આજના યુગમાં તમાકુના વધતા ચલણને કારણે દિનપ્રતિદીન કેન્સરનાં કેસો વધી રહ્યા છે. સમગ્ર દેશમાં ગુજરાતને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાન-માવા, ફાકીને ગુટખાના ચલણે માઝા મુકી છે. તમાકુ ખાવો, પીવો, ચાવો કે સુંઘો તે બધી જ રીતે નુકશાનકર્તા છે અને કેન્સરને ખુલ્લું આમંત્રણ આપે છે. ધુમ્રપાનથી ફેફ્સાના કેન્સરમાં જબ્બર ઉછાળો આવ્યો છે. પર પ્રાંતીય મજુરો વધુ પડતું સેવન ગુટખાનું કરતા હોવાથી સ્ત્રી-પુરૂષ કે બાળકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. એક આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે અંદાજે એક કરોડ લોકો તમાકુ સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે. UNના ટકાઉ વિકાસના એજન્ડામાં 2030 સુધી તેના મૃત્યુદરના લક્ષ્યાંકોમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો લાવવા વૈશ્ર્વિક લેવલે કાર્ય આરંભેલ છે.
સમગ્ર વિશ્વમાં WHO દ્વારા 1987થી તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરાય છે. વિશ્વભરમાં દર વર્ષે તમાકુ ઉગાડવા માટે લગભગ 35,00,000 હેક્ટર જમીનનો નાશ થાય છે, તેમની ખેતી દર વર્ષે 2,00,000 હેક્ટરના વન નાબુદી અને જમીનની અધોગતિ માટે જવાબદાર છે. 12 થી 17 વર્ષના દેશના યુવા વર્ગ તમાકુની ચુંગલમાં સૌથી વધુ ફસાતા જાય છે. ગુટખામાં તમાકુ આવતી જેના પર સરકારે પ્રતિબંધ મુકતા હવે ગુટખાને તમાકુની પડીકી અલગ આપવાની યોજના કંપની લાવતા હાલ લોકો બંને મિક્સ કરીને ખાય છે. આપણાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેન્સરનાં કેસોમાં જડબાના કેન્સર છે, જેનું મુખ્ય કારણ તમાકુનું સેવન છે. ગુટખા-ફાકી-પાનમાં તમાકુ ચાવો, ધુમ્રપાનથી તમાકુ પીવો, ખાલી તમાકુ હોઠમાં ભરાવી ચાવો કે બજર કે તમાકુ સુંઘો તે એકંદર નુકશાનકર્તા જ છે. આ વર્ષની ઉજવણી થીમ 'બાળકોને તમાકુ ઉદ્યોગની દખલગીરીથી રક્ષણ છે. પર્યાવરણ પર તમાકુ ઉદ્યોગની હાનીકારક અસર વધી રહી છે. આપણી પૃથ્વી ઉપર પહેલાથી જ દુર્લભ સંસાધનો અને નાજુક ઇકો સિસ્ટમ પર બિનજરૂરી દબાણ ઉમેરી રહી છે. ત્યારે લોક જાગૃતિ દ્વારા વ્યસનમુક્ત સ્વસ્થ સમાજ નિર્માણ કરવો અતી આવશ્યક છે. ભારત સરકાર પણ લોકોને તમાકુના સેવનથી થતાં સ્વાસ્થ્ય સંબંધી અસરો વિશે શિક્ષિત કરવા માટે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવે છે.
તમાકુને કેન્સર સાથે સીધા સંબંધ છે. ફેક્સાના કેન્સર વાળાનો ઇતિહાસ તપાસો તો ધુમ્રપાન પ્રથમ સ્થાને આવે છે. 80% થી 90% સિગારેટ કે ધુમ્રપાન કરનારાને ફેફ્સાનું કેન્સર થતું જોવા મળે છે. તમાકુએ પુરૂષો માટેનું મૃત્યુંનું પ્રથમ કારણ છે, તો પુરૂષો અને સ્ત્રીઓ બંનેના સમાવેશનું બીજુ કારણ છે. ઠઇંઘ એ 2008 માં તમાકુ ની જાહેરાત કે પ્રચાર માટે પ્રતિબંધ મુક્યો હતો. કોઇપણ પ્રકારની તમાકુ ખાવાથી ફેફ્સાની ક્ષમતા ઘટી જાય છે.
ચિંતાજનક બાબત એ છે કે હવે યુવતીઓમાં સિગારેટ અને બીડી પીવાનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે.
એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 2009 થી 2019 ની વચ્ચે એટલે કે 10 વર્ષમાં ધૂમ્રપાન કરતી છોકરીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ધૂમ્રપાન કરનારા છોકરાઓની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ તેટલો નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયના હાલમાં જ બહાર પડેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2009માં દેશમાં 2.4% છોકરીઓ ધૂમ્રપાન કરતી હતી. જ્યારે 2019માં તે વધીને 6.2% થઈ ગયો. એટલે કે, આ 10 વર્ષમાં ધૂમ્રપાન કરતી છોકરીઓની સંખ્યામાં 3.8%નો વધારો થયો છે.
તેવી જ રીતે, 2009 માં, 5.8% છોકરાઓ ધૂમ્રપાન કરતા હતા. 2019 માં તેમની સંખ્યા વધીને 8.1% થઈ. એટલે કે, 10 વર્ષમાં ધૂમ્રપાન કરનારા છોકરાઓની સંખ્યામાં 2.3%નો વધારો થયો છે.
જો આ રીતે જોવામાં આવે તો 10 વર્ષમાં ધૂમ્રપાન કરનારા છોકરાઓની સંખ્યા છોકરીઓ જેટલી વધી નથી.
આ રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે, નવી પેઢી વધુ ઝડપથી ધૂમ્રપાનની લતમાં લાગી રહી છે અને તે પણ ખાસ કરીને છોકરીઓમાં.
રિપોર્ટ અનુસાર, 2017માં 1.5% પુખ્ત મહિલાઓ ધૂમ્રપાન કરતી હતી. જ્યારે 2019માં 6.2% છોકરીઓ ધૂમ્રપાન કરતી જોવા મળી હતી. આ દર્શાવે છે કે આવનારી પેઢી વધુને વધુ ધુમ્રપાનની આદી બની રહી છે.
જો કે, આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં તમાકુનો ઉપયોગ કરનારાઓની વસ્તીમાં ચોક્કસપણે ઘટાડો થયો છે, પરંતુ આ મોટાભાગે એવા લોકો છે જેમણે ગુટખા અને પાન મસાલાનો ત્યાગ કર્યો છે. 2009 માં, વસ્તીના 14.6% લોકોએ અમુક તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કર્યો હતો. 2009 માં આવી વસ્તી ઘટીને 8.4% થઈ ગઈ.
છોકરીઓમાં સિગારેટનું વ્યસન કેમ વધી રહ્યું છે?
આના ઘણા કારણો છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા પ્રોફેસર મોનિકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે નવી પેઢી સિગારેટ પીવાને કુલ માને છે. આજકાલ છોકરીઓ પણ છોકરાઓ સાથે હરીફાઈ કરવા અને તેમના જેવા શાનદાર દેખાવા માટે સિગારેટ પીવા લાગી છે. આ સિવાય છોકરાઓની જેમ છોકરીઓ પણ પોતાનો ગુસ્સો ઠંડો કરવા માટે સિગારેટ પીતી હોય છે. જ્યારે, આવું કંઈ થતું નથી.
નિષ્ણાતોનું માનવું છે કે આજકાલ ફિલ્મોમાં મહિલા કલાકારોને સિગારેટ પીતી બતાવવામાં આવે છે, જેના કારણે છોકરીઓમાં ધૂમ્રપાનની લત વધી રહી છે.
છેલ્લા ઘણા વર્ષોમાં ભારતમાં પણ ઈ-સિગારેટનું ચલણ ઝડપથી વધ્યું છે. તેઓ સામાન્ય સિગારેટ કરતાં ઓછા નુકસાનકારક હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આ વાતમાં કોઈ જ હકીકત નથી.
આ સિવાય 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તમાકુની બનાવટો વેચવી એ કાયદેસરનો ગુનો છે, પરંતુ તેમ છતાં દુકાનદારો આવા લોકોને આડેધડ સિગારેટ અને બીડી વેચે છે. સિગારેટ પીનારા 45% કિશોરોએ સ્વીકાર્યું છે કે તેમની નાની ઉંમરને કારણે દુકાનદારે તેમને સિગારેટ કે બીડીની ના પાડી ન હતી.
સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી?
પાન મસાલો, ગુટખા કે સિગારેટ અને બીડી પીવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તમાકુ ચાવવાથી કે ધૂમ્રપાન કરવાથી કેન્સર, શ્વસન સંબંધી રોગ, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ભારતમાં લગભગ 27 કરોડ લોકો એવા છે જેઓ કોઈને કોઈ તમાકુ ઉત્પાદન અથવા અન્યનું સેવન કરે છે. ભારતમાં દર વર્ષે 13.5 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે.
આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે ધૂમ્રપાન ન કરનારાઓની સરખામણીમાં ધૂમ્રપાન કરનારાઓમાં અકાળ મૃત્યુનું જોખમ 31% થી 55% વધી જાય છે.
આ સિવાય ધૂમ્રપાન કરનારા અથવા તમાકુનું સેવન કરનારા પુરૂષો અને સ્ત્રીઓના પ્રજનન અંગોને પણ અસર થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કરવાથી પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય ડિલિવરી દરમિયાન બાળક કે માતાના મોતનું પણ જોખમ રહેલું છે.
આ બધું કેવી રીતે ઘટાડી શકાય?
યુવાનોને તમાકુ અને ધૂમ્રપાનના વ્યસનથી મુક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ જાગૃતિ છે. 2012થી ટીવી પર ધૂમ્રપાન અને તમાકુથી થતા નુકસાન વિશે જણાવવામાં આવી રહ્યું છે. ત્યારથી, ધૂમ્રપાન કરનારા અને તમાકુનું સેવન કરનારા લોકોની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે.
આરોગ્ય મંત્રાલયના 2019માં હાથ ધરાયેલા ‘ગ્લોબલ યુથ ટોબેકો સર્વે’ અનુસાર, 2009માં ભારતની 8.1% વસ્તી ધૂમ્રપાન કરતી હતી, જે 2019માં ઘટીને 7.1% થઈ ગઈ હતી. એ જ રીતે, 2009માં, લગભગ 15 ટકા વસ્તીએ કોઈને કોઈ તમાકુ ઉત્પાદનનું સેવન કર્યું હતું, જેની સંખ્યા પણ 2019માં ઘટીને 9 ટકા થઈ ગઈ હતી.
આ સિવાય તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વધારીને તેનો વપરાશ પણ ઘટાડી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ દર્શાવે છે કે જો તમાકુ ઉત્પાદનો પર ઓછામાં ઓછો 10 ટકા ટેક્સ વધારવામાં આવે છે, તો તે ઉચ્ચ આવકવાળા દેશોમાં 4 ટકા અને ઓછી મધ્યમ આવકવાળા દેશોમાં 5 ટકા જેટલો ઘટાડો કરે છે.
ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વિશ્વનાં 80 ટકા ધુમ્રપાન કરનારા રહે છે. આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજીને તમાકુની શરીર પર હાનીકારક અસરોની જાગૃત્તિ લાવવી અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવી. વિશ્વમાં હાલ 150 કરોડથી વધુ લોકો તમાકુના બંધાણી છે. જેમાં 90 કરોડ તો એકલા ભારતના જ છે, તેથી કલ્પના કરો કે તેને કારણે થતાં કેન્સરને કારણે આપણા દેશમાં વિશ્વમાં સૌથી મૃત્યું થતાં હશે. તમાકુના સેવનથી હૃદય રોગ , સ્ટ્રોક, કેન્સર અને ડાયાબીટીસ જેવા રોગો થાય છે, આ સિવાય ટાઇપ ટુ ડાયાબીટીસનું જોખમ પણ વધી જાય છે.
વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે ત્યારે દર સેક્ધડે સીગારેટ કે બીડી પીવાથી એક વ્યક્તિ મૃત્યું પામે છે. એક વર્ષમાં 5 લાખ મહિલાઓના મોત થાય છે. કેન્સર હોસ્પિટલમાં દાખલ થયેલા કુલ દર્દીમાં અડધા ઉપરનાં દર્દીઓ માત્ર મોઢા, ગળા કે જડબાના કેન્સરવાળા જોવા મળે છે. આ દર્દીઓ પૈકી 80 ટકા તમાકું કે ધુમ્રપાનના વ્યસનીઓ હોય છે. છેલ્લા દશકામાં તમાકુને કારણે કેન્સર જેવા રોગોથી થતાં મૃત્યું આંક ત્રણ ગણો વધી ગયો છે. 25 થી 50 વર્ષ વચ્ચેની ઊંમરનામાં કેન્સર કે હૃદ્યરોગથી મૃત્યું વધુ થયા છે.
