🪙 નોકરિયાત
🔸સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રાહત, 50 હજાર રૂપિયાથી વધીને 75 હજાર રૂપિયા થઈ ગઈ.
🔸નવી કર રિજિમમાં મોટા ફેરફારો, જૂના રિજિમમાં કોઈ ફેરફાર નહીં.
🔸નવી ટેક્સ રિજિમમાં 3 લાખ રૂપિયા સુધી ઇનકમ ટેક્સ ફ્રી.
🔸3 થી 7 લાખ રૂપિયા સુધી 5% ઇનકમ ટેક્સ.
🔸7 થી 10 લાખ રૂપિયા સુધી 10% ઇનકમ ટેક્સ.
🔸10 થી 12 લાખ રૂપિયા સુધી 15% ઇનકમ ટેક્સ.
🔸12 થી 15 લાખ રૂપિયા સુધી 20% ઇનકમ ટેક્સ.
🔸15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે.
🔸પહેલીવાર નોકરી શરૂ કરનારને એક મહિનાનો પગાર મળશે.
🔸પાત્રતા મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. 2.10 કરોડ 🔸યુવાનોને ફાયદો થયો.
🔸સરકાર 30 લાખ યુવાનો માટે એક મહિનાનો પીએફ ચૂકવશે જેમની પાસે તેમની પ્રથમ નોકરી છે.
🔸મ્યુચ્યુઅલ ફંડ અથવા UTIની પુનઃખરીદી પર 20% TDS પાછી ખેંચી લેવામાં આવી.
🔸મહત્તમ પગાર 15 હજાર રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ત્રણ હપ્તામાં.
🔸ઔપચારિક ક્ષેત્રમાં પ્રથમ વખત નોકરી શોધનારાઓ માટે મોટી જાહેરાત.
🔸PM સૂર્યઘર યોજના હેઠળ 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી.
🪙 વેપારી
🔸મોબાઈલ ફોન સસ્તા થશે. ફોન અને ચાર્જર પરની ડ્યુટી ઘટાડીને 15% કરી દીધી
🔸સોના-ચાંદીના આભૂષણો પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી
🔸પ્લેટિનમ પર કસ્ટમ ડ્યૂટી 6.4 ટકા ઘટશે
🔸20 પ્રકારના ખનીજ, આયાતી સોનું-ચાંદી, ચામડું અને શૂઝ સસ્તા થશે, કસ્ટમ ડ્યુટી ઘટશે
🔸નિકાસ માટે બનેલી ચામડાની ચીજવસ્તુઓને GSTમાંથી મુક્તિ
🔸ઈ-કોમર્સ ઓપરેટરો માટે TDS 1% થી ઘટાડીને 0.1% કર્યો
🔸દેશમાં 12 નવા ઔદ્યોગિક હબ બનાવવામાં આવશે
🔸12 નવા ઔદ્યોગિક હબ બનાવવામાં આવશે.
🔸CSR હેઠળ કંપનીઓ યુવાનોના ઇન્ટર્નશિપ ખર્ચના 10% ભોગવશે
🔸MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમનો વ્યાપ વધશે
🔸500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપ
🔸મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા કરવામાં આવી
🔸SIDBIની પહોંચ વધારવા માટે આગામી 3 વર્ષમાં નવી શાખાઓ ખોલવામાં આવશે
🔸50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ યુનિટના સેટઅપ માટે મદદ પૂરી પાડશે
🔸MSMEને ફૂડ સેફ્ટી લેબ ખોલવા માટે મદદ આપવામાં આવશે
🔸ઈ-કોમર્સ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્ર સાથે મળી કામ કરવામાં આવશે
🪙 ખેડૂત
🔸ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
🔸ખેડૂતો માટેના બજેટમાં 21.6% એટલે કે 25 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે
🔸32 પાકોની 109 નવી વેરાઇટી, ઉચ્ચ ઉપજ સાથે 19 વેરાઇટી
🔸સરસવ, મગફળી, સૂનફ્લાવર અને સોયાબીન જેવા પાકો પર ધ્યાન આફશે
🔸400 જિલ્લામાં પાકનું ડિજિટલ સર્વે કરવામાં આવશે
🔸એક વર્ષમાં એક કરોડ ખેડૂતો નેચરલ ફાર્મિંગ સાથે જોડાશે
🔸6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજીસ્ટ્રીમાં લાવવામાં આવશે
🔸5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે
🔸ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે MSP અંગે બજેટમાં કોઈ જાહેરાત નથી.
