કે તે બંધારણીય નથી. અમેરિકાના બંધારણ મુજબ નવા રાષ્ટ્રપતિએ માત્ર શપથ લેવાના હોય છે. કોઈ બાઈબલ કે અન્ય કોઈ ધાર્મિક પુસ્તકમાંથી શપથ લેવા જેવો કોઈ નિયમ નથી.

અમેરિકાના છઠ્ઠા રાષ્ટ્રપતિ જ્હોન ક્વિન્સીએ બંધારણ પર હાથ રાખીને શપથ લીધા. તેમજ, થિયોડોર રુઝવેલ્ટે કોઈપણ પુસ્તક પર હાથ મૂક્યા વિના પદના શપથ લીધા હતા.

રાષ્ટ્રપતિ જો બાઈડને તેમના પરિવારની 19મી સદીની બાઇબલ પર હાથ મૂકીને પદના શપથ લીધા. આ દરમિયાન તેમની પત્ની જીલ બાઈડને પોતાના હાથમાં બાઇબલ રાખી હતી.


🛑 પ્રશ્ન 3: બ્રિટનમાં થોડા કલાકોમાં ભારતમાં 4થી 10 દિવસમાં, અમેરિકામાં 75 દિવસમાં શા માટે પાવર ટ્રાન્સફર થાય છે?
જવાબ: બ્રિટનમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હારેલા વડાપ્રધાન દેશના રાજા કે રાણી પાસે જાય છે અને રાજીનામું આપે છે. તે પછી તરત જ, વિજેતા ઉમેદવાર એ જ દિવસે શાહી પરિવારના વડાને મળ્યા પછી વડાપ્રધાન પદના શપથ લે છે. આ કામ થોડા કલાકોમાં પૂર્ણ થાય છે.

તેમજ, ભારતમાં, પરિણામોની જાહેરાત પછી, બહુમતી મેળવનાર પક્ષ અથવા ગઠબંધનના નેતાને વડાપ્રધાન બનવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાનને શપથ લેવડાવે છે.

આ પછી, પાવર ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવે છે અને નવી સરકાર કામ કરવાનું શરૂ કરે છે. છેલ્લી 5 ચૂંટણીમાં પરિણામો બાદ 4 થી 10 દિવસમાં સત્તા પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

અમેરિકામાં આવું થતું નથી, પાવર ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં 72 થી 78 દિવસનો સમય લાગે છે. આ વખતે અમેરિકામાં સત્તાના ટ્રાન્સફરને 75 દિવસ લાગશે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકા એક વિશાળ દેશ છે.

અમેરિકાને 1776માં આઝાદી મળી હતી. તે સમયે મોટાભાગની વસ્તી દૂરના વિસ્તારોમાં રહેતી હતી. વાહનવ્યવહારના સાધનો અને રસ્તાઓ અત્યંત દુર્ગમ હતા. ચૂંટણી બાદ મતોની ગણતરી, મતદારોની મીટીંગ અને મત કોંગ્રેસ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. એટલા માટે મતદાન અને શપથ ગ્રહણ વચ્ચે આટલું અંતર રાખવામાં આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં આ ગેપ 4 મહિનાનો હતો.

1789માં, પ્રથમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ 30 એપ્રિલથી શરૂ થયો. બીજા રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 માર્ચ, 1793થી શરૂ થયો અને પછી આ પરંપરા બની ગઈ. નવેમ્બરમાં ચૂંટણી બાદ માર્ચ સુધી ઘણો સમય વેડફાયો હતો. કેબિનેટ બનાવવા માટે આટલો સમય જરૂરી ન હતો.

1933માં, રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટના શપથ પહેલા, 20મા બંધારણીય સુધારાએ નવા કાર્યકાળની શરૂઆતની તારીખ 20 જાન્યુઆરી નક્કી કરી.


🛑 પ્રશ્ન 4: વ્હાઇટ હાઉસના પડદા બદલવાથી લઈને નવા રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષા સમજાવવા સુધી સત્તા ટ્રાન્સફરમાં શું થાય છે?
જવાબ: નવા રાષ્ટ્રપતિએ 4 હજારથી વધુ રાજકીય નિમણૂકો કરવાની હોય છે. તેમાંથી, લગભગ 1000 હજારને સેનેટની મંજૂરીની જરૂર હોય છે.

નવા કર્મચારીઓ માટે ઓફિસ અને ઈમેઈલ આઈડી બનાવવાના હોય છે અને તેમને નવી જવાબદારીઓ વિશે જણાવવામાં આવે છે. રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષા નીતિ વિશે માહિતગાર કરવામાં આવે છે. આ તમામ કામ પૂર્ણ કરવામાં સમય લાગે છે, તેથી પાવર ટ્રાન્સફર માટે 2 મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે, સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા ચૂંટણી પછી નવેમ્બરમાં શરૂ થાય છે પરંતુ 2020 માં આવું બન્યું નહીં. ટ્રમ્પે ચૂંટણીના 3 અઠવાડિયા પછી સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ થવા દીધી ન હતી.

