ઇઝરાયલમાં હમાસે રોકેટ હુમલા કર્યા તેમાં સવાલ એ થાય છે કે હમાસના આતંકવાદીઓએ હુમલા માટે 06 ઓક્ટોબરનો દિવસ જ કેમ પસંદ કર્યો? હકીકતમાં 06 ઓક્ટોબરે યહૂદીઓનો સૌથી પવિત્ર તહેવાર યોમ કિપ્પુર મનાવવામાં આવે છે.
આ સાથે 1973ના સંઘર્ષની 50મી વર્ષગાંઠને પણ એક ખાસ કારણ માનવામાં આવે છે. 1973માં 06 ઓક્ટોબરના દિવસે યોમ કિપ્પુર પર્વના દિવસે જ અરબ દેશોના સંગઠને ઇઝરાયલનો કબજો ધરાવતાં ક્ષેત્રો પર હુમલો કર્યો હતો અને તેને પગલે યુદ્ધ શરૂ થયું હતું.
1967માં 06 ઓક્ટોબરે યુદ્ધ થયું હતું.
1967માં 06 દિવસ સુધી ચાલેલાં યુદ્ધનો વ્યાપ મોટાભાગે ગોલાન હાઇટ્સ, સિનાઇ તથા ઇઝરાયલના કબજાવાળા અન્ય ક્ષેત્રો પૂરતો સીમિત રહ્યો હતો. તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ રિચાર્ડ નિકસને જેવું ગ્લોબલ ન્યૂક્લિયર એલર્ટ ઈશ્યૂ કર્યું તે પછી રાજકીય ટેન્શન તેની ચરમસીમા પર પહોંચી ગયું હતું. આ યુદ્ધ લગભગ બે સપ્તાહ સુધી ચાલ્યું હતું અને તેમાં લગભગ 20 હજાર લોકો માર્યા ગયાં હતાં પણ આખરે ઇઝરાયલનો વિજય થયો હતો.
યોમ કિપ્પુરનો તહેવાર શોકમાં પલટાયો.
આમ છ ઓક્ટોબરનો હુમલો 1967ના દિવસોની યાદ અપાવે છે. શનિવારના હમાસના હુમલામાં અને 1967ના હુમલામાં ઘણી સમાનતાઓ છે. ઈઝરાયલના લોકો પોતાના આ પવિત્ર તહેવારની ઉજવણી કરવા તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ આ હુમલો થયો હતો. હુમલામાં 300થી વધારે લોકો માર્યા જવાના કારણે ઈઝરાયલમાં યોમ કિપ્પુરનો તહેવાર શોકમાં પલટાયો હતો.
હમાસના હુમલો બાદ ઇઝરાયલના લોકો ખૂબ ડર્યા.
હમાસે હુમલો કર્યા પછી ઇઝરાયલના લોકો ખૂબ ડરેલા છે. શનિવારે હમાસના આતંકવાદીઓ પેરાગ્લાઇડર્સ, નૌકાઓ અને મોટરસાઇકલ પર સવાર થઇને ઇઝરાયલમાં ઘૂસી ગયા હતા અને નાગરિકો પર ખુલ્લેઆમ ગોળીબાર કરવા લાગ્યા હતા. તે હુમલામાં લગભગ 300 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. આતંકવાદીઓ સતત હુમલો કરી રહ્યા હોવાથી ઇઝરાયલના લોકો સતત ઘરોમાં જ રહેવા મજબૂર છે. આમ તો ઇઝરાયલમાં રહેતા તમામ લોકોના ઘરોમાં બોમ્બ શેલ્ટર બનેલા છે. દરેક ઘરમાં બોમ્બ શેલ્ટર બનાવવાનો કાયદો જ છે. એટલું જ નહીં અહીં જાહેર સ્થાનોએ પણ બોમ્બ શેલ્ટર બનેલા છે. તે બોમ્બ શેલ્ટર્સને કારણે જ ઇઝરાયલના લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત છે. ઇઝરાયલમાં દરેક ઘરમાં બોમ્બ શેલ્ટર બનાવવાનો કાયદો ના હોત તો હમાસના આ હુમલામાં મૃત્યાંક ખૂબ ઊંચો હોત. વડાપ્રધાન નેતન્યાહૂએ લોકોને બોમ્બ શેલ્ટરમાં જ રહેવા કહ્યું છે.
