Pages

Monday, 21 April 2025

દફનવિધિ પહેલાં પોપની વીંટી તોડી નાખવામાં આવશે:સફેદ ધુમાડાનો શું અર્થ છે? ખ્રિસ્તી ધર્મગુરુના નિધન પછીની સમગ્ર પ્રક્રિયા...


વિશ્વના સૌથી મોટા ધર્મગુરુમાંના એક રોમન કેથલિક ખ્રિસ્તી ધર્મના પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. સોમવારે સવારે વેટિકન સિટીના સિનિયર ઓફિશિયલ કાર્ડિનલ કેવિન ફેરલે જાહેરાત કરી: "આજે સવારે 7:35 વાગ્યે રોમના બિશપ ફ્રાન્સિસ ફાધરના ઘરે પરત ફર્યા. તેમનું આખું જીવન પ્રભુ અને તેમના ચર્ચની સેવા માટે સમર્પિત હતું."

તેમની ઇચ્છા મુજબ તેમને તેમના પ્રિય ચર્ચમાં દફનાવવામાં આવશે. આ પહેલાં સામાન્ય રીતે પોપના દેહને સુરક્ષિત રાખવાની પરંપરા છે.

પોપના દેહને દફનાવવામાં આવ્યા પછી તેમની વીંટી કેમ તોડવામાં આવે છે; નવા પોપ માટે ગુપ્ત મતદાન દરમિયાન ચર્ચમાંથી ધુમાડો કેમ નીકળે છે; તેમના નિધન સાથે જોડાયેલા 10 મહત્વપૂર્ણ સવાલના જવાબો જાણો VATS CHRONICLES માં...

1️⃣ પોપ ફ્રાન્સિસનું મૃત્યુ કેવી રીતે થયું?
▶️ પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 'બ્રોન્કાઇટિસ' એટલે કે શ્વાસનળીમાં સોજો હતો. ખરેખરમાં તેઓ યુવાનીથી જ, પોપ પ્લુરીસી નામના ફેફસાના રોગથી પીડાતા હતા. આ કારણે તેમના ફેફસાંનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. શિયાળા દરમિયાન પોપને ફેફસામાં ઈન્ફેક્શન થવાની શક્યતા રહેતી હતી. માર્ચ 2023માં પણ પોપને બ્રોન્કાઇટિસના કારણે 3 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

▶️ આ વખતે જ્યારે પોપને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તપાસ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે પોપને બાયલેટ્રલ ન્યુમોનિયા છે. ખરેખરમાં ન્યુમોનિયા એ ફેફસાના ઈન્ફેક્શનનો એક પ્રકાર છે. આના કારણે ફેફસાંમાં સોજો આવી જાય છે. જ્યારે સોજો વધે છે ત્યારે પાણીથી ભરાઈ જાય છે. આના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઉધરસ, તાવ વગેરેની તકલીફ થાય છે.

▶️ જ્યારે આ ચેપ બંને ફેફસાંમાં થાય છે ત્યારે તેને બાયલેટ્રલ ન્યુમોનિયા કહેવામાં આવે છે. ડોક્ટરોએ કહ્યું હતું કે પોપ ફ્રાન્સિસને સેપ્સિસ એટલે કે લોહીના ચેપનું જોખમ છે.

🖼️ જેમેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોપ ફ્રાન્સિસ. (ફોટો- રોઇટર્સ)

38 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ 23 માર્ચે તેમને રજા આપવામાં આવી હતી. એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 21 એપ્રિલના રોજ તેમનું નિધન થયું.


2️⃣ પોપના મૃત્યુની જાહેરાત કેવી રીતે થાય છે?
▶️ પોપ ઉપરાંત કેથલિક ચર્ચમાં વિશ્વભરમાં 252 મુખ્ય પાદરી છે, જેમને કાર્ડિનલ્સ કહેવામાં આવે છે. ભારતમાં પણ આવા 5 કાર્ડિનલ્સ છે. આમાંથી એક વેટિકનના સૌથી વરિષ્ઠ કાર્ડિનલ, પોપના મૃત્યુની પુષ્ટિ કરે છે. તેમને કેમેરલેન્ગો કહેવામાં આવે છે. હાલમાં આ પદ આઇરિશમાં જન્મેલા કાર્ડિનલ કેવિન ફેરેલ પાસે છે.

▶️ કેમરલેન્ગો એ વ્યક્તિ છે, જે ચર્ચની અંદર પોપના મૃત્યુ પછી તેમના અંગત પ્રાર્થના ખંડમાં, એટલે કે ચેપલમાં તેમના પાર્થિવદેહની સંભાળ રાખે છે. એ પછી તેમને જગાડવા માટે તેમનું નામ બોલે છે.

