Pages

Thursday, 13 July 2023

ચંદ્રયાન - ૦૩ માટે સૌથી મોટો પડકાર...

ભારતનું મહત્વાકાંક્ષી ચંદ્રયાન-૩ આજે ૨૦૨૩ની ૧૪, જુલાઇ, શુક્રવારે બપોરે ૨.૩૫ વાગે અફાટ ગગનમાં ઉડીને ચંદ્રનો નવો, વિશિષ્ટ નકશો તૈયાર કરવા તમામ આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર થઇ ગયું છે. ચંદ્ર વિશે અત્યારસુધીનાં અજાણ્યાં આશ્ચર્યો અને રહસ્યોનો તાગ મેળવવા સજ્જ થઇ ગયું છે.

જાણકારોના મતે ચંદ્રયાન જ્યાં ઉતરવાનું છે તે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ ગણાય છે. અહીંયા મોટા પ્રમાણમાં બરફ જામેલો હોવાનું પણ માનવામાં આવે છે. અહીંયાની જમીનની ટેક્ટોનિક પ્લેટ્સ પણ સતત એક્ટિવ હોવાની ધારણા છે. જ્યાં સુધી આ બાજુ કોઈ લેન્ડર ઉતરશે નહીં ત્યાં સુધી અહીંયાની નક્કર માહિતી મળશે નહીં.

બીજી વાત એવી છે કે, આ જગ્યાને ડાર્ક સાઈડ ઓફ ધ મુન કહેવામાં આવે છે. આ એવો ભાગ છે જે ક્યારેય પૃથ્વીની સામે આવતો જ નથી. અહીંયા કાયમ અંધારુ જ રહે છે. અહીંયા ભુકંપ પણ વધારે પ્રમાણમાં આવતા હોવાથી રોવર માટે જોખમ હોવાનું મનાઈ રહ્યું છે.

ચંદ્ર ઉપર લેન્ડિંગનું જોખમ હોવાના આ કારણો:-
ચંદ્ર ઉપર વાયુમંડળ નથી. ધરતી અને મંગળ ઉપર વાયુમંડળ છે. આકાશમાંથી કશું નીચે આવે અથવા તો વ્યક્તિ કુદે અને પેરાશુટ ખોલી દેવામાં આવે તો તે ધીમે ધીમે નીચે આવી શકે છે. ચંદ્ર ઉપર એવું થતું નથી. અહીંયા વાયુમંડળ જ નથી.

ચંદ્ર ઉપર સેફ લેન્ડિંગ માટે પ્રોપેલન લઈ જવું પડે તેમ છે. ધરતી ઉપરથી રોકેટ દ્વારા મર્યાદિત જથ્થામાં જ પ્રોપેલન લઈ જઈ શકાય તેમ છે. તેથી ખૂબ જ આયોજનપૂર્વક તેનો ઉપયોગ કરવો પડે નહીંતર લેન્ડર ક્રેશ થઈ જાય.

જેમ આપણી પૃથ્વી ઉપર દરેક જગ્યાનું લોકેશન છે અને જીપીએસથી તેની ખબર પડે છે તેવી માહિતી ચંદ્ર ઉપર મળતી નથી. ચંદ્રનું જીપીએસ જણાવે તેવો કોઈ ઉપગ્રહ નથી. તેના કારણે જમીનની સ્થિતિ, જમીનનું અંતર વગેરે માત્ર અંદાજના આધારે જ નક્કી કરવા પડે તેમ છે.

સૌથી મોટો પ્રશ્ન છે પ્રકાશનો. અહીંયા માત્ર ક્ષિતિજ ઉપર જ સૂર્યપ્રકાશ આવે છે. તેના કારણે લાંબા લાંબા પડછાયા દેખાય છે અને આભાસ ઊભા થાય છે. તેને પગલે મોટા ખડકો કે પર્વતોની ઉંચાઈ અથવા તો ખાડાની ઉંડાઈ યોગ્ય રીતે માપી કે સમજી શકાતી નથી જે અકસ્માતની શક્યતા વધારે છે.


No comments:

Post a Comment