ઇઝરાયલ પર હુમલો કરીને હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલી નાગરિકોના અપહરણ કર્યાના દાવા થઇ રહ્યા છે. 22 જેટલા સ્થાને ગોળીબાર ચાલુ હોવાના અહેવાલ હતા.
ઘરોમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે આતંકવાદીઓ.
હમાસ સંગઠને ઇઝરાયલ પર હુમલો કર્યા પછી લોકો ઘરોમાં કેદ છે. તેમણે ઇઝરાયલી એજન્સીઓ અને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે આતંકવાદીઓ તેમના ઘરોમાં ઘૂસવા પ્રયાસ કરી રહ્યા છે. ગાઝા પટ્ટી નજીક શબર કિબુજ બેરીમાં આતંકવાદીઓ ઘરોમાં લોકોના છુપાવાના સ્થાનો શોધી રહ્યા છે. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે,'આતંકવાદીઓ ઘરમાં ઘૂસવા માંગે છે. હું મારા બે બાળકો સાથે ઘરમાં છુપાયેલો છું. હું આતંકવાદીઓ દ્વારા થતો અવાજ સાંભળી શકું છું.' અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, 'સમગ શહેરમાં ગોળીબાર થઇ રહ્યો છે.
હમાસ આ વખતના હુમલામાં સફળ કઈ રીતે થયું?
પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આતંકવાદી સંગઠન હમાસે શનિવારે સવારે અચાનક જ ગાઝા ખાતેથી 20 મિનિટમાં ઇઝરાયલી શહેરો પર એકસામટાં લગભગ પાંચ હજાર રોકેટનો મારો કર્યો. એટલું જ નહીં, હમાસના બંદૂકધારીઓ ઇઝરાયલી શહેરોમાં પણ ઘૂસી ગયા અને કેટલાંક સૈન્ય વાહનો પર કબજો કરી હુમલો કર્યો. ઘણા ઇઝરાયલી સૈનિકોને પણ બંધક બનાવ્યા. આ બધા બનાવો વચ્ચે એક સવાલ એવો ઊભો થાય છે કે, જેને દુનિયાની સૌથી સારામાં સારી હવાઈ સુરક્ષા સિસ્ટમ માનવામાં આવે છે તે ઇઝરાયલના આયર્ન ડોમને હમાસે થાપ કઈ રીતે આપી?
ઇઝરાયલ અત્યારે પોતાના સૌથી ખરાબમાં ખરાબ દૌરમાં છે. પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે જે રીતે હુમલો કર્યો તેની કલ્પના કદાચ જ કોઈને થઈ શકે. ઇઝરાયલના લોકોએ વિચાર્યું પણ નહીં હોય કે તેમની સવાર આવી પડશે. અહીંના લોકોની સવાર હવાઈ હુમલાના ધડાકાઓથી પડી. બધી બાજુ અવાજ અવાજ અને લોકોમાં ડર જોવા મળ્યો. એવું મનાય છે કે ઇઝરાયલની સેનાની ગણતરી દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાં થાય છે. તેની પાસે દુનિયાની સૌથી જબરજસ્ત જાસૂસી એજન્સી મોસાદ છે, તેમ છતાં, હમાસ ઇઝરાયલ પર હુમલો કરવામાં સફળ થઈ ગયું. આ બધા ઘટનાક્રમોને જોતાં સવાલ એ ઊભો થાય કે ઇઝરાયલ હવાઈ સીમાની સુરક્ષા માટે આયર્ન ડોમ સિસ્ટમની વાત કરે છે, તે હોવા છતાં હમાસે આવો જબરજસ્ત હુમલો કઈ રીતે કર્યો? તેણે આ વખતે ઇઝરાયલનું આ સુરક્ષા કવચ કઈ રીતે ભેદ્યું?
આયર્ન ડોમ કઈ રીતે કામ કરે છે?