▶️ મૃત્યુ પછી ડોકટરો પણ પોપના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરે છે. પરંપરા મુજબ જ્યારે પોપના શરીરમાં મેડિકલ સારવારથી પણ કોઈ સુધારો થવાનું બંધ કરી દે છે અને તેમનું શરીર સંપૂર્ણપણે શાંત થઈ જાય છે ત્યારે તેમની વીંટીને તોડવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ દસ્તાવેજો પર મહોર તરીકે કરે છે. આ પોપના શાસનના અંતનું પ્રતીક હોય છે. આ પછી પોપના ચેપલને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવે છે.

▶️ કેમરલેન્ગો સૌપ્રથમ ચર્ચના અન્ય સિનિયર કાર્ડિનલ્સના ગ્રુપ, એટલે કે કોલેજ ઓફ કાર્ડિનલ્સને જાણ કરે છે કે પોપનું નિધન થયું છે. આ પછી વેટિકન વહીવટીતંત્ર મીડિયાને તેમના વિશે માહિતી આપે છે.


3️⃣ મૃત્યુ પછી શરીરનું શું થાય છે?
▶️ પોપના મૃત્યુ પછી 9 દિવસ સુધી શોક મનાવવામાં આવે છે. પ્રાચીન રોમન રિવાજ મુજબ આ સમયગાળાને 'નોવેન્ડિએલ' તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન પોપને ઈશ્વરના આશીર્વાદ આપવામાં આવે છે. તેમને પોપનાં કપડાં પહેરાવીને સેન્ટ પીટર્સ બેસિલિકા નામની જગ્યાએ લઈ જવામાં આવે છે. સેન્ટ પીટર્સ બેસિલિકા વાસ્તવમાં રોમના પ્રથમ પોપ સેન્ટ પીટરનું દફન સ્થળ છે. અહીં લોકો જાહેર રીતે પોપ ફ્રાન્સિસનાં છેલ્લાં દર્શન કરશે.

▶️ ઐતિહાસિક રીતે પોપના મૃત્યુ પછી તેમને દફનાવવા વચ્ચેના સમયગાળા દરમિયાન તેમના પાર્થિવદેહને સુરક્છેષિત કરવાનો હોય છે. આ માટે પોપના દેહમાંથી કેટલાંક અંગો પણ કાઢી નાખવામાં આવે છે. આ પરંપરા 16મીથી 19મી સદી સુધી ચાલી હતી. રોમમાં 18મી સદીમાં બનેલો એક ફુવારો છે, એને ટ્રેવી ફાઉન્ટેન કહેવામાં આવે છે. એની નજીકના એક ચર્ચમાં 20થી વધુ પોપોના હૃદય આરસપહાણના પથ્થરથી બનેલા કળશમાં રાખવામાં આવ્યા છે.


🖼️ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પોપ ફ્રાન્સિસને તેમના મૃત્યુના એક દિવસ પહેલાં 20 એપ્રિલે મળ્યા હતા.


4️⃣ પોપને ક્યાં દફનાવવામાં આવશે?
▶️ પોપના પાર્થિવદેહને સામાન્ય રીતે તેમના નિધનના એક અઠવાડિયા પછી દફનાવવામાં આવે છે. આ પ્રક્રિયાનું નેતૃત્વ કાર્ડિનલ્સ કોલેજના ડીન દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ પદ ઇટાલીના 91 વર્ષીય જિયોવાની બટિસ્ટા રે પાસે છે. સામાન્ય રીતે પોપના શરીરને સેન્ટ પીટર બેસિલિકાની નીચે બનેલા વેટિકન ગ્રોટોમાં દફનાવવામાં આવે છે.

▶️ જોકે પોપ ફ્રાન્સિસે 2023માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેમણે રોમમાં સાન્તા મારિયા મેગીઓર બેસિલિકાને તેમના અંતિમ વિશ્રામ સ્થાન તરીકે પસંદ કર્યું છે. આ ચર્ચ ફ્રાન્સિસનું પ્રિય ચર્ચ રહ્યું છે. તેઓ અહીં વારંવાર આવતા હતા. નવેમ્બર 2024માં તેમની મંજૂરી બાદ પોપના દફનવિધિ માટેના 2000ના નિયમોમાં કેટલાક ફેરફાર કરીને એને સરળ બનાવવામાં આવ્યા. આ ફેરફારો પાછળનું કારણ પોપની ઇચ્છા હતી કે તેમના અંતિમસંસ્કાર સામાન્ય પાદરીની જેમ જ કરવામાં આવે.