જો કે ટ્રમ્પ આમ કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ નથી, તે 1932ની ચૂંટણીની વાત છે. ડેમોક્રેટિક પાર્ટીના ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના હર્બર્ટ હૂવરને હરાવ્યા હતા. અમેરિકામાં આ મંદીનો સમયગાળો હતો. રૂઝવેલ્ટે આનો સામનો કરવા માટે કેટલીક જાહેરાતો કરી હતી, પરંતુ હૂવરને તે ગમ્યું ન હતું.

રૂઝવેલ્ટને યોજના પર કામ કરતા અટકાવવા માટે હૂવરે સત્તા ટ્રાન્સફરમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે પાવર ટ્રાન્સફરનો સમય પણ 4 મહિનાનો હતો. આ ઘટના પછી તે ઘટીને અઢી મહિના થઈ ગઈ.


🛑 પ્રશ્ન 5: ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં કોણ હાજર રહેશે?
જવાબઃ અમેરિકાના રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિઓ હાજર રહેવાની પરંપરા છે. જો કે છેલ્લી વખત ટ્રમ્પે બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો ન હતો. અમેરિકાના 150 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. ટ્રમ્પની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની જવાબદારી તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે નિભાવી હતી.

ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ જો બાઈડન, તેમની પત્ની જીલ બાઈડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમહોફ હાજર રહેશે. આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ, તેમની પત્ની લૌરા બુશ અને બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર હોવાનું કહેવાય છે. મિશેલ ઓબામા સમારોહમાં હાજર રહેશે નહીં.

2017માં બાઈડનના શપથગ્રહણ સમારોહમાં ટ્રમ્પની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની જવાબદારીઓ ઉપરાષ્ટ્રપતિ પેન્સે સંભાળી હતી.


🛑 પ્રશ્ન - 6: શપથ લીધા પછી ટ્રમ્પ ક્યાં રહેશે?
જવાબઃ અમેરિકામાં સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ માટે વ્હાઇટ હાઉસમાં રહેવું જરૂરી છે. આ અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય છે. જ્યોર્જ વોશિંગ્ટન એકમાત્ર યુએસ રાષ્ટ્રપતિ હતા જે ક્યારેય વ્હાઇટ હાઉસમાં રહેતા ન હતા. ખરેખરમાં, તેનું નિર્માણ 1792માં તેમના રાષ્ટ્રપતિ દરમિયાન શરૂ થયું હતું. તેનું કામ 1800માં પૂર્ણ થયું હતું. ત્યાં સુધીમાં વોશિંગ્ટન પદ છોડી ચૂક્યા હતા.

જ્હોન એડમ્સ વ્હાઇટ હાઉસમાં રહેતા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ હતા. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ શપથ લેતા પહેલા વ્હાઇટ હાઉસ આવે છે અને ત્યાંથી શપથ ગ્રહણ સમારોહમાં પહોંચે છે.

પરંતુ ટ્રમ્પે 2017માં આવું કર્યું ન હતું. શપથ બાદ જ તેઓ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યા હતા. આ વખતે પણ તેઓ શપથ લીધા બાદ જ વ્હાઇટ હાઉસ જવાના છે.


🛑 પ્રશ્ન - 7: નવા રાષ્ટ્રપતિના સ્વાગત માટે વ્હાઇટ હાઉસને કેવી રીતે શણગારવામાં આવે છે?
જવાબ: અમેરિકામાં સત્તા પર આવનાર રાષ્ટ્રપતિ ન માત્ર અગાઉની સરકારની પોલિસીઓ જ બદલી નાખે છે. પણ નવા રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસની સંપૂર્ણ સજાવટ, પડદાથી કાર્પેટ સુધી પણ બદલી શકે છે. વ્હાઇટ હાઉસમાં શું બદલાવ આવશે તે નવા રાષ્ટ્રપતિની પસંદ અને નાપસંદ પર આધાર રાખે છે.

2021માં જ્યારે બાઈડન રાષ્ટ્રપતિ તરીકે વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમણે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ એન્ડ્ર્યુ જેક્સન અને બ્રિટિશ પીએમ વિન્સ્ટન ચર્ચિલની તસવીરો હટાવી દીધી હતી. આ તસવીરો ટ્રમ્પે મુકી હતી. ટ્રમ્પ જેક્સનને પોતાનો આદર્શ માનતા હતા.

બાઈડને રાષ્ટ્રપતિની ખુરશી બદલી નાખી અને વર્કિંગ ટેબલ પર રાખેલ લાલ બટન પણ હટાવી દીધું, જેને ટ્રમ્પ બટલરને બોલાવવા માટે ઉપયોગ કરતા હતા. વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી બાદ તેની સજાવટ બદલનાર બાઈડન એકમાત્ર રાષ્ટ્રપતિ નહોતા.

ઓબામાના સમયમાં વ્હાઇટ હાઉસના પડદાનો રંગ મરૂણ હતો, ટ્રમ્પે એને બદલીને સોનેરી કરી દીધો હતો.


No comments:

Post a Comment