હવાઈ સુરક્ષા સિસ્ટમ આયર્ન ડોમના મુખ્ય ત્રણ ભાગ હોય છે. પહેલો ભાગ રડાર, બીજો લોન્ચર, અને ત્રીજો કમાન્ડ પોસ્ટ. રડાર દ્વારા ડોમ સિસ્ટમ નક્કી કરે છે કે આકાશમાં દેખાતી વસ્તુ જોખમ છે કે નહીં? જો સિસ્ટમને લાગે કે તે જોખમી છે તો આયર્ન ડોમ રોકેટ ઇન્ટરસેપ્ટર મિસાઇલ હુમલો કરી દે છે. આયર્ન ડોમમાં અત્યારે તામીર મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ, જે સિસ્ટમથી મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે તેને લોન્ચર કહે છે. તે બે પ્રકારનાં હોય છે. સ્ટેશનરી અને મોબાઇલ. સ્ટેશનરી એક જ જગ્યાએ ફિટ કરાયેલી સિસ્ટમ છે અને મોબાઇલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. મિસાઇલો હવામાં સીધાં ઉપરની તરફ છોડવામાં આવે છે. ત્યાર બાદ તે પોતાના ટાર્ગેટને શોધીને દિશા બદલી લે છે. આ ઇન્ટરસેપ્ટર હવામાં જ રોકેટનો નાશ કરી દે છે. જ્યારે કમાન્ડ પોસ્ટથી આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવે છે.
આયર્ન ડોમ સિસ્ટમ શું છે?
ઇઝરાયલે અમેરિકાના સહયોગથી રાફેલ એડ્વાન્સ ડિફેન્સ સિસ્ટમને ધ્યાનમાં રાખીને રોકેટ હુમલાનો સામનો કરવા માટે આયર્ન ડોમ વિકસિત કર્યું છે. ઇઝરાયલ 2011થી આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ઇઝરાયલી સેના અને સરકારનો દાવો છે કે, આયર્ન ડોમ દુનિયાની સૌથી વિકસિત એર ડિફેન્સ સિસ્ટમ છે અને તેનો સક્સેસ રેટ 90 ટકા કરતાં વધારે છે.
હમાસ ક્રૂડ રોકેટ તકનીક વિકસિત કરી રહ્યું છે.
હમાસ સતત પોતાની ક્રૂડ રોકેટ તકનીક વિકસિત કરી રહ્યું છે. જોકે, હમાસ દ્વારા લોન્ચ કરાયેલાં રોકેટ તેને રોકવા માટે છોડાયેલી તામીર મિસાઇલની તુલનાએ ઘણાં સસ્તાં છે. ઇઝરાયલ માટે આયર્ન ડોમનું મૂલ્ય તેના ખર્ચ કરતાં ઘણું વધારે મહત્ત્વનું છે. તેણે ઘણી વાર પોતાને સાબિત કર્યું છે અસરહીન કરી શકે છે અને લોકોનો જીવ બચાવી શકે છે.
આ વખતે આયર્ન ડોમ નિષ્ફળ કેમ થયું?
પેલેસ્ટાઇની આતંકવાદી સંગઠન હમાસ ઘણા સમયથી ઇઝરાયલ પર હુમલાની ફિરાકમાં હતું. તે હંમેશાં હુમલો કરવાની રણનીતિ ઘડતું રહે છે, પરંતુ ઇઝરાયલે પોતાની બધી જ સરહદો અભેદ્ય બનાવી દીધી છે. આ વખતે હમાસે ઇઝરાયલ પર હવાઈ હુમલાથી જ શરૂઆત કરી. પહેલાં પણ તે ઘણી વાર હવાઈ હુમલા કરી ચૂક્યું હતું પરંતુ દરેક વખતે આયર્ન ડોમના કારણે તે નિષ્ફળ થતા હતા. કહેવાય છે કે વારંવાર નિષ્ફળ થયા બાદ હમાસ આયર્ન ડોમની ખામી શોધી રહ્યું હતું અને આ વખતે તેને ખબર પડી ગઈ કે કઈ રીતે આ સિસ્ટમ સામે લડી શકે છે. આતંકવાદી સંગઠને સાલ્વો રોકેટ હુમલા (ઓછા સમયમાં લોન્ચ કરાયેલાં ઘણાં રોકેટ)થી ઇઝરાયલ પર હુમલો કર્યો, જેનાથી નિયંત્રણ સિસ્ટમ માટે પણ બધાં લક્ષ્યો રોકવા મુશ્કેલ થઈ પડયું. આ વખતે માત્ર વીસ જ મિનિટમાં 5,000 કરતાં વધારે રોકેટ લોન્ચ કરવામાં આવ્યાં. તે રોકેટ પણ ટૂંકા અંતરનાં હતાં. તેથી જ્યાં સુધીમાં સિસ્ટમ તેનો અંદાજ બાંધી જવાબી હુમલો કરે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
No comments:
Post a Comment