ફાકી સતત મોંમા રાખીને ચાવ્યા કરવાથી ઓરલ કે માઉથ કેન્સર થવાના ચાન્સ વધુ હોય છે. કેન્સર ખૂબ જ મોટી બીમારી છે. મોટાભાગના કેસો બીજા કે ત્રીજા સ્ટેજમાં પકડાય છે. જેથી દર્દીને બચાવવો મુશ્કેલ થઇ જાય છે. આપણા ગુજરાતમાં મોઢા કે જડબા કે ગળાના, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સર વધુ જોવા મળે છે. ગત વર્ષે 13 લાખ જેટલા નવા કેસ એક વર્ષમાં નોંધાયા હતા. એક રિપોર્ટ મુજબ ભારતમાં દર એક લાખે 70 થી 90 જેટલા કેન્સરના દર્દીઓ જોવા મળે છે. આપણાં દેશમાં દર વર્ષે 7 લાખ લોકો કેન્સરથી મૃત્યું પામે છે. જેની પાછળ તમાકુ મુખ્ય કારણ છે. એડવાન્સ સ્ટેજમાં કેન્સરની ખબર પડે તો જ તેના બચવાના ચાન્સ વધી જાય છે. તમાકુના વધતા ચલણે સૌરાષ્ટ્રના યુવાવર્ગને બરબાદ કરી નાખ્યો છે. આજે જ્યાં જોવો ત્યાં નાના યુવાનો તમાકુ-ધુમ્રપાન-દારૂ-ગુટખા જેવા વ્યસનો ધરાવતા થઇ ગયા છે. ઓછી આવકવાળાને ઝુપડપટ્ટી જેવા વિસ્તારોમાં તો બાળકો અને મહિલાઓ પણ વ્યસની હોય છે. હાઇફાઇ સોસાયટીઓમાં યુવક સાથે યુવતીઓ પણ ધુમ્રપાન કરતી જોવા મળે છે. નાની ઊંમરમાં આવતા હાર્ટએટેક કે હૃદ્યરોગની સમસ્યા પાછળ તમાકુનું સેવન મુખ્ય જવાબદાર છે. કોરોના જેવી મહામારીના સંક્રમણથી બચવા માટે વ્યસન છોડવાની સલાહ આપવામાં આવી હતી.
છેલ્લે એક હૃદયસ્પર્શી વાત... એક વ્યસની તેના જીવન દરમિયાન 1,50,00,000 રૂપિયા ખર્ચે છે..!
તમાકુ ખાવાથી થતા કેન્સરના કેસમાં ત્રણ વર્ષથી સતત વધારો...
આપણાં દેશમાં પાન-તમાકુ-ફાકી-માવા કે ગુટખા-તમાકુ વધતા ચલણે છેલ્લા દશકામાં કેન્સરનો આંકડો વધારી દીધો છે. ગુજરાતીઓ માટે ચિંતાજનક વાત એ છે કે કેન્સરના કુલ કેસો નોંધાય છે, તે પૈકી અડધા દર્દીઓ મૃત્યું પામે છે. છેલ્લા ત્રણ વર્ષથી આપણાં રાજ્યમાં કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. ભારતમાં તમાકુને કારણે કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. ભારતમાં તમાકુને કારણે કેન્સર થવાના આંકડા જોઇએ તો દર લાખ વ્યક્તિએ 90 જેટલાને કેન્સર જોવા મળ્યું છે. મોઢાના કેન્સરમાં લોકો પ્રારંભિક તપાસ કરાવવા લાગ્યા છે પણ તેની ટકાવારી હજી 60 ટકા જ છે. ધુમ્રપાનને કારણે ફેફ્સાના કેન્સર વધુ જોવા મળે છે. આપણાં ગુજરાતમાં મોઢા-જડબા-ગળાના, ગર્ભાશયના અને ફેક્સાના કેન્સરના દર્દી વધુ જોવા મળે છે. આનાથી બચવા કેન્સરના કોઇ લક્ષણ જણાય તો તુરંત જ નિદાન-સારવાર કરવી જરૂરી છે. કેન્સરમાં વહેલું નિદાન જ બચાવનો શ્રેષ્ઠ ઉપાય છે. નિષ્ણાંતો માને છે કે તમાકુ-દારૂના વધતા દુષણને લીધે મો-ગળા-ફેફ્સા, લિવરના કેસમાં સતત વધારો જોવા મળે છે. આધુનિક વિશ્વમાં સૌ પ્રથમ તમાકુ વિરોધી ઝુંબેશ જર્મનીમાં નાઝીઓએ શરૂ કરી હતી. 20મી સદીમાં ધુમ્રપાનથી ફેફ્સાનું કેન્સર થવાનું જર્મન ડોક્ટરે જ સંશોધન કરેલ હતું. હિટલર તેની યુવાવયે 40 જેટલી સિગારેટ પીતા હતા પણ, બાદમાં પોતાના અંગત-મિત્રોને સિગારેટ નહીં પીવાની સલાહ આપતા હતા. એ જમાનામાં જર્મનીમાં એન્ટી સ્મોકિંગ સુત્રો લખવામાં આવતા હતા.
✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)
No comments:
Post a Comment