5️⃣ પોપ કોણ છે, આ પદ કેટલું શક્તિશાળી છે?
▶️ ઈસુ ખ્રિસ્તના બધા અનુયાયીઓને ખ્રિસ્તી કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ઘણાં વિભાગો અથવા જૂથો છે, જેમ કે કેથલિક, પ્રોટેસ્ટેંટ અને ઓર્થોડોક્સ. કેથલિક ખ્રિસ્તીઓના ધર્મગુરુઓમાં પોપ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. એનો શાબ્દિક અર્થ છે - પાપા એટલે કે પિતા. વિશ્વનો સૌથી નાનો સાર્વભૌમ દેશ વેટિકન સિટી છે. પોપનો વહીવટ અહીંથી જ ચાલે છે.

▶️ 'હોલી સી' અથવા 'પરમધર્મ પીઠ' નામની સંસ્થા રોમન કેથલિક ચર્ચ અને પોપના રાજદ્વારી પ્રતિનિધિ હોવાનું કહેવાય છે. એનું મુખ્ય મથક પણ વેટિકન સિટીમાં છે. હોલી સીને એક પ્રકારે રોમન ચર્ચ અને પોપની સરકાર માનવામાં આવે છે. જેમ વિશ્વભરમાં મોટા ભાગના દેશોના દૂતાવાસો હોય છે. એવી જ રીતે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં વેટિકનના આ હોલી સીના ડિપ્લોમેટિક મિશન છે. તેમને વેટિકનના ધાર્મિક રાજદૂતોનાં નિવાસસ્થાનો અથવા 'એપોસ્ટોલિક નન્સિયેચર્સ' કહેવામાં આવે છે.

▶️ વિશ્વના મોટા ભાગના ખ્રિસ્તી દેશો પોપ ફ્રાન્સિસને સૌથી મહાન ધર્મગુરુ માને છે. ખ્રિસ્તી ધર્મની બાબતોમાં પોપના આદેશોને આદર સાથે સ્વીકારવામાં આવે છે. પોપનું વલણ ઘણીવાર આ દેશોના સામાજિક અને રાજકીય બાબતોને પ્રભાવિત કરે છે.


6️⃣ પોપ ફ્રાન્સિસ કેટલા સમયથી આ પદ પર હતા?
▶️ પોપ જીવનભર તેમના પદ પર રહે છે. 28 ફેબ્રુઆરી 2013ના રોજ, પોપ બેનેડિક્ટ XVIએ તેમની ઉંમર અને માંદગીનું કારણ આપીને પોપપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. રોમન કેથોલિક ચર્ચના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ પોપે પોતાની મેળે રાજીનામું આપ્યું હોય. બેનેડિક્ટ બાદ ફ્રાન્સિસે તેમનું પદ સંભાળ્યું. 13 માર્ચ 2013ના રોજ, ઇટાલિયન કવિ સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસિસીના માનમાં આયોજિત એક કોન્ક્લેવમાં આર્જેન્ટિનાના કાર્ડિનલ જોર્જ મારિયો બર્ગોગ્લિયોને નવા પોપ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ નામના નવા પોપને બેનેડિક્ટના ઉત્તરાધિકારી તરીકે ચૂંટવામાં આવ્યા.


🖼️ 13 માર્ચ, 2013ના રોજ, જ્યારે બર્ગોગલિયો નવા પોપ તરીકે ચૂંટાયા, ત્યારે વેટિકનમાં સિસ્ટીન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.


7️⃣ પોપ કોણ બની શકે છે?
▶️ કોઈપણ પુરુષ જે કેથોલિક છે અને જેનું બપતિસ્મા થયું છે તે પોપ બની શકે છે. બપતિસ્મા એ કેથોલિક વિધિ છે, જેના પછી જ વ્યક્તિને કેથોલિક કહી શકાય. કેથોલિક ચર્ચના નિયમો અનુસાર, કોઈ પણ મહિલા પોપ બની શકતી નથી. જોકે, એવું કહેવાય છે કે એક વખત એક સ્ત્રી પુરુષોના કપડાં પહેરીને પોપના કામકાજ સંભાળતી હતી. આના પર 2009માં 'પોપ જોન' (Pope Joan) નામની ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

▶️ જેમ આપણે પહેલા કહ્યું હતું કે વિવિધ દેશોના કાર્ડિનલ્સ તેમના દેશોમાં કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધર્મગુરુ અથવા પાદરીઓ હોય છે. 9 કાર્ડિનલ્સની એક કાઉન્સિલ છે જે પોપને વિવિધ મુદ્દાઓ પર સલાહ આપે છે. સામાન્ય રીતે આમાંથી એકને આગામી પોપ તરીકે પસંદ કરવામાં આવે છે.


8️⃣ પોપની પસંદગી કરવાની પ્રક્રિયા શું છે?