🔸63,000 આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામો માટે PM આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન યોજના
🪙 સ્ટુડન્ટ
🔸રોજગાર, કૌશલ્ય તાલીમ માટે 5 PM યોજનાઓનું પેકેજ
🔸5 વર્ષમાં 4 કરોડ 10 લાખ યુવાનોને ફાયદો થશે. બે લાખ કરોડનો ખર્ચ થશે
🔸વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લોન મળશે. લોનની 3% સુધીની રકમ સરકાર આપશે
🔸દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન સ્કીમ
🔸રોજગાર, કૌશલ્ય તાલીમ માટે 5 PM યોજનાઓનું પેકેજ
🔸આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ટૉપ-500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક મળશે
🪙 રિયલ એસ્ટેટ
🔸બિહારના રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે રૂ. 26 હજાર કરોડની જાહેરાત
🔸પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસ વેનો વિકાસ કરવામાં આવશે
🔸બોધગયા, રાજગીર, વૈશાલી અને દરભંગા રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે
🔸બક્સરમાં ગંગા નદી પર વધારાનો બે-લેન પુલ બનાવવામાં આવશે
🔸બિહારમાં 21 હજાર 400 કરોડ રૂપિયાના ખર્ચે પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે
🔸આંધ્રમાં પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ થશે
🔸વિશાખાપટ્ટનમ-ચેન્નઈ અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર માટે વિશેષ ભંડોળ
🔸કાશીની જેમ ગયાના વિષ્ણુપદ મંદિર માટે પણ કોરિડોર બનાવવામાં આવશે
🔸રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક ઉદ્યાનો મંજૂર કર્યા
🔸રોકાણ માટે તૈયાર “પ્લગ એન્ડ પ્લે” ઔદ્યોગિક પાર્ક 100 શહેરોમાં અથવા તેની આસપાસ બાંધવામાં આવશે
🔸બિહાર, ઝારખંડ, બંગાળ, ઓડિશા અને આંધ્રના વિકાસ માટે પૂર્વોદય યોજના
🔸પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક 'હાટ' અથવા સ્ટ્રીટ ફૂડ હબ બનશે
🔸1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે #PMWasYojana અર્બન 2.0 યોજના
🔸30 લાખથી વધુ વસ્તીવાળા 14 મેગા શહેરોમાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પ્લાન
🔸ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે રાજ્યોને લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન માટે રૂ. 1.5 લાખ કરોડ
🔸પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તબક્કો 4 25,000 ગ્રામીણ વસાહતો માટે શરૂ થશે
🔸દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 11 લાખ કરોડ. GDPના 3.4% ખર્ચ કરાશે.
🪙 મહિલા-બુઝુર્ગ
🔸 મહિલા-યુવતીઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી
🪙 હેલ્થ
🔸કેન્સરની સારવાર સસ્તી થશે. જટિલ સાધનો અને દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી
🔸મેડિકલ એક્સ-રે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડાશે
🪙 ઓટોમોબાઇલ
🔸પાવર સ્ટોરેજ અને એકંદર ઉર્જા મિશ્રણમાં RenewableEnergy માટે પમ્પ્ડ સ્ટોરેજ પોલિસી રજૂ કરાશે
🔸800 મેગાવોટનો કોમર્શિયલ થર્મલ પ્લાન્ટ સ્થાપવા માટે NTPC અને BHEL વચ્ચેનું સંયુક્ત સાહસ
No comments:
Post a Comment