9️⃣ શું નવા પોપ ચૂંટાયા પછી તેમનું નામ બદલાય છે?
▶️ હા, નવા પોપની પસંદગી પછી, કોલેજ ઓફ કાર્ડિનલ્સના પ્રતિનિધિ સેન્ટ પીટર બેસિલિકાની બાલ્કનીમાંથી હજારો લોકોની સામે લેટિનમાં જાહેરાત કરે છે - 'બેમસ પાપમ' જેનો અર્થ થાય છે - 'આપણી પાસે એક પોપ છે.'

આ પછી, ચૂંટાયેલા પોપ એક નવું પોપ નામ પસંદ કરે છે. તેનું નામ સામાન્ય રીતે કોઈ પ્રાચીન સેન્ટ અથવા પોપના માનમાં રાખવામાં આવે છે. નવા પોપ એક નવો કાસક (સંપૂર્ણ શરીરને ઢાંકતો પોશાક) પહેરે છે અને બેસિલિકાની બાલ્કનીમાંથી જનતાને તેમનું પહેલું સંબોધન કરે છે.


🔟 પોપ ફ્રાન્સિસ પછી આગામી પોપ બનવા માટે સૌથી મોટો દાવેદાર કોણ છે?
▶️ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં પોપના ઉત્તરાધિકાર માટે 5 કાર્ડિનલ્સના નામ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે
પોપના તે નિવેદનો અને કિસ્સા જે ઘણીવાર યાદ કરવામાં આવે છે...

1️⃣ પાદરીઓ લગ્ન કરે તેમાં કોઈ વાંધો નથી: 13 માર્ચ, 2023ના રોજ, પોપ ફ્રાન્સિસે આર્જેન્ટિનાના ઇન્ફોબે પ્રકાશન સાથેના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું,
પાદરીના લગ્ન કરવા પર કોઈ વાંધો નથી. પશ્ચિમી ચર્ચમાં બ્રહ્મચર્યનું વ્રત કામચલાઉ છે. પૂર્વીય ચર્ચમાં, જેઓ લગ્ન કરવા માંગે છે તેઓ કરે છે. દીક્ષા પહેલાં લગ્ન કરવા કે ન કરવાનો વિકલ્પ હોય છે.

▶️ પૂર્વીય ચર્ચ, કેથોલિક ધર્મની એક શાખા છે, જે વધુ છુટ આપે છે. પૂર્વીય ચર્ચ પણ પોપની સર્વોપરિતા સ્વીકારે છે. જો કે, વર્ષ 2019 માં તેમના એક નિવેદનમાં, તેમણે બ્રહ્મચર્યને ભેટ તરીકે વર્ણવ્યું હતું. પછી, પાદરીઓ માટે લગ્નના મુદ્દા પર, તેમણે કહ્યું હતું કે તેઓ બ્રહ્મચર્ય પર વિકલ્પ આપવા સાથે સહમત નથી.


2️⃣ પ્રાર્થના કરવા બેસો છો, ત્યારે ઉંઘ આવી જાય છે: કેથોલિક ખ્રિસ્તીઓનો એક ચેનલ છે. કેથોલિક ટીવી2000. આના પર ખ્રિસ્તી ધાર્મિક કાર્યક્રમો આવતા રહે છે. 31 ઓક્ટોબર, 2017 ના રોજ, પોપ ફ્રાન્સિસે આ ચેનલ પર કહ્યું,
ઘણી વાર, જ્યારે હું આંખો બંધ કરીને ગોડને પ્રાર્થના કરવા બેસું છું, ત્યારે મને ઊંઘ આવી જાય છે.

▶️ પોપે વધુમાં કહ્યું કે આવું કરનાર તેઓ એકલા નથી. તેમના પહેલા ઘણા સંતોએ આ કર્યું છે અને હજુ પણ કરી રહ્યા છે.


3️⃣ સ્વર્ગ અને નરક ફક્ત શબ્દો છે: પોપ ફ્રાન્સિસે એક વાર કહ્યું હતું,
ખરેખર સ્વર્ગ અને નરક જેવું કંઈ નથી. આ બધી ફક્ત વાતો છે.


4️⃣ પોપ ફ્રાન્સિસ, જેમને ઊંઘનો શોખ હતો, તેઓ પૂરા 8 કલાક ઊંઘતા હતા: પોપને ઊંઘવું ગમતું હતી. પોપ રાત્રે નવ વાગ્યે સૂઈ જતા અને સવારે પાંચ વાગ્યે ઉઠી જતા. બપોરનું ભોજન કર્યા પછી પણ તે થોડીવાર માટે સુઈ જતા હતા.

No comments:

Post a Comment